
એક વેળાની સુંદર અભિનેત્રી સંગીતા બિજલાની બોલીવૂડમાં ફરી આવવા તડપાપડ બની રહી છે. ક્રિકેટર અઝરુદ્દીન સાથે લગ્ન કર્યા બાદ બોલીવૂડને બાય.. બાય.. કરનારી આ અભિનેત્રીએ એંસી અને નેવુંના દાયકામાં સારી એવી સફળતા હાંસલ કરી મોટો ફેન્સ ક્લાસ ઊભો કર્યો હતો, પણ લગ્ન પછી એ બોલીવૂડને ભૂલી નહોતી. એ બોલીવૂડના સતત સંપર્કમાં રહેતી હતી, ફિલ્મો જોતી હતી વગેરે વગેરે.
આ અભિનેત્રીએ ૧૫ વર્ષની વયથી મોડેલીંગ કરી પડદે ઝળકવાનું સ્વપ્ન નિહાળ્યું હતું અને ઝડપભેર પૂરું કર્યું. એક્ટિંગનો તેને શોખ હતો - છે-રહેશે. જોકે ૧૯૯૬માં 'જગન્નાથ' નામની છેલ્લી ફિલ્મ કરી તેણે બ્રેક લેવાનો નિર્ણય કર્યો અને જીવનની અન્ય બાબતોમાં એક્સપ્લોરનો શોખ કેળવ્યો. બેશક, તેને ઓફર તો મળતી જ હતી, પણ તેને પાછા ફરવાની કોઈ ઉતાવળ નહોતી.
હવે તેણે પાછા ફરવાનો નિર્ણય કર્યો છે ત્યારે કેટલીક વાતો મગજમાં સંઘરી રાખી છે. સૌ પહેલા તો સૌથી મજબૂત મહિલાનો ફિલ્મમાં હિસ્સો. 'ફિલ્મોમાં મહિલા પાત્રોનું નિરૂપણ તો સાવ બદલાઈ જ ગયું છે. હું જ્યારે ફિલ્મોમાં કામ કરતી હતી ત્યારે - '૮૦ અને '૯૦માં મોટા ભાગની ફિલ્મોમાં મહિલાઓના રોલ્સમાં મજબૂતાઈ, અસરકારકતા ઝાઝા નહોતી. પણ હવે તો, ન્યૂ એજ કેરેકટરના પ્રેઝન્ટેશન અને ઓરા તો કલ્પનાતીત થઈ ગઈ છે.. હું તો માનું છું કે કમબેકનો આ સાચો સમય છે,' એમ તેમણે જણાવ્યું.
બિજલાણી ઉલ્લેખ કરે છે, મહિલા-દિગ્દર્શકોને જેવી કે - ગૌરી શિંદે, તનુજા ચંદ્રા, મેઘના ગુલઝાર અને ઝોયા અખ્તર તેમનું કામ જબરદસ્ત કરી રહી છે. તેમની ફિલ્મો મને મોહી લે તેવી હોય છે, આવો ઘણી બધી મહિલાનો ધ્વનિ આપણી પાસે અગાઉ નહોતો. પુરુષ દિગ્દર્શકો પણ તેમાંય ખાસ કરીને શ્રીરામ રાઘવન, ઇમ્તિયાઝ અલી અને મિલન લુથરિથા જેવા દિગ્દર્શકો તેમના કન્ટેન્ટ અંગે જે રીતે કહે છે એ તો તેમની નેરેટવમાં રિયલ લાઈફની ફ્લેવર લાવી દે એવી હોય છે,' એમ તે કહે છે.
હવે અનલોકના તબક્કામાં બિજલાણી હવે પુનરાગમન માટે ઉતાવળી બની છે તેની વય ૬૦ વર્ષ છે. એ કહે છે, 'ઓટીટી વધુ એક માધ્યમ છે જેને હું એક્સપ્લોર કરીશ. આ જે જે રીતે વિવિધ પ્રકારના કન્ટેન્ટ જનરેટ કરવામાં આવે છે અને દરેક પાત્રને તેની પ્રતિભા, ક્ષમતા દાખવવાની જે તક મળે છે, એ કાબિલ-એ-દાદ છે. મને કેટલીક ઓર મળી છે.
પણ હું આગળ વધુ એ પહેલાં આ લોકડાઉન આવી પડયું અને બે જેટલી યોજના આગળ વધી ન શકી. મને લાગે છે કે મારે પાવરફૂલ રોલ્સ માટે રાહ જોવાની રહેશે અને એ પછી જ આ દિશામાં આગળ વધી શકાશે', એમ સંગીતાએ જણાવ્યું હતું.
તારા ફ્રેન્ડ અને એક્ટર સલમાન ખાનના પ્રોજેક્ટમાં સહકાર સાધી શકે એ અંગે કંઈ પણ કહેવાનો સંગીતાએ ઇન્કાર કરી દીધો હતો.
નેપોટિઝમ અને ફેવરેટિઝમ અંગે ચાલતી ચર્ચા અંગે પ્રત્યાઘાત વ્યક્ત કરતાં સંગીતાએ જણાવ્યું, 'આ અંગે ઘણી વિરાટ ચર્ચા થઈ ચુકી છે અને હવે વધુ કંઈ કહેવું અને બોલવું એ ક્યાંક નકારાત્મક સ્પેસ હાંસલ કરી શકે છે. આમાં મારે કશુંય ઝાઝું ઉમેરવા જેવું લાગતું નથી. મને બંને પ્રકારના-આનંદદાયક અનુભવ અને અત્યંત કપરાં દિવસો વિતાવ્યા છે. અને અંતે તો પસંદગી તો તમારે જ કરવાની હોય છે.' આ બધી બાબતો હોવા છતાં, સંગીતા મનની શાંતિ-આંતરિક શાંતિના મહત્ત્વ પર વધુ ભાર મુકે છે અને તે સ્ટ્રિમિંગ પ્લેટફોર્મ પર વાત કરવા તૈયાર થાય છે.
'હાલમાં મારા માટે શાંત અને હકારાત્મક કેવી રીતે રહેવું એ છે જે મારા માટે ઘણું કપરું છે, જે મને અનેક મોજાં વચ્ચે પણ તરતી રાખવામાં મદદરૂપ બની રહે છે. હું માનું છું કે આપણે આપણી વ્યસ્ત જિંદગીમાં સ્વપ્રેમ અને તેની સંભાળ રાખવાનું ભૂલી ગયા છે. જેની આજે તાતી જરૂર છે,' એમ કહી સંગીતા બિજલાણીએ સમાપન કર્યું હતું.
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/32ZAUI0
ConversionConversion EmoticonEmoticon