ફાતિમા સના શેખ કહે છે: 'મને લોકડાઉન માણવાલાયક લાગ્યું'


પાં ચ મહિના લોકડાઉનના થયા, ત્યારે બધા જ કંટાળી ગયા છે, પણ ફાતિમા સના શેખ તો પાંચ મહિના ઘરે રહી આ સમયગાળો ખૂબ ઉત્સાહભેર વિતાવ્યો છે. 'લોકડાઉન તો મારા માટે માણવાલાયક બની રહ્યો છે, હું ખૂબ જ પોઝિટિવ  વ્યક્તિ છું. જીવન સામાન્ય  હોય તો હું ભાગ્યે જ કોઇ સામાજિક સમારોહમાં હાજરી આપું છું. હું જ્યારે બહાર નીકળું છું તોય કોઇ મને ઓળખતું નથી કેમ કે લોકો તો 'દંગલ'ની ગીતાને જ  ઓળખે છે અને તેને જ શોધતા હોય છે અને એ પણ ગીતા જેવા જ વાળ અને સ્ટાઇલને શોધતા હોય છે અને હું વાસ્તવમાં સાવ જુદી જ છું. ઘણીવાર તો મારી પાસે આવતા હોય છે અને મને જોઇ ગૂંચવણ અનુભવે છે અને ઘણીવાર તો મને જોઇને ખરેખર આશ્ચર્ય અનુભવે છે, હું તેમનું પરીક્ષણ કરું છું, તોય તેઓ મને ના પાડે છે, તે આ સ્વીકારે છે અને પછી ખડખડાટ હસે છે. અરે, હું વોક કરવા માટે જાઉ છું તોય મને કોઇ ઓલખતું નથી. 'હું કંઇ હજુય સ્ટાર નથી', એવું તે કારણ આપે છે.

પોતાની જાતને વ્યસ્ત રાખવા માટે આ અભિનેત્રી તેના ઘરે હાઇપર એક્ટિવ પપી-બિજલી લઇ આવી, જેણે તેને આખા લોકડાઉન દરમિયાન વ્યસ્ત રાખી, આ ઉપરાંત ફાતિમા તેના ફોટોગ્રાફીના સ્કીલનો પણ કસબ અજમાવવા માંડી, 'મેં એડિટિંગ એકસપ્લોર કરવા માંડયું અને સાથોસાથ કેટલાંક જાણીત એડિટરો અને સિનેમેટોગ્રાફરનું કામ પણ એ પછીથી શરૂ કર્યું. મેં બર્ડ-ફોટોગ્રાફી કરવા માંડી, જેનો ઉપયોગ સંશોધન કાર્યમાં ઘણો થાય છે. આ પછી મેં મારા મનગમતાં હોલીડે સ્પોટ ધર્મશાલાના પ્રવાસે જવાની પણ આશા રાખી હતી,' એમ તેણે જણાવ્યું હતું.

વિશાલ ભારદ્વાજ સાથે તેણે મ્યુઝિક વીડિયો બનાવવાનો શરૂ કર્યો ત્યારે તેણે  તેના કેમેરાની સ્કીલ્સનો ઉપયોગ કર્યો. આ મ્યુઝિક વીડિયો ડૉ. બસીર બટુની કવિતા પર  આધારિત 'પલકે ખોલો' વીડિયો હતો. તદ્દન અસામાન્ય સમયમાં અમે વીડિયો બનાવ્યો જેને લોકોએ ઘણી પ્રશંસા કરી, માસ હુમલાનો સૌથી વધુ આઘાત તો વિશાલ સરને મેં આપ્યો કે તેઓ મારી સાથે ફિલ્મ બનાવે અને તેમણે મને જ્યારે આ ઓફર આપો તો હું તો ઉછળી જ પડી,'  એમ કરી તેણે ઉમેર્યું કે એ ફિલ્મમાં હું મારી જાતને ડિરેક્ટ કરું એવી તકની માગ પણ મેં કરી 'વિશાલ સરે, મને મારા ઇન્પુટ માટે પૂછ્યું અને એ પછી તેમણે મને મ્યુઝિક આલ્બમ શૂટ કરવાની પરવાનગી આપી, જે હું મારી મરજી મુજબ શૂટ કરી શકી.'

તેણે રાષ્ટ્રીય એવોર્ડ-વિજેતા ફિલ્મ સર્જક કમ્પોઝરની અપેક્ષા રાખી હતી. પણ પછી પોતાની ફોટોગ્રાફીની કળાથી જ સર્જનાત્મકતા સર્જવાની વાતને ધ્યાનમાં રાખી, પોતાનું મન મનાવી લીધું. તેણે તેના ભાઇ સાથે-વનર્મન ક્રુ સાથે તેના ઘરમાં તથા રસ્તા પર શુટિંગ કર્યું 'અરે એ વીડિયોમાં તો બિજલી પણ નજરે પડે છે ફાતિમા લકી છે કે તેને  વિશાલ ભારદ્વાજના મ્યુઝિક વીડિયો દ્વારા  પદાર્પણની તક મળી  જો પોતે હજુય લાઇમલાઇટમાં રહે તો પોતે ગર્વિષ્ઠ માતા બની રહે તેમ છે,' એમ તેણે જણાવ્યું હતા.

...તો પછી એ કેમેરાની પાછળ ક્યારથી જાય છે ? 'ના શુટિંગ એ તો માત્ર શોખ છે. મેનેજિંગ પોતાને એના કરતાંય વધુ કઠિન  તો આખા યુનિટને મેનેજ કરવું છે. હું તો એક એક્ટર તરીકે દિગ્દર્શકનું ધ્યાન ખેંચવા માગું છું,' એમ તેણે ભારપૂર્વક જણાવ્યું. આ સાથે જ ફાતિમાએ ઉમેર્યુ, 'રિયલ, સેટ પર વિશાલ સર મને ડિરેકટ કરે એમ જ હું ઇચ્છું છું.'

ફાતિમાં હવે અભિષેક શર્મા દિગ્દર્શિત વેડિંગ કોમેડી 'સૂરજ પે મંગલ ભારી'માં જોવા મળશે અને તેને એ વાતનો આનંદ છે કે આ શો ઝડપથી રિલિઝ નથી થવાનો અથવા તો કોઇ ઓટીટી પ્લેટફોર્મ પર થી પ્રસારિત થવાનો. 'હું નથી ઇચ્છતી કે લોકો મને અને મારા કામને આવી પરિસ્થિતિમાં નિહાળે.' તેનું કારણ આપતા ફાતિમા ઉમેરે છે. ફિલ્મોમાં કામ કરવું એ અમેઝિંગ છે કેમ કે તેણે મનોજ બાજપેયી, દલજિત દોસંગ અને અભિષેક જેવા પ્રતિભાશાળી કલાકારો સાથે કામ કર્યું છે 'મનોજજી તો વરિષ્ઠ અભિનેતા છે, પણ તેઓ પરફેક્ટ વર્ક સાથેના કામની પ્રશંસા કરે છે. મેં તાજેતરમાં જ તેમની ૨૦૧૭ની સાઇકોલોજિકલ ડ્રામાં 'ગલી, ગલિયા' ફિલ્મ જોઇ એમાં તેમણે જબરદસ્ત અદાકારી દાખવી હતી, વાહ..., એમ કહી ફાતિમાં વાત પૂરી કરે છે.



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/31UJxUT
Previous
Next Post »