આ સો સુદ દશમના રોજ શ્રી રામે રાવણનો વધ કર્યો તેથી તેના આનંદમાં સૌ દશેરાનો તહેવાર ઉજવે છે. આ દશેરાનો તહેવાર અધર્મ પર જ ધર્મનો, અંધકાર પર પ્રકાશનો, અહંકાર પર સારપનો, અસત્ય પર સત્યના વિજ્યનો દિવસ છે. દશાનન એટલે દશ માથાંવાળો જે રાવણ તેનો આ દિવસે નાશ થયો માટે દશેરા. તેથી આજના દિવસને દશેરા તરીકે ઉજવવામાં આવે છે. આ દશેરાના દિવસે ઠેર ઠેર વર્ષોથી રાવણનું દહન કરવામાં આવે છે. પરંતુ જાણે રાવણ બળતો જ ના હોય અને વૃધ્ધિ પામતો હોય તેમ આજેય સમાજમાં રાવણવૃત્તિ વધતી જતી હોય તેમ દેખવામાં આવે છે.
આપણે આપણામાં રહેલા દોષોનું દશેરાના પર્વ ઉપર દહન કરવું જોઈએ અને તો જ આપણે દશેરા ઉજવી એ સાર્થક બનશે.
આજે માણસની ઇચ્છાનો ભંગ થતાં માણસ તરત ક્રોધ કરી ઉઠે છે. આ ક્રોધે કંઈકના ઘર સળગાવ્યા છે. પતિ અને પત્ની વચ્ચે સ્હેજ બોલાચાલી થાય અને ઘર સંસાર સળગી જાય છે. આવા ક્રોધથી સૌ કોઈએ સાવધાન થવાની જરૂર છે.
લોભ રુપી દોષ માણસોના સદ્ગુણોને ડુબાડી દે છે. પૈસાના લોભે કરીને આજે માણસ લાંચ રુશ્વત લે છે. આજે લાંચ રુશ્વત એ આપણા દેશની મોટી બદી બની ચૂકી છે. આપણે તેમાંથી બહાર આવવાની જરુર છે. ભગવાન સૌને પેટ ભરવા પૂરતું આપી જ રહે છે. સંતોષ રુપી ગુણ આવે તો આ લોભમાંથી બહાર નીકળી શકાય તેમ છે.
અહંકાર રુપી દોષ પણ માનવે માનવે જોવા મળે છે. પોતાનો સ્હેજ ઇગો ઘવાય કે, તરત જ માણસ ઝઘડો કરી બેસે છે. કોઈકનું કાંઈ પણ બોલેલું આપણે સહન કરી શક્તા નથી. તેના પરીણામે ઘર અને સમાજમાં ઝઘડા થાય છે. થોડું જતું કરવાની આપણા સૌ કોઈમાં ભાવના જાગૃત્ત થાય તો આ દોષથી આપણે મુક્ત થઈ શકીએ.
આળસ એ પણ ભયંકર દોષ છે. આપણી પ્રગતિમાં અડચણ રુપ સૌથી મોટામાં મોટો દોષ હોય તો તે આળસ છે. ચાણક્ય મુનિ કહે છે કે, આળસુ માણસને આલોકનું ભૌતિક સુખ પ્રાપ્ત થતું નથી અને મૃત્યુ પછી પણ તેની સદ્ગતિ થતી નથી. માટે આળસને આપણે સૌ કોઈએ તિલાંજલિ આપવી જ પડશે.
આવા, તો આપણામાં અનેક દોષો રહેલા છે. આ દોષોનું આપણે આ દશેરાએ દહન કરીશું, તો આપણે ખરા અર્થમાં દશેરા ઉજવી કહેવાશે અને એના કારણે આપણે આપણી આધ્યાત્મિક કેડીને કંડારી શકીશું અને શ્રીસ્વામિનારાયણ ભગવાનના શાશ્વત સુખને પામી શકીશું....
- સાધુ પ્રેમવત્સલદાસજી કુમકુમ
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3jiTvF6
ConversionConversion EmoticonEmoticon