પ્રાદેશીક ફિલ્મોમાંથી બોલીવૂડમાં પહોંચવાનો માર્ગ આસાન નથી


પ્રારંભમાં તો દરેક સ્થળે  અવરોધ તો સહન કરવો જ પડે, પણ તમે જો સારી રીતે તમારી પોઝિશન  યોગ્ય રીતે પુરવાર કરી બતાવો તો ઈન્ડસ્ટ્રીમાંથી બીજી ઈન્ડસ્ટ્રીમાં પહોંચવાનું  તમારું કાર્ય સરળતાથી પાર પડે છે

બો લીવૂડમાં  એક એક્ટર તરીકે સફળ થવું ઘણું મુશ્કેલ છે, એ સાથે પ્રાદેશિક  ફિલ્મોમાંથી બોલીવૂડમાં એન્ટ્રી લેવી પણ કંઈ સહેલું  તો નથી જ.  બોલીવૂડ ફિલ્મોની આ જ તો ખરી મઝા  છે. તમને ગમે  એટલું આવડતું હોય તો તમારે નવોદિત કલાકાર તરીકે  જ એન્ટ્રી લેવી પડે અને લોકોનો  તમને કેટલો પ્રેમ સંપાાદન થાય એ પણ એટલો મોટો પ્રશ્ન જ છે. આથી, ભારતની હોલીવૂડની મનાતી બોલીવૂડ ફિલ્મ ઈન્ડસ્ટ્રી પ્રવેશ એટલો સાચો અને  સારો તો કહી શકાય જ નહીં.

તાજેતરમાં એક ઈન્ટરવ્યુમાં દક્ષિણ ફિલ્મ  ઈન્ડસ્ટ્રીમાંથી બોલીવુડમાં આવેલી અભિનેત્રી  તાપસી પન્નુએ  તો  તેના તમામ અનુભવો  અંગે વાત કરી હતી.  ૨૦૧૩માં  બોલીવૂડમાં આવેલી અભિનેત્રી તાપસીએ કહ્યું હતું, 'મને તો એક ન્યુકમર જેવી ટ્રિટમેન્ટ આપવામાં આવી હતી અને મારે બોલીવૂડમાં  ફિલ્મો માટે સંઘર્ષ કરવો પડયો હતો.

બોલીવૂડમાં  અત્યાર સુધી ઈન્સાઈડર વિરુદ્ધ આઉટસાઈડર અંગે વ્યાપક  ચર્ચા ચાલી રહી હતી.  બોલીવૂડમાં રેગિંગ થાય છે.  એવું  સુધ્ધાં બોલાતું  હતું ત્યારે  પન્નુએ જે જુદા જ સંદર્ભમાં  જે કંઈ કહ્યું તેનાથી તો જાણે આગની જ્વાળા ભભૂકી ઉઠી હતી.  આ સાતે ઘણા કલાકારોએ કહ્યું છે કે બોેલીવૂડમાં નોન-ફિલ્મી બેકગ્રાઉન્ડ ધરાવતા લોકોને કાણે ઘણી અડચણો  આવે છે. કલાકારોએ ઘણી મુશ્કેલીનો  સામનો કરવો પડે છે. પ્રાદેશિક ફિલ્મોમાં  સફળતા મેળવ્યા પછી હિન્દી  ફિલ્મોમાં  ાવનારા કલાકારોએ  કેની કેવી મુશ્કેલી  સહેવી પડે  છે એ અંગે ઘણા કલાકારોએ અહીં મોં ખોલ્યું છે.

તમિળ અને  તેલુગુ  ફિલ્મોમાં  સ્ટાર  પુરવાર થયેલી તમન્ના ભાટિયાએ  મુંબઈમાં બોલીવૂડમાં એન્ટ્રી મારી ત્યારે તેને એમ હતું  કે  અહીં કોઈ સીમા બાંધવામાં નહીં આવી હોય.  પ્રારંભમાં તો દરેક સ્થળે  અવરોધ તો સહન કરવો જ પડે, પણ તમે જો સારી રીતે તમારી પોઝિશન  યોગ્ય રીતે પુરવાર કરી બતાવો તો ઈન્ડસ્ટ્રીમાંથી બીજી ઈન્ડસ્ટ્રીમાં પહોંચવાનું  તમારું કાર્ય સરળતાથી પાર પડે છે, એમ તેણે  ઉમેર્યું.

બંગાળી  ફિલ્મોની જાણીતી  અભિનેત્રી સ્વસ્તિક મુખરજી એવું માને છે કે મોટે ભાગે  બધે જ પૂર્વગ્રહો તો અસ્તિત્વ ધરાવે જ છે એમાંય જો કોઈ કલાકાર પૂર્વથી આવ્યો હોય તો પૂર્વગ્રહનું પ્રમાણ વધી જાય છે.  લોકો એવી વર્તણૂક કરે  છે કે અમારું કોઈ અસ્તિત્વ જ નથી.  અમે નેશનલ એવોર્ડ્સ મેળવ્યો હોય તો અમને અહીં કોઈ માન્યતા નથી મળતી.  અમારે સંખ્યાબંધ ઓડિશન્સ  આપવા પડે  છે અને આ જ હોય છે જનરલ રિએક્શન,' એમ કહે છે. 'દિલ બેચારે'ની અભિનેત્રી .

ઘણાં પ્રાદેસિક  કલાકારો એવું  માનતા  હોય છે કે સૌ પહેલાં તો તેના સ્ટાર સ્ટેટસ  પર બહુ ભરોસો રાખવો નહીં અને સરખી જ ટ્રિટમેન્ટ અન્યત્ર પણ મળશે, એવી અપેક્ષા સેવવી. પોતાની ઈન્ડસ્ટ્રી ફેરફારની સ્ટોરી અંગે જણાવતા રકૂલ પ્રીત સિંહ કહે છે, તમારી સ્ટારડમ મેટર એ માત્ર તમારી જ હોય  છે, જો તમે  ખોટા માર્ગે  તેને આગળ ધપાવો તો તમારા માથે જ પડે છે અને ભોજપુરી નહોતી  આવડતી અને બંગાળી  કલાકારોને પણ જાણતી નહોતી તેથી મેં એવી કોઈ અપેક્ષા નહીં રાખી કે બોલીવૂડમાં  પણ મને કોઈ ઓળખે.'

ભાષા એ એક મોટું  નડતર  છે. પ્રાદેશિક કલાકારો એવું માને  છે કે હિન્દી  ફિલ્મોમાં આ બાબત  તેમના માટે અવરોધ ઊભો કરે છે. મલયાલમ હીરો ટોની લુકાએ  ૨૦૧૯માં 'બદલા'  ફિલ્મ  થકી બોલીવૂડમાં  એન્ટ્રી કરી. તેના માટે  મોટો પડકાર  હિન્દી ભાષા હતી.  આ વાતને તો દસ વર્ષ થઈ ગયા. હવે સ્થિતિ  સારી છે આ બધી ચર્ચા અને  ડિબેટ થયા એ સારા માટે જ થયા.  કેમ કે હવે  એમાં  ફેરફાર થયા  છે.  અને ઈન્ડસ્ટ્રી વિધેયાત્મક માર્ગે છે.' એમ  લુકાએ જણાવ્યું.

ભોજપુર સુપરસ્ટાર રવિ કિશન કહે છે, 'જો  તમે  હિન્દી  બેલ્ટમાંથી આવતાં હો તો તેમના એટિટયૂડમાં ફેરફાર ચાલી જશે, પણ મેં તો દેશની સંખ્યાબંધ ભાષાની  ફિલ્મોમાં કામ કર્યું છે.  મને એ વાતનું ગૌરવ  ચે કે  હું તો ભોજપુરી  ભાષાની  ફિલ્મોમાંથી છેક આગળ સુધી આવી પહોંચ્યો છું.' એમ  ઉમેર્યું  અભિનેતા - રાજકારણીએ.

આમ પ્રાદેશિક  ફિલ્મોમાંથી  બોલીવૂડમાં પહોેંચવાનો  માર્ગ પણ ઘણો કઠિન અને મુશ્કેલ છે.



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3i2duIo
Previous
Next Post »