
અભિનેતા વિકી કૌશલની ફિલ્મ 'સરદાર ઉધમ સિંહ'નું પોસ્ટ-પ્રોડક્શનનું કામકાજ સોમવારથી શરૂ થયાની ઘોષણા ફિલ્મ-દિગ્દર્શક શૂજિત સરકારે કરી છે, જે ઉધમસિંહ શહીદના જીવનકવન પર આધારિત છે.
મહારાષ્ટ્રના સાંસ્કૃતિક બાબતોના મંત્રાલયે ફિલ્મો, ટીવી સીરિયલ્સ, એડ-ફિલ્મો, ઓટીટી વગેરેની ફિલ્મોના શુટિંગ શરૂ કરવાની પરવાનગી આપ્યા બાદ આ કામકાજ શરૂ કરવાની ઘોષણા ફિલ્મ સર્જકે કરી છે. ભારતીય ક્રાંતિકારી શહીદના જીવનકવન આધારિત આ ફિલ્મ અંગેની જાણકારી તેમણે ટ્વીટર પર આપી હતી.
'કુદરતે આપણને-માનવજાતને સંકેતો આપ્યા તોય આપણે જાગ્યા નહીં. આપણે ગિયર ચાલુ કર્યા ફાસ્ટ ફોરવર્ડમાંથી આપણે સ્લો મોશનમાં ગયા હવે ફરીથી વધુ એક સંકેત મળ્યો છે. આપણે બધા ઉત્સાહ સાથે સાવધાન રાખીને ફરીથી શરૂઆત કરવા આતુર છીએ. આ ભાવના સાથે અમે 'સરદાર ઉધમ સિંહ' ફિલ્મના પોસ્ટ-પ્રોડકશનનું શરૂ કરવાના છીએ,' એવું ટ્વીટ કરવામાં આવ્યું છે.
તાજેતરમાં સરકારનો ઠરાવ બહાર પડયો હતો, જેમાં જણાવાયું હતું કે મંત્રાલયે નિર્માતાઓને સરકારે જારી કરેલી માર્ગદર્શિકાને અનુસરીને પ્રિ-પ્રોડકશન, અને પોસ્ટ-પ્રોડકશનની કામગીરી શરૂ કરવા જણાવ્યું છે. વ્યક્તિગત હાઇજિન જાળવવાની સાથે સોશિયલ ડિસ્ટન્સિંગનો કડકાઇ અમલ કરવાની જરૂર છે, એમ સરકારી આદેશમાં જણાવાયું છે.
અગાઉ આપેલી એક મુલાકાતમાં શૂજિત સરકારે જણાવ્યું હતું કે કોરોના મહામારીને પગલે સરકારે ૨૪ માર્ચથી લોકડાઉનની કરેલી જાહેરાતને કારણે ફિલ્મનું બાકી રહેલું કામ પૂરું કરવું ઘણું મુશ્કેલ છે. અત્યારે ફિલ્મ સર્જક તેમણે દિગ્દર્શિત કરેલી 'ગુલાબો સિતાબો'ની વૈશ્વિક રિલિઝની તૈયારીમાં વ્યસ્ત છે. આ ફિલ્મમાં અમિતાભ બચ્ચન, આયુષ્માન ખુરાના મુખ્ય ભૂમિકામાં છે.
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/351KvRd
ConversionConversion EmoticonEmoticon