આ ફિલ્મી સિતારાઓને પરણ્યા પૂર્વે માતા-પિતા બનવાનો છોછ નથી


દરેક વ્યક્તિને બાળક પસંદ હોય છે. તેમને પણ સંતાન હોય તેવી તેમની અદમ્ય ઇચ્છા હય છે. પરંતુ કુંવારી વ્યક્તિઓ સંતાનસુખ ભોગવે તે નિંદનીય છે, છતાં આજની પેઢી તેની ઘોષણા કરવામાં છોછ અનુભવતી નથી. 

ભૂતકાળમાં નીના ગુપ્તા કુંવારી માતા બની હતી. વેસ્ટ ઇન્ડિઝનો ક્રેકેટર વિવિયન રિચાર્ડસના તે પ્રેમમાં હતી. વિવિયન પરણેલો હોવાથી તે નીના ગુપ્તા સાથે બીજા લગ્ન માટે તૈયારનહોતો.આ દરમિયાન નીના ગર્ભવતી થઇ અને તેણે સંતાનને જન્મ આપવાનો નિર્ણય લીધો હતો. નીનાને ત્યાં પુત્રી જન્મી અને આજે તે મસાબાના નામે ઓળખાય છે. 

સારિકાની બે પુત્રીઓ શ્રતિ અને અક્ષરા  પણ કુવારી માતાના સંતાન છે. સારિકાએ કમલ હાસન સાથે લગ્ન કર્યા તે પૂર્વે જ તે માતા બની ગઇ હતી. 

થોડા દિવસ પહેલા અર્જુન રામપાલે પણ પોતે ફરી પિતા બનવાની ઘોષણા કરી હતી. અર્જુન પહેલાથી જ બે પુત્રીનો પિતા છે. તે તેની પત્ની મહેર જેસિયાથી અલગ થઇ ગયો છે.અને તેના કરતાં નાની વિદેશી યુવતી સાફથ આફ્રિકન મોડલ એકટ્રેસ ગ્રેબિલાના પ્રેમમાં છે. હવે ગ્રેબિલા ગર્ભવતી છે, અને તેની અને પોતાની સાથે તસવીર અર્જુને સોશિયલ મીડિયા પર મુકીને સાથે કેપ્શન લખ્યું હતુ ંકે, '' બેબી, બેબીનું સુખ આપવા બદલ હું તારો આભાર માનું છું.''

 બ્રિટિશ મોડલ અને અભિનેત્રી એમી જેકસન હાલ  જ્યોર્જ સાથે પ્રેમમાં છે.તેને તે પોતાનો ફિયાન્સ ગણાવે છે. જોકે તેમણે હજી લગ્ન કર્યા નથી, પરંતુ  તેણે પોતાના 'બેબી બમ્પ સાથેની તસવીર સોશિયલ મીડિયામાં મુકી છે.તસવીર સાથે તેણે પોસ્ટ કર્યું હતુ ંકે, '' આજે ૩૧ માર્ચના રોજ મધર્સ ડેની ઊજવણી થઇ રહી છે, ત્યારે હું ગર્ભવતી છું એ જણાવવા માટે હુ ં મારી જાતને રોકી શકતી નથી. ''

બુ્રના અબ્દુલાહ બોલીવૂડની અભિનેત્રી તરીકે જાણીતી છે. તે એલન ફ્રેઝર ફિયાન્સ સાથે પાંચ મહિનાથી ગર્ભવતી છે. એલાનને તે બાલીમાં વેકેશન માણી રહી હતી ત્યારે મુલાકાત થઇ હતી. એ પછી તેમની ગયા વરસની જુલાઇના સગપણ થયું હતું. તેણે સોશિયલ મિડીયા પર પોસ્ટ કર્યુ ંહતું કે, મને કુંવારી માતા બનવાનો કોઇ છોછ નથી. ઘણા યુગલો પોતાના જીવનસાથી સાથે તકલીફમાં જીવન પસાર કરતા હોય છે, જ્યારે ઘણાના લગ્નસંબંધો નિષ્ફળ જતા હોય છે. સમાજમાં એવું મનાય છે કે લગ્ન એ પ્રેમનું સિમ્બોલ છે. પરંતુ શું ખરેખર એવુ ંછે ? મારા અને એલનના ખુશી જીવનમાં આ સંતાન વધુ આનંદ લઇ આવશે અને અમે પેરન્ટસ બનવા તૈયાર છીએ. 



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/34FTM12
Previous
Next Post »