
વર્ષોથી... અહિં-તહીં પૂછાતો પ્રશ્ન ''તમે, ભગવાનને જોયા છે?'' અરે ભાઇ, આ વિશ્વમાં કોઇને પણ એમના દર્શન થયા નથી. અને જો ભારતમાં ક્યાંક ને ક્યાંક પ્રકટ થયા હોત તો આખા વિશ્વમાં ભરડો લેતો રાક્ષસ કોરોનાનો ક્ષણમાં જ નાશ કરી નાખ્યો હોય! પણ એવું ક્યાંય થયું નહિ-બાપ, હકીકતમાં કેટલીક વ્યક્તિઓ જ ભગવાન જેવી હોય છે...
દા.ત. શાળામાં ભણતા ગરીબ વિદ્યાર્થીઓને કોલેજ કાળ સુધી આર્થિક મદદ કરીને ભણાવે... જેમની જિંદગીમાં રહેવાનું ઝુંપડું ય ન હોય, એવી વ્યક્તિઓને શોધી શોધીને મદદ કરી ઝૂંપડામાં નાનકડા ઘર જેવી સગવડ આપી હોય.... અરે, જેઓ જિંદગીમાં કોઇ પક્ષના નેતાઓને મળતા જ ન હોય, કોઇના ધંધામાં કે નોકરીમાં ધાપ મારી ન હોય, ક્યારે ય કદિ હોટેલોમાં ગયા ન હોય.
ક્યારે ય દારૂ, તમાકુ જેવા વ્યસનો કે પરસ્ત્રી સોબત કરી ન હોય મંદિરોને તેઓ પરમાત્મા નામના નિર્દોષ વેપારીની દુકાન માનતા હોય એવા મંદિરોમાં નાણાનો ભરપૂર ભંડાર ભર્યો હોય આવા 'હોય હોય' વચ્ચે આજની પ્રજાને દુ:ખ હળવુ કરવા મંદિરે ગયા વિના ચાલવાનું નથી. ત્યાં પ્રભુના દર્શન કરવાથી આનંદ અને સંતોષ થાય છે. દુ:ખી કે સુખી એવા તમામ નાગરિકોને સહકુટુંબ દર્શન કરવા, કથા સાંભળવા, પ્રસાદ લેવા, બાપ-દાદાઓના સમયથી જતા હોય છે. અને સંતોષ થાય છે.
કોઇ પણ વ્યક્તિ મંદિરે જાય તો બે ઘડી આંખો બંધ કરી, ક્યાંય સુધી બે હાથ જોડીને ભગવાનની મૂર્તિ સમક્ષ ભીડમાં પણ દર્શન કરનારી વ્યક્તિને સંતોષ થઇ જાય છે કે ભગવાન મળી ગયા. દર્શનની વાત પછી સ્નાનના દ્રષ્ટો નિહાળીએ. પવિત્ર ગણાતી નદીઓના ગંદા પાણીમાં ચોતરફ ડૂબકીઓ લગાવીને ''હરગંગે હરહર ગંગે'' બોલતા ગંદા પાણીના કોગળા કરતા - લઘુશંકા લાગી હોય તો ક્યાં જાય? કિનારા સુધી જાય? જન્મ અને મરણ, આ ક્રિયા આખી દુનિયામાં વ્યવસ્થિત થતી જ રહી છે.. મંદિરોના દ્વારે દર્શન કરી મુંગા રહી મનમાં બોલશે ''વાહ, મારા નાથ, મારા ઇષ્ટદેવ આ મહાકાય રાક્ષસ કોરોનાનો નાશ કરો.. લાખો નહિ કરોડો માણસજાત એમાં રોજેરોજ હોમાઇ રહી છે.. બાપ! આજના પ્રત્યેક નગરના નાગરિકોની ભગવાનને અપાતી અરજી છે...
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2DiVvyc
ConversionConversion EmoticonEmoticon