
હું લકી છું કે મારી આસપાસ એવા લોકો છે જેઓ મેં સારું નહીં કર્યું હોય તોય મેં કંઈક સ્પેશિયલ કર્યું છે, એવી ફિલિંગ કરાવે છે. અને એવા લોકો પણ છે કે જેઓ મારી ભપકાદાર જીવનશૈલીને વધાવી લે છે
રસિકા દુગલની ફિલ્મ ઓટીટી પ્લેટફોર્મ પર રિલિઝ થઈ છે. એણે અત્યારે જે પરિસ્થિતિ પ્રવર્તિ રહી છે એની સ્થિતિની કલ્પના સુધ્ધાં કરી નહોતી. આવી પરિસ્થિતિ હજુ કેટલાક મહિના રહેશે. એ પછી આવતા મહિનાઓમાં થિયેટરો સલામતીપૂર્વક શરૂ થશે. દિલ્હીની આ ક્રાઈમ અભિનેત્રી કહે છે, 'ઓટીટી સ્પેસ દ્વારા હું દરેક ઘરોમાં જોવા માનવા એ ખરેખર વન્ડરફૂલ છે, 'તમારી ફિલ્મનું ભવિષ્ય એક વિકએન્ડ કે એ પછી નક્કી નહીં થાય, આ સાથે જ આ ફિલ્મ સાથે રિલિઝ થયેલી અન્ય ફિલ્મ સાથે પણ તેની સ્પર્ધા નહીં થાય,' એમ તેણે જણાવ્યું.
આ અભિનેત્રીની કારકિર્દી એકસરખી ગતિએ આગળ ધપી રહી છે. તેમાંય ખાસ તો છેલ્લા કેટલાક વર્ષોથી. શો બિઝમાં સ્ટાર વર્સેસ ધ એક્ટર અંગેની ચાલી રહેલી ચર્ચાઓ અંગે રસિકા દુગલને પૂછવામાં આવ્યું તો તેણે જણાવ્યું કે 'આ કંઈ પરસ્પરની વિશિષ્ઠતા ધરાવતું હોય એવું મને નથી લાગતું. આથી સ્ટાર વર્સેસ એક્ટરની સઘન ચર્ચાને હું ટાળવાનું પસંદ કરીશ. હું ભાગ્યે જ મારી મહત્ત્વાકાંક્ષાથી, મારા હાથ બહારની વાત હોય તેની ઇચ્છા જ નતી સેવતી.
મારી પોતાની ઇચ્છા બહારની દુનિયામાં જીવન જીવવા અનુભવોને આમંત્રણ આપવાની જરૂર હોય છે અને તેના પડકારો ઝીલવાની તૈયારી રાખવી પડે છે અને સાથે વિભન્નતાની જરૂર હોય છે. આ બધા કરતાં હું મારો જોબ બરાબર કરી શકું તેની જ ઇચ્છા રાખવાનું પસંદ કરીશ. આનો અર્થ મારા મનમાં એ છે કે એક કલાકાર તરીકે મારા કામગીરી પૂરી કક્ષાની છે.
આ સાથે જ હું એવી ઇચ્છા રાખું છું કે લોકો મારા કામ અંગે પડઘો પણ પાડે. અને આમ થાય તો જ હું વ્યાપક દર્શકો સુધી પહોંચી શકું. જો આવું થાય તો જ હું થ્રિલ અનુભવું, પણ એક એક્ટર તરીકે હું મારું કામ પૂરું કહુ એ પછી હું થોડો આરામ લેવાનું તો જરૂર પસંદ કરું. આથી, હું મારી જાતને અગાઉથી વ્યસ્ત રાખવામાં માનતી નથી. આથી, કામમાં સફળતા મેળવાથી બાબતના પ્રશ્નનો ઉત્તર નહીં આપી શકું. આથી મને લોકો 'સ્ટાર' તરીકે અથવા નહીં તરીકે ઓળકે તો મને તેનો કોઈ ફરક પડતો નથી.'
વ્યાવસાયમાં ઉચ્ચ સ્થાને કે નીચા સ્થાને પહોંચવાને મેનેજ કરવાનો મંત્ર તેની પાસે કોઈ નથી, એમ તે કબૂલે છે આથી તે ગંભીરતાથી શીખવાની બાબતને બહુ માનતી નથી. 'આથી કામ પૂરું થઈ જાય એ પછી કંઈક કહેવું વધુ સારું છે. કામની સારી શરૂઆત પણ ઘણી આવકાર્ય બાબત છે.
' હું લકી છું કે મારી આસપાસ એવા લોકો છે જેઓ મેં સારું નહીં કર્યં હોય તોય તેઓ મેં કંઈક સ્પેશિયલ કર્યું છે, એવી ફિલિંગ કરાવે છે. અને એવા લોકો પણ છે કે જેઓ મારી ભપકાદાર જીવનશૈલીને વધાવી લે છે એ સાચું છે કે મનમાં ઘોળાતા વિચારો સાથે જીવવું એટલું સરળ તો નથી, આમ છતાં તેઓ વધુ ઉત્પાદકતા ધરાવતા હોય છે,' એમ રસિકા દુગલે વાતનું સમાપન કરતાં જણાવ્યં હતું.
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3gUmMop
ConversionConversion EmoticonEmoticon