- શ્રાવણ તો જાણે પૂરો થઈ ચૂક્યો છે, પણ તે માસમાં ધુઆંધાર બલ્લે બાજી કરનાર મેઘરાજાની બેટિંગનો છેડો હજી આવ્યોચ નથી. દર વર્ષે દેશના માથે અબજો ઘન મીટર પાણી વરસવા છતાં આપણે જળસંકટ કેમ અનુભવીએ છીએ? આ રહ્યો જવાબ—

એકાદ દસકા પહેલાં યુરોપી દેશ જર્મનીના વોલ્ફ્સબુર્ગ શહેરની મુલાકાતે જવાનું થયું હતું. અહીં ફોક્સવાગન મોટરકારનું સાડા છ ચોરસ કિલોમીટરમાં ફેલાયેલું (જગતનું સૌથી મોટું) કારખાનું આવેલું છે. લગભગ ૬પ,૦૦૦નો સ્ટાજફ ધરાવતી ફેક્ટરીમાં વર્ષે ૭,પ૦,૦૦૦થી સહેજ વધુ મોટરકાર બને છે. સામાન્યચ રીતે એકાદ ઔદ્યોગિક એકમને શહેરનું વિદ્યુત મથક વીજપુરવઠો પૂરો પાડે, જ્યારે અહીં ઊર્જાની ગંગા ઊલટી વહે છે. મતલબ કે ફોક્સવાગનના જાયન્ટવ સંકુલમાં ઊભો કરાયેલો પાવર પ્લાઊન્ટઊ વોલ્ફ્સબુર્ગ શહેરને વીજળી આપે છે.
સાડા છ ચોરસ કિલોમીટરમાં પથરાયેલા કારખાનામાં કૃત્રિમ તળાવ, ફૂટબોલ સ્ટેશડિઅમ, ફાઇવ સ્ટા ર હોટેલ વગેરે ઘણું બધું છે. પરંતુ તેમને નજરોનજર જોવાથી થયેલા અચંબા કરતાં ફેક્ટરીના કર્મચારીના મુખે એક માહિતી જાણીને થયેલું સાનંદાશ્ચર્ય ક્યાંય વધારે હતું. વાતવાતમાં કર્મચારીએ જણાવ્યું તેમ ફોક્સવાગનનું કારખાનું પોતાની દૈનિક જરૂરિયાતનું ઘણું પાણી જાતે બનાવી લે છે. ફેક્ટરીમાં ૬પ,૦૦૦ જેટલા કર્મચારીઓ છે, જેઓ તેમને સોંપાયેલા કામકાજમાંથી ‘થુપ્પીસ’ કરીને બે-ચાર વાર ‘નાની રિસેસ’ માટે જતા હોય છે. આ સૌનો પેશાબ પરબારો ગટરભેગો કરી દેવાતો નથી.
બલકે, એક સ્ટો રેજ ટેન્કસમાં તેને એકઠો કરી પંપ વાટે ફિલ્ટોરેશન પ્લાાન્ટ તરફ ધકેલવામાં આવે છે. ક્ષાર તેમજ અશુદ્ધિઓ દૂર કર્યા પછી ચોખ્ખા પાણીનો માતબર પુરવઠો મળે, જેને ફેક્ટરીનાં વિવિધ કાર્યો માટે ઉપયોગમાં લેવાય છે. જેમ કે, કારખાનામાં ખીલવવામાં આવેલો સરસ મજાનો વિશાળ બગીચો તો આવા જળ પર જ નભે છે.
ફેક્ટરીની સફર દરમ્યા ન પેલા કર્મચારીએ ન કહેલી, પણ અહીં કરવા જેવી એક ગણતરીઃ સરેરાશ વ્યસક્તિ રોજના મહત્તમ બે લિટર પાણીનો પેશાબ વાટે નિકાલ કરતો હોય છે. ઓગણીસ-વીસનો તફાવત ગણો તોય કલાકના ૬૦ મિલિલિટરની સરેરાશ પકડી શકાય. ફોક્સવાગનની ફેક્ટરીમાં કર્મચારીઓ આઠ-આઠ કલાકની પાળીમાં કામ કરે છે, જે હિસાબે દરેક કર્મચારી તેની કાર્યાવધિ દરમ્યાીન ઓછામાં ઓછો ૪૮૦ મિલિલિટર (લગભગ અડધો લિટર) યુરિન પાસ કરે. આ હલકાફુલકા લાગતા આંકડાને હવે ૬પ,૦૦૦ વડે ગુણી નાખો, એટલે ૩,૧૨,૦૦,૦૦૦ મિલિલિટરનો હેવીવેઇટ ફિગર મળશે.
જુદી રીતે કહો તો કર્મચારીઓના ‘અપના કોલા’માંથી ફોક્સવાગનના કારખાનામાં રોજનું ૩૧,૨૦૦ લિટર પાણી બને છે. આંકડો વધુ પડતો નથી. છતાં એવું લાગતું હોય તો ચાલો, થોડું વાજબી કરીએ. પંદર-વીસ ટકાની બાદબાકી કરી દઈએ—અને તો પણ શેષ બચતા જળપુરવઠાનો આંકડો જેવો તેવો ન કહેવાય. વધુ ગણતરી કરવાની ફુરસદ અને તૈયારી હોય તો આંકડાને મહિના લેખે અને ત્યાોર પછી વાર્ષિક લેખે ગણી લેજો.
પ્રસ્તુ ત લેખનો વિષય વરસાદી જળના સંચયનો છે. પરંતુ ઉપરોક્ત દાખલો એટલા માટે ટાંક્યો કે તેમાં પાણીની નાની બચત યોજનાના મોટા લાભનો ખ્યાોલ મળે છે.
■■■
જૂન ૧ના રોજ કેરળના કાંઠે સીઝનનો પ્રથમ વરસાદ પડે તે સાથે ભારતમાં મેઘરાજાનું આગમન થયેલું ગણાય છે. દિવસો વીતતા જાય તેમ દેશના જે તે રાજ્યોને અરબી સમુદ્રના તેમજ બંગાળના ઉપસાગરના વરસાદી વાદળોનો લાભ મળતો જાય છે. આ લખાય છે ત્યાનરે (સપ્ટેળમ્બ ર ૪) કેરળ પર ૧લી જૂનથી કુલ ૧,૬૦૦ મિલિમીટર જળ વર્ષારૂપે વરસી ચૂક્યું છે. ગોવાનો આંકડો ૩,૪૩૬ મિલિમીટર છે, તો મહારાષ્ટ્રન અને ગુજરાતના ફિગર અનુક્રમે ૯૬૪ અને ૯૯૩ મિલિમીટર છે. જૂનથી લઈને સપ્ટે મ્બ્રની આખર સુધી ચાલતી ચોમાસુ સીઝન દરમ્યા્ન સમગ્ર ભારતભૂમિ પર વરસતા જળની માત્રા ૪,૦૦૦ અબજ ઘન મીટર જેટલી હોય છે.
(૧ ઘન મીટર = ૧,૦૦૦ લિટર). આની સામે આખા દેશને વર્ષભર પીવા-વાપરવા માટે આવશ્યક જળનો પુરવઠો કેટલો? ભારત સરકારના કેંદ્રીય જલ આયોગના એક રિપોર્ટ મુજબ ૩,૦૦૦ અબજ ઘન મીટર. સૂચિતાર્થ એ કે જરૂરિયાત કરતાં વધારાનું ૧,૦૦૦ અબજ ઘન મીટર પાણી વરસાદરૂપે આપણને મળે છે—અને છતાં ચોમાસું પૂરું થયાના સાતેક મહિનામાં તો દેશના ઘણા રાજ્યોનું ગળું સૂકાવા લાગે છે. રાજસ્થાંન અને દિલ્લી માં રોજના હજારો ટેન્કવર લોકોને પાણી પહોંચતું કરે છે, જ્યારે પાણીના ટીપે ટીપા માટે તરસી જતા વિસ્તાલરોમાં સરકારે ટ્રેન મારફત જળપુરવઠો મોકલવો પડે છે. આવું કેમ? છતે પાણીએ આપણે નપાણિયા કેમ રહી જઈએ છીએ? કારણ સમજવા જેવું છે.
■■■
ઉપર નોંધ્યું તેમ ભારતભૂમિ પર વર્ષે ૪,૦૦૦ અબજ ઘન મીટરનો જે અધધ ધોધ વહે છે. આમાંનું ઘણુંખરું જળ નદીઅોમાં જાય છે. વિરાટ બંધો, પાળા તથા ચેક ડેમ વડે તેમાંનું કેટલુંક પાણી સંગ્રહ પામે છે, પરંતુ તેની માત્રા ૩૩ ટકાથી વધારે નથી. બાકીનું લગભગ ૬૭ ટકા જળ વર્ષા થયાના બોંતેરમા કલાકે તો સમુદ્રમાં ભળી ગયું હોય છે. આને સરાસર અને અક્ષમ્યા બગાડ ગણવો જોઈએ. વર્ષાજળ સંચય તે બગાડને અટકાવવાનો સરળ ઉપાય છે. ઘણા દેશો તેને વ્યા પક ધોરણે અપનાવી ચૂક્યા છે અને જળસંકટમાંથી તરી નીકળ્યા છે. કેટલાંક ઉદાહરણોઃ
■સિંગાપુર૭૨પચોરસ કિલોમીટરનું (દિલ્લીી કરતાં અડધું) ક્ષેત્રફળ ધરાવે છે. લગભગ પ૮ લાખ લોકો ત્યાંુ રહે છે, જેમને છૂટે હાથે પાણી વાપરવા મળે એ ખાતર કેટલાંક વર્ષ પહેલાં સરકારે વર્ષાજળ સંચયનો મેગાપ્રોજેક્ટ હાથ ધર્યો. નવાં બંધાતાં તમામ મકાનોમાં જળસંચયનું અહીં ડાયાગ્રામમાં બતાવ્યુંર છે તે પ્રકારનું સંકુલ ઊભું કરવામાં આવ્યું. એક જાયન્ટ સેટ-અપ ચાંગી ઇન્ટગરનેશલ એરપોર્ટ ખાતે પણ તૈયાર કરાયો. આ હવાઈમથક પ૩૦ હેક્ટરમાં ફેલાયું છે.
સિંગાપુરમાં વરસાદી દિવસો લગભગ ૧૬૭ હોય છે, જે દરમ્યાનન ચાંગી એરપોર્ટ પર વરસતા મેઘજળને સ્ટોવરેજ ટાંકાઓમાં ભરી લેવામાં આવ્યું. આ નાનું અમસ્તું પગલું ભરીને સિંગાપુરનું ચાંગી એરપોર્ટ આજે પાણીના મામલે સ્વા વલંબી બની ગયું છે. વર્ષાજળ સંચયે ચાંગીનું વાર્ષિક વોટર બિલ (૩,૯૦,૦૦૦ ડોલર) સમૂળગું નાબૂદ કરી આપ્યું.
■જર્મનીએતેનાફ્રેન્કપફર્ટએરપોર્ટનેપાણીનીબાબતેઆત્મયનિર્ભરબનાવ્યુંં છે. વરસતા વરસાદનું પાણી જાયન્ટ્ કદના ૬ સ્ટોોરેજ ટાંકામાં જાય છે, જ્યાં જરૂરી શુદ્ધિકરણ કર્યા પછી તેને એરપોર્ટના બાથરૂમમાં, બગીચામાં તથા એર કન્ડિેશનર કૂલિંગ પ્લાનન્ટ્માં કામે લેવાય છે. પાણીની વાર્ષિક બચતઃ ૧૦ કરોડ લિટર!
■વર્ષેદહાડેમાંડ૬૦૦મિલિમીટર વર્ષાજળ મેળવતા ઓસ્ટ્રે લિયાએ તેની ‘યહ પ્યાાસ હૈ બડી’ છિપાવવા માટે જળસંચયને રાષ્ટ્રી ય મિશન બનાવ્યું છે. નવું મકાન બાંધતા પ્રત્યે્ક વ્યબક્તિને વર્ષાજળ સંચય કિટ નાખવા માટે પ૦૦ ડોલર આપવામાં આવે છે. આજે ત્યાંમના ૨૬ ટકા ઘરોમાં પાણી સંગ્રહ કરવાના ટાંકા છે. સિડની શહેર તો વર્ષે ૯૦ અબજ લિટર વર્ષાજળ સંચય કરે છે.
આવા તો બીજા ઘણા દાખલા આપી શકાય તેમ છે, પણ વિચાર માગી લેતો સવાલ એ કે ભારત પર મેઘરાજાની મહેર હોવા છતાં દેશની બહુ મોટી જનસંખ્યાપએ પાણી માટે પાણીપત કેમ ખેલવું જોઈએ? અગાસી ધરાવતાં મકાનો, બંગલાની સોસાયટી, એરપોર્ટ, ક્લબ કે પછી એકલદોકલ મકાનમાં પણ જળસંચયની અહીં રેખાંકનમાં બતાવ્યાં મુજબની સિસ્ટામ શા માટે ઊભી ન કરી શકાય?
■■■
વર્ષાજળ સંચયની પદ્ધતિ જેટલી સીધીસાદી છે એટલું જ સરળ તેનું ગણિત છે. અગાશીનું કે ચોગાનનું ક્ષેત્રફળ ૧ ચોરસ મીટર હોવાનું ધારી લો. સીઝનમાં લગભગ ૬૦૦ મિલિમીટર વરસાદ પડ્યો એવું પણ અનુમાન કરો. આકાશમાંથી આટલી માત્રામાં જળ વરસે ત્યા૬રે ફક્ત ૧ ચોરસ મીટરમાં એકઠા થઈ શકતા પાણીની માત્રા પ૦ લિટર કરતાં ઓછી ન હોય. સ્વાભાવિક છે કે કોઈ અગાશીનું ક્ષેત્રફળ ૧ ચોરસ મીટર જેટલું ન હોય, ક્યાંય વધારે હોય. આથી ક્ષેત્રફળ અનુસાર તેમજ વરસાદની માત્રા અનુસાર મળી શકતું જળ કેટલું તે ગણી કાઢવા માટે જળસંચયના નિષ્ણાીતોએ એક ફોર્મ્યુલા રચી છે. આ મુજબનીઃ
અગાશીનું ક્ષેત્રફળ (ચોરસ મીટર) × વરસાદ (મિલિમીટરમાં) = વર્ષાજળ (લિટરમાં).
છતનો વિસ્તાષર પચાસેક ચોરસ મીટર હોય અને સીઝનમાં ધારો કે ૬૦૦ મિલિમીટર વરસાદ પડ્યો તો ૩૦,૦૦૦ લિટર પાણી મળે, જે પૈકી કેટલુંક હાથમાં નથી આવતું એમ સમજી ગયા ખાતે માંડી વાળો તો પણ શું? આ પાણી વિના મૂલ્યેા મળ્યું તે મોટી વાત છે.
કેટલાંક વર્ષ પહેલાં ઉત્તર પ્રદેશની સરકારે ૩૦૦ ચોરસ મીટર કે તેથી વધુ વિસ્તાવરમાં બંધાયેલા મકાનોમાં વર્ષાજળ સંગ્રહની સિસ્ટશમ ફરજિયાત બનાવી હતી. પાઇલટ પ્રોજેક્ટનું અમલીકરણ સરકારે પોતે કર્યંુ અને લખનૌમાં સેંકડો સરકારી મકાનોને તે સિસ્ટેમ વડે સજ્જ કર્યા. હુકમ જારી કરાયાના થોડા જ દિવસમાં લખનૌના ૧,૦૧૯ જેટલાં ખાનગી મકાનોએ પણ વર્ષાજળ સંચયની સિસ્ટ મ અપનાવી. આ પ્રોજેક્ટની મોજૂદા સ્થિનતિ જે હોય તે ખરી, પણ ભારતના અન્યં રાજ્યોએ પણ ઉત્તર પ્રદેશનો ધડો લેવા જેવો છે.
વર્ષો પહેલાં ભારતનાં મકાનોમાં વર્ષાજળ સંગ્રહની જોગવાઈ કરવામાં આવતી હતી. ઉત્તર ગુજરાતમાં મહેસાણા જેવાં શહેરોમાં તથા દક્ષિણે કેરળ રાજ્યમાં આજે પણ જૂનાં મકાનોમાં ભૂગર્ભકુંડ જોવા મળે છે. બદલાતા સમય તેમજ બદલાતી વિચારસરણી સાથે આપણે જળસંચયની આદત ભૂલી ચૂક્યા છીએ. આજે તેને યાદ કરવાનો વખત એટલા માટે આવ્યો છે કે માથાદીઠ પ્રાપ્યૂજળના પુરવઠાનું આઝાદીથી લઈને આજ સુધીનું સરવૈયું તપાસો તો મામલો ચિંતાજનક છે.
૧૯પ૧માં દેશના નાગરિક માટે વાર્ષિક પ,૧૦૦ ઘન મીટર જળપુરવઠો પ્રાપ્યા હતો. (અહીં પ્રાપ્યા = હાથમાં એવું નહિ.) પચાસ વર્ષ પછી આંકડો ઘટીને ૧,૮૨૦ થયો, આજે તે ૧,૪૦૦ની આસપાસ છે, તો પચ્ચીાસ વર્ષ પછી ૧,૧૪૦ ઘન મીટરે આવી જવાનો છે.
ઇન શોર્ટ, ત્રીજું વિશ્વયુદ્ધ પાણી માટે લડાશે એમ (સાચી રીતે) ભલે કહેવાતું, પરંતુ પાણી માટે ઘરઆંગણે પાણીપત ન ખેલવું હોય તો પ્રજાને વર્ષાજળ સંચય વડે આત્મછનિર્ભર બનાવવી જોઈએ. સુનતે હો, મુખ્ય્મંત્રીજી? ■
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/35b4kG4
ConversionConversion EmoticonEmoticon