
અણધાર્યા સંકટનો સામનો કર્યા પછી પરગામ રહેતા માનવીને પોતાના સ્વજનોને મળવા વતન જવાની અદમ્ય ઇચ્છા થાય છે. તાજેતરમાં આખા દેશમાં જોવા મળેલી પરપ્રાંતીય મજૂરોની પોતાના વતન ભણી હિજરત એનું જ પરિણામ હતું. ગરીબ મજૂરો જ શું કામ આપણા બોલીવૂડ સેલિબ્રિટીજે પણ લોકડાઉન પછી અનલોક ૧.૦ શરૂ થતાવેંત મુંબઈથી પોતાના વતનના શહેરમાં જવા દોટ મૂકી હતી. ડોમેસ્ટિક ફ્લાઇટ્સ શરૂ થતાં એમની વતનવાપસી સહેલી બની ગઈ હતી.
અલબત્ત, અઢી મહિનાના લોકડાઉન પછી ઘરની બહાર નીકળેલા બોલીવૂડના સ્ટાર્સને એરપોર્ટ પર સાવ જુદો જ માહોલ જોવા મળ્યો હતો. ચારેકોર માસ્ક અને ગ્લોવ્ઝ પહેરેલા લોકો, ટેમ્પરેચર માપતા ઉપકરણો અને સેનિટાઇઝેશનની વિધિઓ, મેગ્નિફાઇંગ ગ્લાસ જેવા યંત્રથી ચેક કરાતા પેસેંજરોના આઇડી અને બોર્ડિંગ પાસ અને દરેક કતાર અને ફ્લાઇટમાં સોશ્યલ ડિસ્ટન્સિંગ જાળવવાની મથામણ. કોરોના વાયરસને કારણે આવેલો આ બદલાવ હવે 'ન્યુ નોર્મલ' ગણાય છે.
આ પરિવર્તનને ન્યુ નોર્મલ ગણાવવા પાછળનો હેતુ લોકોને એવો મેસેજ આપવાનો છે કે હવે તમારે માસ્ક, ગ્લોવ્સ, ટેમ્પરેચર માપતા ઉપકરણો વગેરે વગરે સાથે જીવતા શીખી લેવું પડશે. હવે આ બધું આપણા માટે રાબેતા મુજબનું કહેવાય.
ઇરફાન ખાનની છેલ્લી ફિલ્મ 'અંગ્રેજી મિડિયમ'થી લાઇમલાઇટમાં આવેલી રાધિકા મદન મુંબઈના પોતાના ઘરમાં અઢી મહિના પુરાઈ રહ્યા બાદ પોદાના પરિવાર પાસે દિલ્હી પહોંચી ગઈ છે. દિલ્હી એરપોર્ટ પર ઉતરી ત્યારે રાધિકાને એવું લાગ્યું જાણે પોતે કયામતના દિવસો પસાર કરીને ઘરે આવી છે.
લોકડાઉન દરમિયાન એણે નેગેટિવ વિચારોને બને એટલા આઘા રાખવા પ્રયાસ કર્યો હતો, છતાં ક્યારેક નબળી પળે મનમાં એવો વિચાર ઝબકી જતો કે 'ભગવાન ન કરે અને મને મુંબઈમાં કાંઈક થઈ જાય તો અહીં મારું કોણ? એટલે જ રાધિકા બને એટલી વહેલી દિલ્હી પહોંચવા તલપાપડ બની હતી, જોકે, યુવા અભિનેત્રીએ અઢી મહિનાની છૂટી વેડફી નથી. લોકડાઉન દરમિયાન મિસ મદન કુકિંગ, ટેપ ડાન્સિંગ અને પિયાનો વગાડતા શીખી છે અને અભિનયનો ઓનલાઇન કોર્સ પણ કર્યો છે.
રાધિકા પહેલી મેએ ૨૫ વર્ષની થઈ. મુંબઈમાં ઉજવેલા પોતાના બર્થ-ડેને યાદ કરતા અભિનેત્રી કહે છે, 'ઇરફાન સરનું મારા જન્મ દિવસના થોડા અરસા પહેલા જ અવસાન થયું હોવાથી મને ઉજવણીનો કોઈ મૂડ નહોતો. પરંતુ સાન્યા મલ્હોત્રા, વિશાલ ભારદ્વાજસર અને અભિમન્યુ દાસાણી જેવા કેટલાક મિત્રોએ મને સુંદર કેક સાથે એક વિડિયો બનાવીને મોકલ્યો. એને કારણે એ દિવસે પહેલીવાર મારા ચેહાર પર સ્મિત આવી ગયું હતું.
ઇરફાન ખાન સાથે અંગ્રેજી મિડિયમમાં કામ કરવા વિશે જણાવતા રાધિકા કહે છે કે હું સેટ પર રોજ બાજ નજરે એમનું નિરીક્ષણ કર્યા કરતી, એનાથી જ મને ઘણું બધું શીખવા મળી ગયું. ઇરફાનની છેલ્લી ફિલ્મ સાથે સંજોગોએ અન્યાય કર્યો હોવાનું માનતી મિસ મદન ભારોભાર ખેદ સાથે કહે છે કે અમારી ફિલ્મ અંગ્રેજી મિડિયમ રિલીઝ થયાના અઠવાડિયામાં જ આખા મહારાષ્ટ્રના સિનેમાઍઘરો બંધ થઈ ગયા.
એના પછી તરત દેશવ્યાપી લોકડાઉન મુકાયો. એટલે દર્શકોને મલ્ટીપ્લેક્સમાં આ ફિલ્મ જોવા મળે એવી કોઈ શક્યતા જ ન રહી. લાંબા લોકડાઉન પછી નિર્માતાએ ફિલ્મ ડિજિટલ પ્લેટફોર્મ પર રિલીઝ કરી, જેને સદ્ભાગ્યે સારો પ્રતિસાદ મળ્યો. અંગ્રેજી મિડિયમ સંબંધમાં કમસેકમ હું આ વાતનો સંતોષ લઈ શકું છું. બાકી, તો જે બન્યું એ આપણા હાથ બહારની વાત હતી,' એમ કહી રાધિકા નિસાસો નાખી લે છે.
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2DqQaoz
ConversionConversion EmoticonEmoticon