આત્મ જ્ઞાાન એ જ પરમ આનંદનું ઘર


માણસ પોતાના શુદ્ધ આત્માને કામના, વાસના, ઇચ્છા, તૃષ્ણા વગેરે એ આત્માને ઘેરી લીધો છે. અને પોતાના આત્માને અશુદ્ધ કરી નાખ્યો છે, તેનો માણસને ખ્યાલ જ નથી અને તેને કારણે જ જીવનમાં તનાવ છે, દુઃખ છે, ચિંતા છે.

આ જનો માણસ બાહ્યાચારોમાં એટલો બધો વ્યસ્ત છે, કેતેને પોતાના આત્મામાં જ બધો આનંદ છે.શાંતિ છે તેને જાણવા અને સમજવા અને જીવન જ આનંદદાયક અને અમૃતરૂપ છે,તેને માણવા માટે સમય જ ફાળવી શકતો જ નથી. પોતાની જાતને જાણી તેમાં સ્થિર થવાનો સમય જ નથી, અને બહિર્મુખતામાં જ વ્યસ્ત છે.

અંતર્મુખી થવાની કોઈ જાતની તૈયારી જ નથી અને થતો પણ નથી. પોતાના મનને જોવા જાણવાનો સમય જ નથી. તેથી માણસ પોતાના શુદ્ધ આત્માને કામના, વાસના, ઇચ્છા, તૃષ્ણા વગેરે એ આત્માને ઘેરી લીધો છે. અને પોતાના આત્માને અશુદ્ધ કરી નાખ્યો છે, તેનો માણસને ખ્યાલ જ નથી અને તેને કારણે જ જીવનમાં તનાવ છે, દુઃખ છે, ચિંતા છે.

 આજનો માણસ નિરંતર સુખ-શાંતિ પદાર્થમાં બહારથી જ શોધવાનો પ્રયત્ન કરે છે. જ્યાં સુખ અને શાંતિ છે જ નહીં તો ક્યાંથી મળે. આમ માણસ જીવનમાં ખોટા બાથોડાં ભર્યા જ કરે છે આ રીતે અજ્ઞાાની માણસ માત્ર મરણધર્મી શરીરને જ ઓળખે છે, જે શાશ્વત આત્મા છે, પોતે આત્મા સ્વરૂપ છે, તેને જાણતો જ નથી એટલી વાત માણસે બરાબર સમજી લેવાની જરૂર છે. કે આત્માએ જ શાંતિ અને આનંદનું ઘર છે. એ ઘરને જાણી આ ઘરમાં રહેવાથી જ પરમ આનંદ મળે તેમ છે અને અમૃતરૂપ જીવન જીવી શકાય તેમ છે.

એટલું સમજી તમો પોતે કર્તા પણ નથી. તમો તો છો આત્મા સ્વરૂપ જેથી પૂરેપૂરા સદ્ ચિત આનંદ સ્વરૂપ છો, અને હંમેશા સાક્ષી ભાવમાં અને પૂરેપૂરા સ્વતંત્ર જ છો. ક્યાંય પણ તમે બંધાયેલા જ નથી. માટે આનંદપૂર્વક આત્મામાં જ વિચરણ કર્યા કરો, આજ તમારું પોતાનું સત્ય સ્વરૂપ છે, તમો મુક્ત જ છો, મુક્ત થવાનું નથી,માત્ર ને માત્ર મુક્તિની અનુભૂતિ જ કરવાની છે, મુક્ત જ છો કશું પણ કરવાનું નથી. તમારામાં પોતાનામાં સ્થિર થાવ એટલું જ કરો, આત્મસ્થ થાવ. સાક્ષી ભાવમાં સ્થિર થાવ, પણ આપણે આપણી જાતને જાણી તેમાં સ્થિર થઈ શકતા નથી. તેથી જ પરમ આનંદ અને પરમ શાંતિથી દૂર હોઈએ છીએ.

તમારા પોતાના હૃદયની અંદરથી અહંકારની જે છાપ છે, તે સમજી વિચારીને જ ભૂંસી નાખો, તેમાં તેનું સ્થાન પરમાત્માના પ્રેમને લેવા દ્યો, મનની અંદરથી તમારા પોતાના તમામ વિચારો અને નિર્ણયો વિશેના તમારા આગ્રહને બહાર ફેંકી દો, ને વધુને વધુ સરળ, સહજ અને સત્યરૂપ થઈ જાવ અને સત્બુદ્ધિમાં સ્થિર થઈ, વિવેકવાન બનો આ ત્રિગુણી જીવન જીવશો. જેથી જીવનમાં શું કરવા જેવું છે, અને શું કરવા જેવું નથી, એનો ભેદ સમજાશે અને જે જીવનમાં શું છોડવા યોગ્ય છે, તેને છોડવા માટે મન તૈયાર થશે.

આમ, જીવનમાં નીતિ અને અનીતિની સમજ જન્મશે અને જીવનમાં અસત્યનો માર્ગ છોડી સત્યના માર્ગે જ ચાલશો. આમ, સત્ય એ જ પરમાત્મા છે, પછી જ પરમાત્માને સમજવા માટેનું જ્ઞાાન તમને તમારા અંતરમાંથી જ મળશે. અત્યારે તમારી ઉપર તમારી ઇચ્છા, અપેક્ષા, તૃષ્ણા વગેરેનું જે ભારણ છે તે સાવ જ હટાવી દો. હળવાફૂલ થઈ જાવ.

ધ્યાન યોગની સાધનામાં આપણા મનને શાંત કરી દેવાનું રહે છે, તેની શક્તિ ઉપર કાબુ મેળવવાનો રહે છે. તેનું રૂપાંતર કરવાનું રહે છે, અને તેને યોગ્ય કામે લગાડવાનું રહે છે. તેને શુદ્ધ ને સ્થિર કરવાનું રહે છે. આ બધું થતાં વાર લાગે છે, જેમ જેમ આપણી આંતરિક ચેતનાનો વિકાસ થાય છે તેમ તેમ સિદ્ધિ હાથવગી થતી જાય છે.

એમાં ધીરજ રાખવાની જરૂરિયાત છે, સાધનામાં અંદરની વૃત્તિઓનું જબરજસ્ત દબાણ હોય એે સ્વાભાવિક છે પણ તેને કારણે સાધના મૂકી દેવાની નથી કે નિરુત્સાહ થવાનું નથી.

આપણે જ્યારે ધ્યાન કરતા હોઈએ તે વખતે ચેતના ગુમાવી દેવી જરૂરનું નથી. પણ આપણી ચેતનાને વિશાલ કરવાની હોય છે. તેમાં ધ્યાન દ્વારા પરિવર્તન લાવવું એ જ મુદ્દાની વાત છે. તમો જો અંદર બાજુએ જ જવા માંગતા હશો તો તમે ચેતના ગુમાવ્યા વિના જ કરી શકશો.

- તત્ત્વચિંતક વી. પટેલ



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/34WVpYA
Previous
Next Post »