- પાર્કિંગમાં ઉભેલા કન્ટેઇનરની તલાશી લેતા ૬૦૧૨ બોટલ દારૂ, મોબાઇલ સહિત ૩૬.૭૬ લાખના મુદ્દામાલ સાથે બેની અટક
નડિયાદ, તા. 29 ઓક્ટોબર 2020, ગુરુવાર
ગાંઘીનગર સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે ખેડા જિલ્લાના માતર તાલુકાના સંઘાણા ગામ નજીક આવેલ એક હોટલના પાર્કીંગમાંથી મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડયો છે.આ બનાવ અંગે માતર પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
ખેડા જિલ્લાના માતર તાલુકાના સંઘાણા ગામ નજીકથી પસાર થતા વડોદરા-અમદાવાદ નેશનલ હાઇવે રોડ પરથી વિદેશી દારૂનો જથ્થો પસાર થવાનો હોવાની બાતમી મળી હતી.જે અનુસંઘાને પોલીસ ટીમે બાતમી આધારિત સ્થળે વોંચ ગોઠવી હતી.અને બાતમી આધારિત કન્ટેનર સંઘાણા ગામ નજીક આવેલ એક હોટલના પાર્કીંગમાથી ઝડપી પાડવામાં આવ્યુ હતુ.કન્ટેઇનરની તલાસી લેતા ૫૦૧ પુઠાના બોક્સમાં ભરેલ ભારતીય બનાવટનો વિદેશી દારૂ કુલ બોટલો-૬૦૧૨ કિ.રૂા.૨૧,૬૩,૬૦૦,કન્ટેઇનર કિ.રૂા.૧૫,૦૦,૦૦૦,અંગઝડતી કરતા રૂા.૨,૬૧૦,મોબાઇલ ફોન નંગ-૨ કિ.રૂા.૧૦,૦૦૦,જી.પી.એસ.ડીવાઇસ કિ.રૂા.૫૦૦ એમ મળી કુલ રૂા.૩૬,૭૬,૭૧૦ નો મૂદામાલ સાથે ગોગારામ પદમારામ તરડ અને ટીકમારામ ઉર્ફે ટીકુરામ જાણીને અટકાયત કરી હતી.
આ બનાવ અંગે પોલીસ ટીમે અન્ય ત્રણ વ્યક્તિઓ વિરુધ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે.જેમાં વિદેશી દારૂનો જથ્થો હરીયાણા થી વાહન મારફતે મોકલનાર, જૂજારસિંહનો માણસ અને કંન્ટેનર ટેલર માલિક તથા ગુજરાતમાં વિદેશી દારૂ મંગાવનાર વ્યક્તિઓ વિરુધ્દ માતર પોલીસ મથકે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2HMEuhX
ConversionConversion EmoticonEmoticon