
'મુવી માફિયા' વિરુધ્ધ અગન ગોળા ઓકતી અભિનેત્રી કંગના રનૌતે સુશાંત સિંહ રાજપૂતના મોત અંગે સીબીઆઈ તપાસની માગ કરી હતી. જો કે એ ફરીવાર વિવાદના વમળમાં અટવાઈ પડી છે. તેણે સોશિયલ મીડિયા પર અભિનેત્રી દીપિકા પદુકોણ પર આકરા પ્રહાર કર્યા છે અને મેન્ટલ હેલ્થ અંગેના વિષય પર પોતાના વિચારો વ્યક્ત કરી આ નાહકની મુસીબત વહોરી લીધી છે.
જોકે કંગનાએ કદી કોઈ મુસીબત વહોરી નથી, એ તો કોઈ પણ બાબત અંગે પોતાના વિચારો અને મંતવ્યો બિન્ધાસ્ત આપે છે. કંગનાએ ટ્વિટર પર ટ્વીટ કરી દીપિકાને કહી દીધું છે, 'ડિપ્રેશન કા ધંધા કરનેવાલે કો પબ્લિકને ઉનકી ઔકાત દીખા દી.'
હવે આ ટ્વીટ વાંચી ન્યૂરોલોજિસ્ટ ડો. સુમૈયા શેખે કંગનાને એક તમાચો મારતા કહ્યું છે, 'સૂર્યના અજવાળા હેઠળ જે દેખાય એ અંગે અભિપ્રાય આપવાની આદત છે. તું તારી મર્યાદામાં રહે અન્યથા તારી માહિતી અથવા તો અનુભવો અંગેના નિવેદનો ફરી પાછા તારી સમક્ષ જ આવીને પડશે.'
કંગના કંઈ આવી વાતોથી ડરી જાય એવી નથી અને તેણે તો પ્રત્યુત્તર આપતા જણાવ્યું, 'ડો. ડોલિટલ, મહેરબાની કરીને એ સ્પષ્ટ કરો કે લોહીનો રિપોર્ટ પરથી મેન્ટલ ફિટનેસ અંગે જાણકારી મેળવી શકાય છે? જો હું મારા લોહી અથવા સ્કેનથી ડિપ્રેશ થઈ જાઉં તો શું એ અન્ય વ્યક્તિના આરોગ્ય સાથે જુદી સાબિત થાય છે? શું મારા એમઆરઆઈ સ્કેનથી બાયોપોલાર અને અન્ય સાઈકોલોજિકલ માંદગી અંગે જાણી શકાય?'
આ અંગે ડો. સુમૈયા શેખ પ્રત્યુત્તર વાળ્યો, 'મિ. જગ્ગી વાસુદેવને કેવી રીતે ડિપ્રેશનગ્રસ્ત જાહેર કરાયો - બાયોલોજિકલ (જેમ કે જિન્સ, હાર્મોન્સ અને ફિજિયોલોજી), સાયકોલોજિકલ અને પર્યાવરીય પરિબળો દ્વારા. આ અંગે તારી પાસે કોઈ ઓપિનિયન નહીં હશે કે કોઈ મંતવ્ય નહીં હોય. માત્ર પ્રતિસાદ આપશે કેમ કે આ વિષય સંવેદનશીલ છે, પણ મેન્ટલ હેલ્થ તો ડિપ્રેશન કરતાંય વધુ ગંભીર છે.' આમ છતાં આ તો કંગના છે, જેણે 'સાયન્ટિફીક પ્રતિસાદ' મોકલાવ્યો છે, અત્યંત ખરાબ રીતે બેક્ફાયર થયો. એટલે દેખિતી રીતે જ તેને ટ્રોલ કરવામાં આવ્યો. તેણે લખ્યું, ગ્રે મેટરની મને જાણ છે.
ગ્રે મેટર, ન્યૂરોન્સ અને તેના ઇન્ટરએક્શન જે ઇલેક્ટ્રિકલ ઇવેન્ટ અને ન્યૂરોટ્રાન્સમીશન થકી થાય છે. હું વિજ્ઞાાનની વિદ્યાર્થિની હતી. મેં મગજ પરનો પ્રોજેક્ટ પૂરો કર્યો હતો, જેમાં મેં માનવ મગજનું થ્રી-ડી મોડેલ તૈયાર કર્યું હતું. માનવ સાઇકોલોજી અંગે મેં ખાનગી શિક્ષણ પણ લીધું હતું.' આ સંદર્ભે એક યુજર્સે લખ્યું, 'કોણ જાણે કેમ મને આ હાઇલેવલ શૈક્ષણિક ચર્ચા લાગે છે અને જે કોરોના વેક્સિન ભણી ખેંચી જાય એવું લાગે છે.'
'શાળામાં મેં વાંદાનું પણ ડિ-સેક્શન કર્યું હતું અને એનોટોમી શીખવા ગાર્ડન લિઝાર્ડની પણ ચીરફાડ કરી હતી અને શરીરના સેલ્યુલર ટ્રસ્ક્ચરનું મોડેલ પણ બનાવ્યું હતું. અરે, એક મોટું માનવીય હાડપિંજર પણ તૈયાર કર્યું હતું. કંગના મેડમ આભાર, હવે હું મારી જાતને એક્સપ્રટ સર્જન તરીકે ઓળખાવી શકીશ, ખાસ કરીને એમાં કોઈ અવરોધ નહીં હોય,' એમ અન્ય એક યુઝર્સે જણાવ્યું હતું.
અન્ય એક યુઝર્સે લખ્યું, 'બારમા ધોરણમાં રસાયણશાસ્ત્રમાં નાપાસ થયેલી છોકરી આ તો નથીને?' ભગવાન જાણે કોણે માનવીમગજનું થ્રી-ડી મોડેલ બનાવ્યું હશે.. હવે આ સિધ્ધિ તારા ટ્વીટર-બાયોમાં પણ ઉમેરાય છે. હું મારી મેડિસીનની ડિગ્રી પાછી આપી દઈશ. હું છોડી દઉં છું,' એમ અન્ય એક યુઝર્સે જણાવ્યું હતું.આમ, કંગના વધુ એક વિવાદમાં સપડાઈ છે, જે કેટલો આગળ વધશે, એ જોવું રહ્યું.
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3lLx7ql
ConversionConversion EmoticonEmoticon