ખૂબસૂરત ત્વચા મેળવવા માટે ઘરગત્થુ ફ્રુટ પેક્સ


ખૂબસૂરત ચમકીલી ત્વચા મેળવવા માટે બજારના રસાયણયુક્ત ફેસપેક ઉપયોગમાં લેવાની બદલે ઘરગત્થુનો વપરાશ વધુ ફાયદાકારક રહે છે. 

દ્રાક્ષના બે ભાગ કરી ચહેરા અને ગરદન પર હળવા હાથે રગડવી. આ દરમિયાન એક વાતનું ખાસ ધ્યાન રાખવું કે   આંખ અને મુખની આસપાસની ઝીણી રેખાઓ પર ખાસ દ્રાક્ષ ખાસ લગાડવી જોઇએ. લગભગ ૨૦ મિનીટ પછી હુફાળા પાણીથી ચહેરો લુછી નાખવો. દ્રાક્ષના પેકથી ત્વચા પરની કરચલી દૂર થાય છે તેમજ ત્વચા યુવાન રહે છે. 

કેળાને બરાબર છુંદી તેનું ક્રીમ જેવું કરવું. તેને ચહેરા પર ૨૦ મિનીટ સુધી લગાડી રાખી ચહેરાને હુંફાળા પાણીથી ધોઇ પછી સામાન્ય પાણીથી ધોવો. આ પછી ચહેરાને લુછી ગુલાબયુક્ત ટોનર લગાડવું. બનાના ફેસ પેક ત્વચા માટે ટોનિકનું કામ કરે છે એ ત્વચાને હેલ્ધી અને ખૂબસૂરત બનાવે છે. 

કાચના સફરના ગરને ચહેરા પર લગાડી ૧૦-૨૦ મિનીટ પછી ચહેરો હુંફાળા પાણીથી ધોઇ નાખવો. ઇચ્છા હોય તો તેમાં ઘઉંનો લોટ અથવા ચણાનો લેટ ભેળવી શકાય જેથી ચહેરા પર બરાબર લગાડી શકાય. સફરજનનું પેક સ્કિનને સાફ કરવાની સાથેસાથે ચહેરા પરની ઝીણી રેખાઓ તથા ચહેરા પર ઊભરેલી કોઇ પણ પ્રકાના સોજાને દૂર કરે છે.

એક પાકેલું પીચ લેવું તેના બિયા કાઢી નાખવા. એક ઇંડાની સફેદી તથા પા કપ કોર્ન ્ટાર્ચ અને ફુદીનાના પાન ૮ થી ૧૦ લઇ બ્લેન્ડરમાં વાટી લેવું. આ પેસ્ટને ચહેરા અને ગરદન પર ૨૦ મિનીટ સુધી લગાડી રાખવું. તવ્ચામાં કસાવ આવવાની સાથેસાથે તે તાજગીપૂર્ણ થશે. 

ઓચિંતાનું બહાર જવાનું આવે અને ચહેરો ફ્રેશ ન લાગતો હોય છો. પાકેલા અનાનસની સ્લાઇ અથવા જ્યુસને ચહેરા પર લગાડવું. સુકાઇ જાય પછી હુંફાળા પાણીથી ધોઇ નાખવું. આ પેકથી ચહેરો ખિલી ઉઠશે. 

ત્રણ-ચાર સ્ટ્રોબેરીને મેશ કરી તેમાં દહીં અને ઓટમીલ ભેળવવું. ચહેરા પર લગાડી સુકાઇ જાય એટલે હુંફાળા પાણીથી ધોઇ નાખવુ. આ પેક ઓઇલી ત્વચા માટે ઉત્તમ છે. 

પાકેલા કેળાને સારી રીતે મેશ કરવું. કેળાનો છુંદો મુલાયમ થાય એટલું જ મધ તેમાં ભેળવવું. આ પેકને ચહેરા પર લગાડવું અને સુકાઇ જાય પછી ધોઇ નાખવું. આ પેકથી ચહેરા પરની કરચલીઓ અને ઝીણી રેખાઓ દૂર થાય છે. આ મિશ્રણને ચાર દિવસ સુધી ફ્રિજમાં રાખી શકાય છે. 

એક ટી સ્પૂન સફરજનો રસ, એક ટીસ્પૂન લીંબુનો રસ, બે ટેબલસ્પૂન છાશ, એક ટેબલસ્પૂન રોઝમેરીના પાન, ત્રણ નંગ બિયાં વગરની દ્રાક્ષ, પા ભાગ નાસપિત, અને બે ઇંડાની સફેદીને ભેળવી પેસ્ટ કરવી. કોટન બોલથી આંખની ચારે તરફ અને ચહેરા પર  જ્યાં પણ કરચલીઓ દેખાય તેના પર લગાડી સુકાઇ જાય બાદ હુંફાળા પાણીથી ચહેરો ધોઇ નાખવોય આ મિશ્રણને ચાર દિવસ સુધી ફ્રિજમાં સ્ટોર કરી શકાય છે. પરંતુ તેને અઠવાડિયામાં ફક્ત ત્રણ જ વખત ઉપયોગ કરવો તેનાથી વધુ કરવો નહીં. 

એવોકોડો સમારીને  મિક્સરમાં વાટી લેવો. તેમાં દૂધ ભેળવીને ચહેરા પર લગાડવું. સુકાઇ જાય પછી ચહેરો ધોઇ નાખવો. અઠવાડિયામાં બે વખત લગાડવાથી ત્વચા નિખરે છે. 

સંતરાની છાલને તડકામાં સુકવી તેનો પાવડર બનાવીને સ્ટોર કરી રાખવો. ઉપયોગમાં લેવું હોય ત્યારે તેમાં થોડુ દૂધ ભેળવી ચહેરા પર લગાડવું અને સુકાઇ જાય પછી ચહેરો ધોઇ નાખવો. આ પેક ચહેરા પરના ખીલના ડાઘા તેમજ ધાબા દૂર કરે છે. 

- મીનાક્ષી તિવારી



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/31LeSct
Previous
Next Post »