કોરોનાકાળમાં ફરીવાર ચર્ચામાં આવેલ 'ગોલ્ડન રાઈસ'


(ભાગ-૨)

જૈ વિક પ્રબલીકરણમાં અનાજના છોડમાં સીધેસીધું વિટામિનો અને સૂક્ષ્મ ખનીજોનું પ્રમાણ વધે તેમ કરવામાં આવે છે. ખોરાક અને ન્યુટ્રાસ્યુટિકલ દ્વારા વધારે પોષક તત્ત્વો મળી રહે તે માટે પ્રોત્સાહન આપવામાં આવે છે. ન્યુટ્રાસ્યુટિકલ એવા ખાદ્યપદાર્થો છે. જેનું પ્રબલીકરણ કરેલ છે. તે માટે તેમાં સૂક્ષ્મ પોષક તત્ત્વો ઉમેરવામાં આવે છે, તેની સાંદ્રતા વધારવામાં આવે છે અને તેમાં બાયોટેકનોલોજીની રીત દાખલ કરવામાં આવે છે.

થોડા સમય પહેલાં ખેડૂતો અને ફળફળાદિ ઉગાડનારાનું ધ્યેય અનાજની ઊપજ વધારવા તરફ હતું અને તેમાં કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન, ફૅટ જેવા પોષક તત્ત્વો વધારવા તરફ હતું. તેને 'મેક્રોન્યુટ્રીઅન્ટ' (બૃહત્ પોષક તત્ત્વ) કહે છે. તે સૂક્ષ્મ પોષક તત્ત્વો એટલે કે માઈક્રો ન્યુટ્રીઅન્ટથી જુદાં પડે છે. આજે તેમનું ધ્યેય ખાદ્યપદાર્થની ગુણવત્તા, સૂક્ષ્મ પોષક તત્વોના સંઘટન અને કાર્યશીલ ઘટકો સુધારવા તરફ છે. વનસ્પતિની બાયોટેકનોલોજીની સફળતા વધારે સારી ગ્રામીણ અર્થવ્યવસ્થાની કામગીરી અને વધારે સારા સૂક્ષ્મ પોષક તત્ત્વોના સંઘટન તરફ દોરી ગયેલ છે.

પાકના સૂક્ષ્મ પોષક તત્વો સંગૃહીત હોય તેવા પાકનો ઉછેર કરવો મુશ્કેલ છે પરંતુ આધુનિક ટૅક્નોલોજીમાં જનીનની ફેરબદલી કરવાની ટૅક્નોલોજી (ટ્રાન્સજેનિક ટૅક્નોલોજી) વનસ્પતિના ઉછેર માટે એક એક પૂરક ટૅક્નોલોજી તરીકે ઊભરી આવી રહી છે. આપણે જાણીએ છીએ કે જનીન કોઈપણ સજીવમાં તેના અનુવાંશિક લક્ષણો ધરાવતા ઘટકો છે.

આ ટૅક્નોલોજીમાં એક છોડના આનુવાંશિક લક્ષણો બીજામાં આમેજ કરી શકાય છે. ભવિષ્યમાં આ વિશેષ ગુણ એટલે કે વિશેષ લક્ષણને વધારવા આ ટૅક્નોલોજી ઘણો ફાળો આપી શકે તેમ છે. તાજેતરમાં જૈવિક પ્રબલીકરણ પામેલ એટલે કે બાયોફર્ટિલાઈઝડ ખોરાકના દાખલાઓ છે જે વિકાસના જુદા જુદા તબક્કે આવેલા છે.

ચોખામાં વિટામિન-એનું પ્રમાણ વધારવામાં આવેલ છે. તે માટે સોનેરી ચોખા એટલે કે 'ગોલ્ડન રાઈસ' ઉત્પન્ન કરવામાં આવ્યા છે. તે જીનેટિકલી મોડીફાઈડ (જીએમ) ખોરાક છે. બીટા કેરોટીનમાંથી વિટામિન-એ બને છે. ગાજરમાં બીટા કેરોટીન હોય છે. તેથી જ વિટામિન-એ માટે ગાજર ખાવાનું કહેવામાં આવે છે. જનીન ઈજનેરી વિદ્યાર્થી બીટા-કેરોટીન ચોખામાં લાવવામાં આવેલ છે. તે માટે ડેફોડલ્સ નામના છોડના જનીન અને બૅકટેરિયાની મદદથી સોનેરી ચોખા નામની ચોખાની જાત પેદા કરી છે. તે વિટામિન-એની ઊણપ સામે લડવા માટેનું શસ્ત્ર છે.

સોનેરી ચોખા એટલે ગોલ્ડન રાઈસ કહે છે. તેને ટૂંકમાં 'જીઆર' કહે છે. તેના પણ પ્રકારો છે. તેમાં જીઆર-૧માં જે બીટા કેરોટીન છે તે વિટામિન 'એ' ની ઊણપ દૂર કરવા પૂરતું નથી હોતું. ૧ થી ૩ વર્ષનાં બાળકો માટે વિટામીન-એનો ડોઝ ૩૦૦ માઈક્રોગ્રામ છે. એવી આગાહી લોકોમાં વિટામીન-એની ઊણપ હજુ વધુ સુધારવા જીઆર-ફાળો વધારી શકાય તેમ છે. તે માટે તેમાં બીટા-કેરોટીનની માત્રા વધારવી જોઈએ.

અત્રે યાદ રહે કે ડેફોડિલ આછા પીળા રંગના ફૂલના છોડ છે. અંગ્રેજ ક્રાંતિ વિલિયમ વર્ડઝ્ વર્ષે તેના પર સુંદર કાવ્ય રચ્યું હતું. ઘણી વાર ખુલ્લા મેદાનમાં તેની પથારી જોવા મળે છે. ડેફોડિલના જનીનમાં 'પીએસવાય' સંકેત આવેલો છે. 'પીએસવાય' એટલે 'ફાઈટોઈન સિન્થાસે' અર્થ થાય છે. તે જનીન સંકેત છે. 'જીઆર' ચોખા વિકસાવવા માટેના જનીનો પૈકીનો તે એક જનીન છે. તે ચોખામાં બી-કેરોટિનના સંગ્રહને મર્યાદિત રાખે છે.

બીજા છોડવામાં પણ 'પીએસવાય' કેરોટીનોઈલ (કેરોટીનને મળતું આવતું રસાયણ)નો સંગ્રહ વધારે છે. ગોલ્ડન રાઈસ-ર (જીઆર-ર)આ 'પીએસવાય'ને આમે જ કરવામાં આવે છે. તેની સાથે એક બીજું જનીન પણ આમેજ કરવામાં આવે છે. આ બીજું જનીન 'એર્વિનિઆ યૂરોડોવોરા' નામના બૅક્ટેરિયાનું છે. તેને 'કેરોટીન ડીસેચ્યુરેઝ' જનીન કહે છે. જીઆર-૧ ચોખામાં પણ તેને આમેજ કરવામાં આવેલ. તેમ કરતાં મૂળ સોનેરી ચોખા (જીઆર-૧)ની સરખામણીમાં કેરોટીનોઈલ (પર્ણ પીતકાભ)માં ર૩ ગણો વધારો માલૂમ પડે છે અને બીટા-કેરોટીન 

(બીટા-પર્ણપીતક) વધારે પસંદગીવાળું એકઠું થાય છે. આમ સોનેરી ચોખામાંથી વિટામિન-એ મળી રહે તેવી જાત વિકસાવાઈ રહી છે. અલબત્ત ભારતમાં તેનો ફેલાવો થયો નથી. વળી ભારતમાં 'જીએમ' ખોરાક માટે સાવચેતીનો જે અતિરેક છે તે ખેડૂતોને સોનેરી ચોખાને ઉગાડતા રોકે છે.

અન્યથા તેના એક બીજમાંથી બે વર્ષમાં એટલા સોનેરી ચોખાનો પાક લઈ શકાય કે તે એક વર્ષ સુધી ૧,૦૦,૦૦૦ ગરીબોને ખોરાક પૂરો પાડી શકે.

(ક્રમશ:)

વિટામિન-એ ઉપરાંત વિટામીન-ઈ પણ પૂરતા પ્રમાણમાં મળતું નથી. વિટામિન-ઈ 'ઍન્ટિઑક્સિડન્ટ' છે. 'ઍન્ટિઑક્સિડન્ટ' ઘટકો શરીરમાં પેશીઓ અને સ્નાયુઓના સમારકામમાં ૈઉપયોગી છે. વૃદ્ધાવસ્થાને દૂર ધકેલે છે. અથવા તો વૃદ્ધાવસ્થામાં જોમ આપે છે. વિટામિન-ઈનું પ્રાથમિક સ્વરૂપ 'ટોકોફેરોલ' ચોખા, ઘઉં અને બીજા અનાજના દાણામાં હોય છે. દૂધ, માખણ અને પાંદડાંવાળા શાકભાજીમાંથી મળે છે. તે ત્વચાને તાજગી આપે છે તેમ માનવામાં આવે છે. જોકે વિટામિન-ઈનો માનવના સ્વાસ્થય અને તંદુરસ્તીમાં ફાળો હજુ પૂરેપૂરો નિશ્ચિત નથી. જવમાં જનીન વિટામિન ઈના જૈવિક સંશ્લેષણ કરવામાં ઉપયોગી છે.

'આરાબીડોપ્સિસ થાલિઆના' નામના નમૂનારૂપ છોડનાં પાંદડાંમાં વિટામિન-ઈનું પ્રમાણ ૧પ ગણું વધારી શકાયેલ છે. તેમાં જવના જનીનની ફેરબદલી અભિવ્યક્તિ કરતાં આ પરિણામ મેળવી શકાયેલ. મકાઈના દાણામાં પણ આ રીતે જનીનને અતિ-અભિવ્યાપ્ત કરતાં તેમાં પણ વિટામીન-ઈનો છ ગણો વધારો થઈ શકાયો છે.

વિટામીન ઉપરાંત 'ફોલેટ'ની સમસ્યા પણ છે. આપણને પ્રશ્ન થાય કે 'ફોલેટ' એટલે શું ? જીવનના મૂળભૂત એકમો એવા ન્યૂક્લિક ઍસિડ, ઍમિનોઍસિડ અને પેન્ટોથીઓનેટના જૈવિક સંશ્લેષણ માટે મોટા ભાગના સજીવોને જરૂરી સહઘટક છે. છોડવાઓ અને સૂક્ષ્મજીવો કુદરતી રીતે 'ફોલેટ'નું સંશ્લેષણ કરી શકે છે પરંતુ માણસો નવેસરથી ફોલેટનું સંશ્લેષણ કરી શકતા નથી. તેથી તેમણે તે આહારમાંથી મેળવવા પડે છે. તેમાં પણ ખાસ કરીને છોડના આહારમાંથી મળે છે.

ફોલેટની ઊણપ વિટામિનોની ઊણપ સૌથી સામાન્ય કારણ છે. તેથી જનીન ઈજનેરીથી ફોલેટ હોય તેવા છોડવાઓ પેદા કરવા ઘણાને રસ છે. ઉપરોક્ત નમૂનારૂપ છોડ 'આરાબિડોપ્સિસ થાલિઆના'માં એક પ્રકારના બૅકટેરિયામાંથી જનીન દાખલ કરતાં બે થી ચાર ગણો ફોલેટનો વધારો જોવા મળેલ . આ સફળતા મળ્યા પછી તેના આધારે બીજા રસ્તા પણ ખુલ્યા છે.

ખનીજોની ઊણપના કારણે પણ કુપોષણ રહે છે. આપણા આહારમાં ખનીજોની જરૂરિયાતો સૂક્ષ્મ પ્રમાણમાં હોય છે પરંતુ તેની ભરપાઈ અતિ આવશ્યક છે. સૌથી સામાન્ય જે ખનીજોની ઊણપ જોવા મળે છે તે લોહ અને ઝીંક છે. સૂક્ષ્મ ખનીજ તત્ત્વોની પાકમાં ઉપલબ્ધિ અને સૂક્ષ્મ પોષક તત્ત્વોનો તેમાં સમાવેશ કરવા જનીન ફેરબદલી કરવાના સંશોધનની જરૂર છે. લોહ અને ઝીંક  આહારમા જે અન્ન, લીલોતરી, શાકભાજી, ફળો વગેરે વધારે પ્રમાણમાં જમીનની માટીમાંથી આવે તે માટે સંશોધન જરૂરી છે.

મૂળ અને માટી વચ્ચેની જે આંતરસપાટી છે તે આ કામમાં મોટી બાધા છે. લોહની છોડવામાં અછતને પહોંચી વળવા લોહની દ્રવ્યતા વધારવી જોઈએ. તેમ થાય તો જ મૂળ પરિવેશમાંથી લોહની આવક છોડવામાં થાય. છોડવાના મૂળ પરિવેશમાં લોહને પહોંચી શકે તે માટે બે જુદી જુદી વ્યૂહરચના છે. આ વ્યૂહરચના વિશે અત્રે ઊંડા ઊતરવું નથી. મૂળભૂત વાત છે કે માટીમાં રહેલ લોહ અને ઝીંક મૂળ વાટે વનસ્પતિના છોડ શોષે છે અને તેને વનસ્પતિના ખાદ્ય ભાગમાં પહોંચાડે છે.

ચૂનામય માટીમાં ઊગતાં ચોખામાં લોહ હરિમા અર્થાત્ હીનતા  (ક્લોરાસીસ) વધારે સારો અવરોધ 'જનીનને ફેરબદલી' ની  રીતે કરી શકાય છે. બીજમાં કુદરતી લોહનું વિવર્ધન અને ઝીંક વાહકની અતિઅભિવ્યાપ્તિના લીધે બીજમાં લોહની માત્રા વધારી શકાય છે. પોષક તત્ત્વો વિરોધી ઘટકોને ઘટાડીને લોહની ઉપલબ્ધિ વધારી શકાય છે. 

માનવીને લોહ વધુ પ્રાપ્ય બને તે માટે વૈકલ્પિક વ્યૂહરચના એ છે કે આહારમાં પ્રોત્સાહક રસાયણ વધારવા. સીસ્ટેઈને માત્ર એક જ એવો ઍસિડ છે જે માનવીમાં લોહનું શોષણ વધે તેવી અસરકારકતા ધરાવે છે. જનીન ઈજનેરી લોહને વધારે ઉપલબ્ધિ પાકના છોડમાં સીસ્ટેઈનના અવશેષ વધારીને કરી શકાય છે. 

આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે સંશોધન સંસ્થાઓ અને અમલીકરણ કરતી સંસ્થાઓનું વૈશ્વીક જોડાણ છે. તેનું નામ 'કન્સલ્ટેટીવ ગુ્રપ ઓન ઈન્ટરનૅશનલ એગ્રિકલ્ચરલ રિસર્ચ' (આંતરરાષ્ટ્રીય કૃષિ સંશોધન માટેનું વિચારવિમર્શ જૂથ) છે, તેમણે એકત્ર થઈને વધારે સારા પોષકોને ઉછેરવા અને તેનું વિતરણ કરવાનું નક્કી કર્યું છે. તેની સાથે બીજી આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ પણ સંકલન કરી રહી છે.

આરંભમાં છ મુખ્ય પાકોનો જૈવિક પ્રબલીકરણ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવી રહ્યું છે. આ છ પાકોના ઉછેર પૂર્વેના અભ્યાસો પૂરા કરવામાં આવ્યા છે. આ પાકોનાં નામ છે વાલ, કસાવા, (વેસ્ટઈન્ડિઝમાં થતો એક છોડ) મકાઈ, ચોખા, શક્કરિયાં અને ઘઉં. આ ઉપરાંત આ કાર્યક્રમ વધારે દશ પાકોમાં પોષકતત્ત્વોની વૃદ્ધિની ક્ષમતા પર પણ કેન્દ્રિત કરી રહેલ છે. તેનાં નામ કેળાં, જવ, ચોળા, મગફળી, મસૂરની દાળ, જુવાર, તુવેર, બેટેટા, સોરગમ (બાજરી જુવારના સાંઠા) અને રતાળુ છે. આમ છ અને દશ ખાદ્યપદાર્થો થોડા વર્ષમાં વિશેષ સૂક્ષ્મ પોષકતત્ત્વ ધરાવતા મળવા માંડશે.

કુપોષણ ગામડામાં અને ગરીબોમાં જ હોય તેવું નથી. શહેરમાં શ્રીમંતો અને સાધનસંપન્ન લોકોમાં પણ આજના ફાસ્ટફૂડના જમાનામાં વ્યાપક છે.



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2YV0iNY
Previous
Next Post »