'ખરાબ' વિશે 'સારું' .


કે ટલો અઘરો વિષય છે નહિ ? 'ખરાબ' વિશે 'સારું' બોલવાનું. વિચારો એકસામટા કેટકેટલા ઉમેદવારો આ બાબતમાં 'અમને ના ભૂલી જતા' કહીને ટકોર કરી જશે ! બોલવા માટે છેવટે તો મુદ્દા યાદ રહે એટલે લખવાનું તો ખરું જ ને ? પહેલી પ્રાયોરીટી બોલો કોને આપીશું ? બહુ મનોમંથન ખરાબ.. સૌથી વધુ ખરાબ... ખરાબ શિરોમણી... યસ, યુ આર રાઈટ. લખવા દે ભલે થઇ જાય પોઝીશન મારી ટાઈટ ઇટ'સ માય રાઇટ ટુ રાઈટ અગેઇન્સ્ટ ઇનજસ્ટીસ ફાઈટ. આજની વગોવાયેલી લોકશાહીના ઉમદા રખેવાળોનાં ચૂંટણી અગાઉના ભાષણો જ્યારે લખવાનો 'કારભાર' સોંપાય છે ત્યારે પેન ધર્માન્તરની જેમ વટલાઈ જતી લાગે છે. ઉમેદવાર નેતાના બધા જ (અપ) લક્ષણો જાણતા હોવા છતાંય એક બત્રીસ લક્ષણા, સમાજસેવી, પરદુ:ખભંજક, સંનિષ્ઠ... બધાય ભારેખમ વિશેષણોનો કચ્ચરઘાણ નીકળી જાય છે.

મનમાં ઘણીવાર લખતા લખતા લાગે બીયરનાં ગ્લાસમાં ભૂલથી તુલસીનું પાંદડું પડી ગયું (અને પાછું તરી ગયું!) ચાલો આપણા આ અભિયાનમાં હવે કોનો વારો છે? સહેજ મેમરીને સતેજ કરો. ઠંડા... શીતળ મધુર 'પવન' જેવી દીકરીના પ્લસ પોઇન્ટના 'ગુણ' વધારી વધારીને જેવી આપણા ઘરની પુત્રવધૂ બની એન્ટ્રી લે કે તરત જ એ શીતળ પવન... પ્રચંડ વાવોઝોડું ઘરનાં હવામાનના વર્તારાને કેવું બાનમાં લઇ લે છે ! બોલો આ ષડયંત્ર ...હા, ષડયંત્ર આવા 'ખરાબ' દાગીના અંગે સારું સારું બોલીને આપણી જિંદગીને તો સીધી આઈસોલેસનમાં જ ને? આ લીસ્ટમાં છે તો ઘણાય ઉમેદવારો... તમે જાતે જ ચેક કરી લો. મોંઘા ભાવની ટયુશન ફી લઇ બેફામ લૂંટ ચલાવતી સ્કૂલોમાં જેવું એડમીશન મળી જાય કે તરત જ રોલો પાડવા મિત્રમંડળ... સ્નેહીજનોમાં પેલી 'ખરાબ' સંસ્થા વિશે વધારી વધારીને કેવું સારું સારું રટવા માંડીએ છે (યાદ આવ્યું ?)

રહી રહીને ૨૦૨૦ના મહાઅતિથિ (અતિથિ તુમ કબ જાઓગે?) કોરોના અંગે ચીન, વુહાન, કોવીડ-૧૯ સંક્રમણ... કેટકેટલું 'ખરાબ' વાંચ્યું... જાણ્યું છતાંય સાચું કહેજો કોરોનાએ પરોક્ષ રીતે સહુકુટુંબની ભાવના, અંતરાત્માની ખોજ, સંઘભાવના, સફાઈ અભિયાન, ... કેટકેટલા 'સારા' પાસાઓને સંજીવની છાંટી જાગૃત તો કર્યા ને!

મરી મસાલા 

હા ભાઈ હા સૂરજદેવ આકરા છે તડકો છે, બાફ છે, લૂ... છે ભલે 'ખરાબ' લાગે પણ પછી વરાળ... વરસાદ... વૃષ્ટિ એ 'સારું' જને!



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3bsL6wE
Previous
Next Post »