બાલાસિનોર તાલુકાના 3 સહિત મહીસાગર જિલ્લામાં 8 ને કોરોના


બાલાસિનોર, તા.5 સપ્ટેમ્બર 2020, શનિવાર

મહીસાગર જિલ્લામાં આજે બાલાસિનોર તાલુકાની ૦૧ સ્ત્રી, ૦૨ પુરુષ, લુણાવાડા તાલુકાની ૦૨ સ્ત્રી, ૧ પુરુષ, સંતરામપુર તાલુકાના ૦૨ પુરુષનો એમ મળીને કુલ ૮ કોરોના પોઝિટિવ કેસ આવ્યા છે અત્યાર સુધીમાં કોરોનાના કુલ ૭૨૫ કેસ પોઝિટિવ આવ્યા છે.

આજે જિલ્લામાં સારવાર લઈ રહેલા દર્દીઓ પૈકી કડાણા તાલુકાના ૦૧ પુરુષ, સંતરામપુર તાલુકાના ૦૧ પુરુષ કોરોનાને મ્હાત આપતા રજા આપવામાં આવતા સ્વગૃહે પરત ફર્યા છે. આમ જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ ૬૧૩ દર્દીઓ સ્વસ્થ થઈને સ્વગૃહે પરત ફર્યા છે.

જિલ્લામાં કોરોનાના સંક્રમણને કારણે ૮ વ્યક્તિના મૃત્યુ થયા છે. જ્યારે અન્ય કારણથી ૨૯ દર્દીનું મૃત્યુ થતા જિલ્લામાં કુલ ૩૭ મૃત્યુ નોંધાવા પામ્યા છે. અત્યાર સુધીમાં જિલ્લામાં સીઝનલ ફ્લુ/ કોરોનાના કુલ ૨૮૨૦૯ રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. તેમજ જિલ્લાના ૩૮૦ વ્યક્તિઓને હોમ ક્વોરન્ટાઇન હેઠળ રાખવામાં આવ્યા હોવાનું મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીએ જણાવ્યું છે.

મહીસાગર જિલ્લામાં કોરોના પોઝિટિવના કારણે ૨૯ દર્દી કે.એસ.પી. હોસ્પિટલ બાલાસિનોર, ૦૯ દર્દી ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલ, લુણાવાડા, ૨૧ દર્દી હોમ આઇસોલેશન, ૦૨ પ્રાઇવેટ હોસ્પિટલ અમદાવાદ, ૦૫ દર્દી લુણાવાડા શીતલ નર્સિંગ કોલેજ (CCC) , ૦૯ દર્દ SDH સંતરામપુર ખાતે સારવાર હેઠળ છે. કોરોના પોઝિટિવ આવેલ દર્દીઓ પૈકી ૭૧ દર્દીઓ સ્ટેબલ અને ૦૪ દર્દીઓ ઓક્સિજન પર છે.

પ્રાંત કચેરીના બે કર્મચારીઓને કોરોના

મહીસાગર જિલ્લાના બાલાસિનોર તાલુકામાં રેપિડ ટેસ્ટમાં પ્રાંત કચેરીના બે કર્મચારીઓને કોરોના પોઝિટિવ આવતા કચેરીમાં હડકંપ મચી ગયો હતો. આરોગ્ય ખાતાની ટીમ દ્વારા તાત્કાલીક ધોરણે કચેરીમાં અન્યોના ણ ટેસ્ટ કરાયાનું જાણવા મળેલ છે. જ્યારે પ્રાંત કચેરીમાં સેનિટાઇઝ કરવામાં આવ્યું હતું. આમ નગરપાલિકા બાદ ચીફ ઓફિસર બાદ પ્રાંત કચેરીમાં પણ કોરોનાનો પગપેસારો થયો હતો.



from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2FcJUl6
Previous
Next Post »