
નડિયાદ, તા. 5 સપ્ટેમ્બર 2020, શનિવાર
ખેડા જિલ્લામાં શિક્ષક દિવસની ઉજવણી પ્રસંગે નવ શિક્ષકોને પારિતોષિક અને શાલ ઓઢાડી નવાજવામાં આવ્યા છે.નડિયાદ શહેરમાં યોજાયેલ આ કાર્યક્રમ કોરોના મહામારીને ધ્યાને રાખી યોજવામાં આવ્યો હતો.
દર વર્ષની જેમ આ વર્ષે પણ જિલ્લાની વિવિધ શાળાઓમાં શિક્ષક દિન નિમિત્તે પ્રાથમિક, માધ્યમિક , ઉચ્ચતર માધ્યમિક અને બીઆરસી-સીઆરસીને એવોર્ડ એનાયત કરવામાં આવ્યા હતા. જેમાં ખેડા જિલ્લાના નવ શિક્ષકોનુ શાલઓઢાડી પ્રસસ્તીપત્ર આપી સન્માન કરાયુ હતુ.જેમાં મહેમદાવાદ તાલુકાના માંકવા ગામની એમ.એન.શાહ હાઇસ્કુલના કેયુરભાઇ કિરીટકુમાર શાહને માધ્યમિક અને ઉ.માધ્યમિક વિભાગમાં જિલ્લા પારિતોષિકથી નવાજવામાં આવ્યા હતા.
જ્યારે જિલ્લા પારિતોષિક એવોર્ડ કઠલાલના વિશ્વાસનવાથપુરા પ્રાથમિક શાળાના શૈલેષભાઇ મૂળચંદભાઇ પ્રજાપતિ અને નડિયાદના રઘુનાથપુરા પ્રાથમિક શાળાના ગુલામરસુલ ભીખાભાઇ વ્હોરાને સ્નમાનિત કરાયા હતા.આ ઉપરાંત સી.આર.સી-બીઆરસી કેડરમાં જિલ્લા પારિતોષિક એવોર્ડ મહેમદાવાદના બી.આર.સી દિપકકુમાર રમેશચંદ્ર સુથારને આપવામાં આવ્યો હતો.
ખેડા જિલ્લાના તાલુકા પારિતોષિક એવોર્ડ પાંચ શિક્ષકોને આપવામાં આવ્યા છે. નડિયાદના સલુણમાં આવેલ પ્રાથણિક શાળા વૈઘનો કુવોના સંજયકુમાર જશભાઇ વાઘેલા, નડિયાદના ભૂમેલ પ્રાથમિક શાળાના નિલેશકુમાર ખોડાભાઇ બ્રહ્મભટ્ટ, મહેમદાવાદ તાલુકાના હાથનોલી પ્રાથમિક શાળાના સંજયકુમાર રમેશલાલ પટેલ, મહેમદાવાદ તાલુકાના વણસોલ સુંઢા પ્રાથમિક શાળાના સંજયકુમાર રાજેશભાઇ સચદેવ, ખેડાની વાવડી પ્રાથમિક શાળાના હિરેનકુમાર હસમુખભાઇ શર્માને એવોર્ડ એનાયત કરવામાં આવ્યા હતા.આ પ્રસંગે ખેડા સાંસદ દેવુસિંહ ચૌહાણ,ગુજરાત વિદ્યાનસભાના મુખ્ય દંડક અને નડિયાદ શહેરના ધારાસભ્ય પંકજભાઇ દેસાઇ,મહેમદાવાદ મતવિસ્તારના ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણ,જિલ્લા કલેકટર,જિલ્લા વિકાસ અધિકારી સહિતના અધિકારીઓની ઉપસ્થિતીમાં શિક્ષકોને એવોર્ડે એનાયત કરવામાં આવ્યા હતા.
from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2GyB1mu
ConversionConversion EmoticonEmoticon