
અ ભિનેતા સુશાંત સિંહ રાજપૂતનું શંકાસ્પદ મોત નીપજ્યા પછી ફરી એકવાર ફિલ્મ કલાકાર પર પ્રેશર અને તેઓ કેવી રીતે મેન્ટલ હેલ્થ જેવી સમસ્યાનો સામનો કરે છે, જેવા મુદ્દા અંગે ફરી વ્યાપક ચર્ચા શરૂ થઇ ગઇ છે. એ સાચું છે કે એન્ટરટેઇન્મેન્ટ ઇન્ડસ્ટ્રીમાં ચળકદાર લાઇફ સાથે નિરાશાજનક પછડાટ એ તો જીવનનો એક હિસ્સો છે. આ બંને બાબતો કેવી રીતે હેન્ડલ કરવી એ અત્યંત મહત્વનું છે, એમ કહે છે. અભિનેત્રી સયાની ખેર આ અભિનેત્રી શો-બિઝનેશમાં અત્યંત કપરાં સમયમાંથી પસાર થઇ રહી છે.
બોલીવૂડમાં આ અભિનેત્રીઓ રાકેશ ઓમપ્રકાશ મહેરાની ફિલ્મ 'મરજિયા' (૨૦૧૬) દ્વારા ગ્રાન્ડ લોન્ચ કર્યું હતું. આ ફિલ્મમાં તેની સાથે હર્ષવર્ધન કપૂર હતો. જો કે આ ફિલ્મે બોક્સ ઓફિસ કોઇ સારું પ્રદર્શન નહોતું કર્યું આને કારણે સયાની ખેરના બધા જ પ્લાન ભાંગીને ભૂક્કો થઇ ગયા હતા.
આ કપરાં સમયને યાદ કરતા સયામી ખેર કહે છે. 'મેં મરજિયા' ફિલ્મ થકી આશાના અનેક નવા મહેલો ખડા કર્યા હતા. આ ઉપરાંત આ ફિલ્મની રિલિઝ પૂર્વે જ, મેં વધુ એક ફિલ્મ સુદ્ધા સાઇન કરી હતી. પણ 'મરજિયા' ફિલ્મ ન ચાલી આથી મારી સાઇન કરેલી ફિલ્મમાં મારા સ્થાને અન્ય કોઇને લેવામાં આવી. મારી પાસે અન્ય ઘણાં પ્રોજેક્ટ હતા. પણ એ બધા જ હાથમાંથી સરી ગયા. જોકે મને એ વાતનો અંદાજ આવી ગયો કે ઇન્ડસ્ટ્રી કેવી રીતે કામ કરે છે. અહીં, વ્યાવસાયિક બાબતનો અવાજ ઉંચો હોય છે.
આ કપરો સમય કેવી રીતે પસાર કર્યો અને નારાજગી-નિરાશાનો તબક્કો કેવી રીતે પસાર કર્યો. એ વાતનો ઉલ્લેખ કરતાં તેણે કર્યું કે આટલી મુશ્કેલી છતાં મેં મારો જુસ્સો નહીં છોડયો. હું સદ્નસીબ હતી કે મારા જીવનમાં કોઇકની એન્ટ્રી થઇ, એટલે કે અભિનેતા આદિલ હુસૈનનું આગમન થયું. તેઓ મારા એક્ટિંગ કોચ અને ગાઇડ છે. તેમણે મને સતત યાદ અપાવ્યું કે હું શા માટે શોબિઝમાં આવી છે. માત્ર પ્રશાંસા-પ્રસિદ્ધિ અને નાણાં કમાવા માટે જ નહીં, પણ વાસ્તવમાં એક્ટિંગ મને ગમે છે. એ માટે આ વાત મારા મનમાં બરાબર બેસી ગઇ. જો તમારો હેતું પૂરતાં પ્રમાણમાં મજબૂત હોય તો તમે નિષ્ફળતા મળ્યાં પછી પણ ટકી શકો છો. આગળ વધી શકો છો. આ ઉપરાંત મને રમતગમતમાં અને મારા મિત્રો વધુ વહાલા છે, જેઓ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના નથી,' એમ તેણે જણાવ્યું હતું.
સયાની ખેર તો તન્વી આઝમીની નીસ અને એકવેળાની અભિનેત્રી ઉષા કિરણની પ્રપૌત્રી છે. જોકે સયામીને કોઇ ફિલ્મ ઇન્ડસ્ટ્રીની બાળકી-સ્ટાર-કીડ તરીકે ઓળખે તો એને એ પસંદ નથી. તે કહે છે, મારા વડીલોએ મને ઝગમગતી દુનિયાથી અલગ રાખી છે. અને આથી, મારો વિકાસ નાશિકમાં આવેલા મારા ઘરમાં નૈસર્ગિંક સૌંદર્ય વચ્ચે થયો છે. હજુ થોડા વખત પહેલાં હુંં મુંબઇ આવી છું. તેમણે મારા માટે સાચો નિર્ણય લઇ એક નાના નગરમાં રાખી એ યોગ્ય જ છે આને લીધે જ મને સામાન્ય જીવન જીવવાની તક મળી અને આ ઇન્ડસ્ટ્રીમાં નહીં હોય એવા અમેજિંગ મિત્રો સાથે કામ કરવાની તક મળી.
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/32XZpoT
ConversionConversion EmoticonEmoticon