ઓટીટી પરથી થિયેટરમાં રિલિઝ : આ વિકલ્પ કેટલો કારગત?


કોરોનાવાઈરસ મહામારી અનેક લોકોના જીવનમાં અગણિત પરિવર્તન લાવી દીધા છે, જેમાં બોલીવૂડમાં તો ડબરદસ્ત ફેરફાર લાવી દીધા છે. બિગ સ્ટાર્સને ઘરે બેસાડી દીધા છે, તો ઘણાં વળી સમયનો સદ્પયોગ કરવા છેક ફામ-હાઉસ પહોંચી ગયા છે. આવી જ સ્થિતિ કસબીઓની પણ થઈ ગઈ છે. આમ છતાં હજુ સુધી થિયેટર ક્યારે શરૂ થશે એ અંગે કોઈ કશું કહી શકતું નથી. લોકડાઉન-૫ કેવું હશે, તેની કલ્પના કરવી મુશ્કેલ છે, છૂટછાટનું પ્રમાણ હવે વધુ નહીં હોય એવી શક્યતા સેવવામાં આવે છે. આથી થિયેટર શરૂ થાય એવી શક્યતા તો બહુ દૂરની વાત છે.

આમ, અનેકવિધ મુસીબતો વચ્ચે ઘણાં નિર્માતાએ વખાના માર્યા તેમની ફિલ્મોને ઓટીટી પ્લેટપોર્મ પર રિલિઝ કરી દીધી છે. ઘણી ફિલ્મોને ધાર્યો પ્રતિસાદ નહીં મળતા તેમણે હવે એ ફિલ્મોને ફરી થિયેટર પર રિલિઝ કરવાનો વિચાર કર્યો છે, પણ આ પરિકલ્પના પણ કેટલી કારગત અને સફળ નીવડશે, એ વિચારવું ઘણું વહેલું ગણાશે. આમ છતાં બોલીવૂડમાં ઓટીટી પર રિલિઝ થયેલી ફિલ્મોને થિયેટર પર સારી રીતે રિલિઝ કરવાની ચર્ચા જોરશોરથી ચાલી રહી છે, એ સાચું છે.

એક તરફ બોલીવૂડમાં દરેકના મનમાં એ પ્રશ્ન પૂછાઈ રહ્યો છે કે થિયેટરો ક્યારે ખુલશે. શુટિંગ શરૂ થયું છે, કલાકારો પણ તૈયાર છે ત્યારે તેમણે કરેલી કામગીરીનું પ્રદર્શન ક્યારે - કેવી રીતે થશે? 'ગુલાબો સિતાબો, શકુંતલાદેવી, ગુંજન સક્સેના - ધ કારગિલ ગર્લ' જેવી કેટલીક ફિલ્મો ઓટીટી પર રિલિઝ થઈ ચૂકી છે. આ સાથે જ એવી પણ અટકળો શરૂ થઈ છે કે સપ્ટેમ્બરમાં થિયેટરો શરૂ થઈ જશે અને તેમાં ફિલ્મો પણ બતાવવાનું શરૂ થશે. જોકે ફિલ્મસર્જકોના  મનમાં એવી દહેશત છે કે થિયેટરો શરૂ થશે તોય દર્શકો થિયેટરો ભણી ફિલ્મો જોવા આવશે ખરાં? અને આથી ઓટીટી પર રિલિઝ થયેલી ફિલ્મોને ફરી થિયેટરોમાં રિલિઝ કરવી વધુ એક જોખમ તો સાબિત નહીં થાય ને?

અભિપ્રાયોમાં વિરોધાભાસ

રિલાયન્સ એન્ટરટેઈનમેન્ટના સીઈઓ શિબાશિષ સરકાર કહે છે, એ તો પ્લેટપોર્મની પસંદગી પર આધાર રાખે છે. 'જો નિર્માતાએ તેમની ફિલ્મના રાઈટસ વેચી દીધી હશે તો ઓટીટી પ્લેટફોર્મ સામે તેમનું કંઈ નહીં ચાલે, જો તેઓ ફિલ્મને થિયેટર પર રિલિઝ કરવા ઇચ્છતા હશે તો તેમણે આ બાબત કોન્ટ્રાક્ટમાં ન હોય તો નિર્માતા જે ઇચ્છે એ કરી શકશે. એ પ્રોડયુસરની પસંદગી પર આધાર રાખે છે,' એમ તેમણે જણાવ્યું હતું.

આ વર્ષના પ્રારંભમાં 'બાગી-૩' ફિલ્મ રિલિઝ જ થઈ અને કોવિદ-૧૯ રોગચાળાઓ ફાટી નીકળ્યો હતો અને થિયેટરો બંધ કરવામાં આવ્યા હતા. અભિનેતા ટાઈગર શ્રોફે અમને જણાવ્યું હતું કે તેમને એવી આશા છે કે તેઓ ફરી થિયેટર પર આવી શકે છે. પછી ભલેને તેઓ ઓટીટી પ્લેટફોર્મ પર આવી ચૂક્યા હોય. 'મોટી ફિલ્મો લોકો માટે સલામત છે.. એકાદ વખત પરિસ્થિતિ થાળે તો પડવા દો. પછી જરૂર પડે તો ફિલ્મને ફરી-રિલિઝ કરીશું,' એમ તેમણે જણાવ્યું હતું.

દરમિયાન નિર્માતા આનંદ પંડિત કે જેમણે તેમની ફિલ્મ 'બિગ બુલ' ઓટીટી પર રિલિઝ કરવાનો નિર્ણય કર્યો છે, પણ તેઓ કહે છે કે આ ફિલ્મને થિયેટર પર ફરી રિલિઝ કરી શકાય. 'શા માટે નહીં? જો કોન્ટ્રાક્ટમાં હોય તો તમે એ ફિલ્મને જરૂર થિયેટર પર રિલિઝ કરી શકો છો. આનો આધાર કરાર પર જ રહેલો છે. અને આ નિર્ણય ઇચ્છીય પણ છે.. પણ તમારે તમારા પૃથક્કરણ પર આધાર રાખવો પડે. જો તમારી ફિલ્મ બી-થી વધુ અને સી- સેન્ટ્રિક હોય તો સિંગલ સ્ક્રીન ટાઈપ થિયેટરમાં રિલિઝ કરી શકો છો. આમ, આ વાત વિચારવા જેવી છે. ઘણાંએ આ ફિલ્મ ઓટીટી પર ન પણ નિહાળી હોય.' એમ કહી તેમણે ઉમેર્યું, 'નિર્માતા તેમના રાઈટ્સ પાછા ખરીદી શકે છે, પણ એ જ સરખા ભાવે તો નહીં જ.'

દિગ્દર્શક તિગ્માંશુ ધુલિયા કે જેમની 'યાત્રા' ફિલ્મ રિલિઝ થઈ સીધી ડિજિટલ પ્લેટફોર્મ પર તેઓ કહે છે. આ તક ઘણી ઓછી છે. 'આ તો બધુ થિયેટર ઓપન થાય તેના પર આધાર રાખે છે. અને તેમાં કેટલું અને કેવું કન્ટેન્ટ છે તેના પર બધો આધાર રહે છે.. જો થોડી તક હોય તો તેને ઓટીટી પ્લેટફોર્મ પર રિલિઝ કરવામાં આવે છે, પણ આ બધું ઘણું ઓછું છે. માર્કેટિંગમાં ઘણાં નાણાં ખર્ચવા પડે છે, એમ તેઓ ઉમેરે છે.

બીજી બાજુ થિયેટર માલિકોને શંકા છે કે ઓટીટી પર રિલિઝ થયેલી ફિલ્મને ફરી થિયેટર પર કેટલું રળી શકશે. જી-૭ મલ્ટીપ્લેક્સ અને મરાઠા મંદિરના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર મનોજ દેસાઈ કહે છે, 'જો લોકોને તેમના બેડરૂમમાં ફિલ્મ જોવા મળતી હોય તો તેઓ શા માટે થિયેટરમાં જાય.' થિયેટરો ખુલશે તે વેળા લોકો શરૂઆત થિયેટરમાં ફિલ્મ જોવા આવતા ડરશે. અને આપણને એ પણ ખબર નથી કે કેવા પ્રકારની ગાઈડલાઈન્સ બહાર પાડવામાં આવે - સોશિયલ ડિસ્ટનિસંગ રાખવામાં આવે. બે દર્શકો વચ્ચે એક સીટ ખાલી રાખવામાં આવે તો - કપલની સીટ કેવી રીતે ગોઠવવી? આથી ડિજિટલ વધુ આરામ દાયક છે.

મારી પાસે ત્રણ થિયેટરની ક્ષમતા ૧૦૦૦ સીટની છે. આથી અમારી સીટ ઘટીને ૪૫૦ સીટ પર આવી જાય. અમે બધાને કેવી રીતે સમાવી શકીએ? આ સાથે જ એર કન્ડિશન અને મેઇન્ટેનશનો ચાર્જ પણ ઉમેરાય કેવી રીતે ખર્ચો કાઢી શકાય?'

આમ, ઓટીટી પર રિલિઝ થયેલી ફિલ્મોને ફરી રિલિઝ કરી થિયેટરોમાં દાખવવું ઘણી બધી રીતે મુશ્કેલ હોય એવું અત્યારે તો લાગે છે.



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2F4LiWy
Previous
Next Post »