ક્રિસ પેટની પત્ની કેથરિન શ્વાર્ઝેન્ગરએ બાળકને જન્મ આપ્યો


હોલીવુડ સ્ટાર ક્રિસ પેટ અને એની પત્ની કેથરિન શ્વાર્ઝન્ગર પહેલા બાળકના માતા- પિતા બન્યા છે. કેથરિનના ભાઇ પેટ્રિકે આ સમાચારની પુષ્ઠી કરી હતી. પેટ્રિક પણ હોલીવુડમાં સંઘર્ષ કરતો કલાકાર છે.

પેટ્રિકે સોશ્યલ મીડિયા પર એક ક્લિપ મૂકી હતી જેમાં એમે કહ્યું બબહેન કેથરિનની તબિયત સારી છે અને ક્રિસ આ નવી ગિફ્ટથી ખુશખુશાલ છે. એમે પણ બહેન અને નવા ફેમિલી મેમ્બરને ગિફ્ટો આપી હતી.

જો કે કેથરિન કઇ તારીખે માતા બની એનો ફોડ કુટુંબે નથી  પાડયો. જો કે ક્રિસ પેટ માટે પિતૃત્વનો આ બીજો અનુભવ છે. એની ભૂતપૂર્વ પત્ની એન્ના ફેરિસ થકી પણ એને એક બાળક છે. જો કે ક્રિસ અને કેથરિનના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર આ સમાચારનો બિલકુલ ઉલ્લેખ નથી. પણ ચાહકોને આશા છે કે બહુ જલ્દી આ બાળકની તસવીર મૂકશે.



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/32QHrEW
Previous
Next Post »