શ્રૂતિ હસન :'રોગચાળામાં હું મારી પોતાની કંપની એન્જોય કરું છું'


શ્રૂ તિ હસને મુંબઇમાં લોકડાઉન વિતાવ્યા પછી અનલોકનો અનુભવ લેવા એ તાજેતરમાં હૈદરાબાદ ગઇ હતી. જોકે ત્યાંય તે એકલી જ રહી હતી. જો કે તેને એકલા રહેવાની જ આદત છે. જોકે તે એની સાંજની દોડ માટે રવાના જરૂર થઇ શકી હતી શ્રૂતિ એવું માને છે તેના ફિઝિકલ અને ઇમોશનલ વેણબિઇંગ દોડ અત્યંત નિર્ણાયક છે.

લંડનથી હું મુંબઇ આવી તો જોયું કે શહેરની હલનચલન સાવ થંભી ગઇ હતી. હું એક સુંદર એપાર્ટમેન્ટમાં  રહું છું, પણ એમાં બાલ્કની નથી, અથવા તો ગાર્ડન પણ નથી, જેથી મને ઘરમાંથી બહાર નીકળી ગાર્ડન કે બાલ્કનીમાં જવાની તક મળે. મને હૈદરાબાદમાં થોડું કામ હતું. તેથી થોડો સમય હું અહીં ફરી  અને મને ખરેખર ઘર જેવી લાગણી અનુભવી અહીં હું જ્યારેય ઇચ્છું ત્યારે  દોડવા જઇ શકું છું.

શરીરને ફીટ રાખવા હું દોડવાનું પસંદ કરું છું. અને હા, આ દોડ મારા માનસિક સ્વાસ્થ્ય માટેની એક્સર સાઇઝનો એક ભાગ છે. હું ચિંતાથી સતત વ્યાકૂળ રહું છું. હું નિયમિત એકસરસાઇઝથી તેને અંકુશમાં રાખવાના પ્રયત્ન કરું છું. શ્રૂતિએ મિફ્સ માર્સલ આટર્સની પણ ટ્રેનિંગ લે છે 'હું ખરેખર ફાઇટિંગને એન્જોઇ કરું છું. એ સાવ અસામાન્ય છે કેમ કે તમે એવું માનતા હો કે  ફાઇટિંગ કરવાથી કરકેરાટ ઉદ્ભવે છે, પણ આ એક બાબત છે જે મને શાંત પાડે છે, એમ તેણે જમાવ્યું હતું. આ અભિનેત્રી મ્યુઝિકનો ઉપયોગ કરે છે અને પોતાની જાતને એકસ્પ્રેસ કરી શકે છે.

વાસ્તવમાં  આ અભિનેત્રી-ગાયિકા લોકડાઉનમાં તેના પોતાના ગીતો એ પોતે જ લખી લે છે 'જ્યારે હું મારા પોતાના માટે લખું છું ત્યારે ગીએ મુક્તિ, સ્વતંત્રતા અને મુવમેન્ટ જેવી લાગણી અનુભવી તેમાં તેનો ઉપયોગ કરું છું, હું એવા વાતાવરણમાં ઉછરી છું ત્યાં મારી ફિલિંગ્સને  વ્યક્ત કરી નહોતી શકતી. હું શું વિચારી રહી છું, તેને લોકો જાણે એવું ઇચ્છતી નહોતી. ટોક-થેરાપિ થકી મારા અહંકારની લાગણી હું શીખી શકી અને એને વધુ ઓથેન્ટિક રીતે રજૂ કરી લોકો સાથે શેર કરી શકું એ પણ હું શીખી' આ સાથે જ શ્રૂતિએ ઉમેર્યું, 'મારું સંગીત મારા માટે રેચ સમાન છે. હું જે કંઇ લખું છું એ મારા માટે અંગત હોય છે અને તે પણ એક ઘરોબો ધરાવતું હોય છે.

કેટલાક ગીતો બની શકે પાર્થિવ દ્રવ્યની અનુભૂતિ કરાવે, પણ એ બધી જ કથા હોય છે અને તેનો ચોક્કસ હેતું હોય છે, લોકડાઉને મને લોકો સાથે આ પ્રક્રિયા શેર કરવાની તક પૂરી પાડી છે. મારી એકાંત ધરાતી જગ્યા નિર્જન સ્થાનને એન્જોય કરવાનું  હું શીખી છું, એમ શ્રૂતિ કહે છે, 'સમગ્ર મહામારી દરમિયાન હું એકલી રહું છું અને ખરેખર હું મારી પોતાની કંપનીને એન્જોય કરી રહી છું. હું રસોઇ પણ બનાવી લઉ છું. આ આવશ્યકતા છે, પણ મને તેમાં આનંદ આવે છે તેથી તે કરવાના પ્રયત્ન કરું છું. મે સિલાઇ કરવાનું પણ શરૂ કર્યું છે અને હું મારા માસ્ક પોતાની મેળે બનાવી લઉં છું. એટલી રહું છું એટલે અત્યાર સુધી તો ગ્રેટ લાગ્યું છે અને હવે પછી ગમે તે બને તે માટે હું તૈયાર છું,' એમ કહી શ્રૂતિ પૂર્ણહુતિ કરે છે.



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/31YuYQu
Previous
Next Post »