સોશિયલ મીડિયાથી મોં ફેરવતા કલાકારો


સોશિયલ મીડિયામાં પડકાતાં  ગંદા, અશ્લીલ અપશબ્દોથી છલકાતા અને નેગેટિવિટીથી  ભરપૂર વિચારો અને એકબીજાની ખુલ્લેઆમ ટીકા કરતાં સંવાદો  અને તસવીરોથી લોકો  તેમાંય ખાસ કરીને બોલીવૂડના  કલાકારો કંટાલી ગયા છે અને ધીમે ધીમે તેઓ તેનાથી છેડો ફાડી રહ્યા છે. કરણ જોહર તેમના  ફોલોઅર્સથી દૂર ગયા પછી તો કલાકાર-કસબીઓનું તો નેગેટિવિટી અને  ઝેરી તત્ત્વોથી ભરપૂર સોશિયલ મીડિયાથી જોજનો  દૂર જવાનું  શરૂ થઈ ગયું છે.

હવે આમાં અભિનેત્રી સોનાક્ષી સિંહાનો સમાવેશ થાય છે,  જેમણે  તેમના ટ્વિટર હેન્ડલને બાય....બાય કરી દીધું છે. એ પહેલાં  સાકિબ સલીમ, ઝહીર ઈકબાલ,  શશાંક ખૈતાન, આયુષ શર્માએ સોશિયલ મીડિયાને નેગેટિવિટી  ઉપરાંત અત્યંત અશ્લીલ હાર્ડ મેન્ટાલિટીને કારણે  સલામ કરી દીધી છે.

નેગેટિવિટીથી  દૂર અને માનસિક સ્વસ્થતાના  રક્ષણનું  કારણ આગળ કરી સોનાક્ષીએ ટ્વિટરને અલવિદા કહી. આ સાથે ઈન્સ્ટાગ્રામ  પોસ્ટમાં  તેણે જણાવ્યું  કે  'નકારાત્મકતાથી દૂર જવા અને માનસિક-બૌદ્ધિક સ્વસ્થતાના રક્ષણ માટેનું આ પ્રથમ ડગલું છે. આ બધુ ટ્વિટર પર હાલમાં વ્યાપક પ્રમાણ પ્રસરેલું  છે. 'ચલો, આઈએમએફ- મારા એકાઉન્ટને  ડિએક્ટિવ કરું છું . બાય બાયઝ.' સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યા પછી  આ બધું બન્યું. 

આઉટસાઈડરોને બોલીવૂડમાં  કેવી ટ્રીટમેન્ટ આપવામાં આવે છે, તેનાથી  વાજ  આવીને  આ  અભિનેતાએ આત્મહત્યા કરી હતી અને તેને પગલે ઘણી સેલિબ્રિટીઝને ટ્રોલ કરવામાં આવી રહી છે.  એવી અટકળો છે કે  આ માટે સોનાક્ષીને પણ ટ્રોલ  કરવામાં આવે છે. બીજા ઘણા એક્ટરોએ ટ્વિટરને સલામ કરી છે.

'લવયાત્રી'થી આગમન કરનારા આયુષ શર્માએ  પણ તેનું ટ્વિટર એકાઉન્ટ ડિએક્ટિવ  કર્યું છે.  તેણે કહ્યું,'હવે આ પ્રકારની અશ્લીલ હાર્ડ મેન્ટાલિટીની વાતો નથી સાંભળવી. જ્યારે સલમાન ખાનનું પીઠબળ ધરાવતી નોટબુકથી બોલીવૂડમાં  આવનારા ઝહીરઈકબાલે પણ ટ્વિટરને ટ્વિટ કરીને ગુડબાય કહી દીધું છે. જો કે આ બધું તેણે એકાઉન્ટ ડિએક્ટિવ કરવા પહેલાં કહી દીધું હતું.  બીજી તરફ સકિબ સલીમે તેના છેલ્લા ટ્વિટમાં કહ્યું છે કે મેં ટ્વિટર સાથે બ્રેક-અપ કરી લીધું છે. 

'છેલ્લાં થોડા દિવસથી  ટ્વિટર પર મારા જીવન જરૂરી નથી એવી એનર્જીનો ઢગલો થઈ રહ્યો છે, જેને કારણે મને પ્રતિતી  થઈ કે મારે આ એકાઉન્ટની જરૂર નથી અને મેં બળજબરીપૂર્વક તેને છોડી દીધું  છે. જ્યાં  ઉઠતાંની સાથે જ તેનાં પ્રત્યે તીવ્ર  અણગમો  થાય છે અને આપણએ સદ્વ્યવહાર ગુમાવી દઈએ છીએ. આ  સાથે તેણે તેના ફોલોઅર્સનો આભાર માન્ય હતો. સહકાર આપવા બદલ. હજુ થોડા દિવસ પહેલાં જ ફિલ્મસર્જક શશાંક ખૈતાને પણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ છોડી દીધું હતું   અને કહ્યું હતું કે અહીં તો તમારા ફરતે દ્વેષ અને નકારાત્મકતા માત્ર છે.

સોનાક્ષી, આયુષ અને ઝહીરે ટ્વિટરનો ભલે ત્યાગ કર્યો હોય.  પણ  ઈન્સ્ટાગ્રામ પર તેઓ છે જ. જો કે તેમની  પ્રોફાઈલ પર મર્યાદિત કોમન્ટ્સ  કરે છે.   જેમ કરીના કપૂર-ખાન, સોનમ  કે આહુજા, અનન્યા પાંડે, આલિયા ભટ્ટ અને અન્ય કેટલાંક સમાવિષ્ટ  છે.

દરમિયાન, કરણ જોહરે તો ટ્વિટર પર ફિલ્મજગતના  મોટાભાગના લોકો સાથે સંકળાયેલા  ફોલોઅર્સને  ઓછા કરી નાખ્યા એ તો બધા જ જાણે  છે. આમ બોલીવૂડના  ઘણાં માંધાતા કલાકાર કસબીઓ  ટ્વિટરથી  મોં ફેરવી  રહ્યા છે. આ ઝુંબેશમાં  હજુ કેટલા જોડાશે એ જોવું રહ્યું?



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2Z0Qn9C
Previous
Next Post »