
શ્રી મદ્ આચાર્ય ચરણની ભારત વર્ષમાં (૮૪) બેઠકો છે. આધુનિક સમયમાં બેઠકજીમાં ઝારીજી ચરણ સ્પર્શ કરવા ભારતભરના વૈષ્ણવો આવે છે. જ્યાં જ્યાં શ્રી મહાપ્રભુજીએ શ્રીમદ્ ભાગવત કથાનું રસપાન કરાવ્યું તે સ્થળો શ્રી બેઠકજી સ્વરૂપે આજે વિદ્યમાન છે. આ બધાં પુષ્ટિમાર્ગનાં તીર્થ સમાન છે.
શ્રી મદ્ આચાર્ય ચરણની ભારત વર્ષમાં (૮૪) બેઠકો છે. આધુનિક સમયમાં બેઠકજીમાં ઝારીજી ચરણ સ્પર્શ કરવા ભારતભરના વૈષ્ણવો આવે છે. જ્યાં જ્યાં શ્રી મહાપ્રભુજીએ શ્રીમદ્ ભાગવત કથાનું રસપાન કરાવ્યું તે સ્થળો શ્રી બેઠકજી સ્વરૂપે આજે વિદ્યમાન છે. આ બધાં પુષ્ટિમાર્ગનાં તીર્થ સમાન છે.
શ્રી બેઠકજીનું વર્ગીકરણ કરતાં (૧) મહાપ્રભુજીના (૮૪) શ્રી ગુંસાંઈજીના ૨૮ શ્રી ગિરિધરજીના બેઠકજી (૦૪) શ્રી ગોકુલનાથની બેઠકજી (૧૩) શ્રી બાલકૃષ્ણલાલજીના બેઠક જી (૦૧) શ્રી રઘુનાથજીના બેઠકજી (૦૧) શ્રી હરિરાયજીના બેઠકજી (૭) શ્રી દામોદરદાસ હરસાનીજી બેઠકજી (૦૩) આમ કુલ (૧૪૨) મુખ્ય છે. આમ શ્રી મહાપ્રભુજીના પુષ્ટિમાર્ગમાં બેઠકજીનું ખુબ જ મહત્ત્વ છે. બેઠકજીનું પુષ્ટિ સંપ્રદાયમાં એવી દૃઢ માન્યતા છે કે આજે પણ શ્રી વલ્લભપ્રભુ સાક્ષાત્ બિરાજે છે. બેઠકજી આધિ દૈવિક સ્વરૂપ છે.
શ્રી મહાપ્રભુજીની કૃપા જીવ ઉપર થાય તો જ તેઓ બેઠકજીના આધ્યાત્મિક અને આધિ દૈવિક સ્વરૂપનાં દર્શન કરી શકે. વૈષ્ણવોની દૃઢ માન્યતા છે કે માત્ર આ માટીની કે આરસની ચોતરી નથી, પરંતુ શ્રી મહાપ્રભુજીનું સાક્ષાત્ સ્વરૂપ ભગવદ્ સ્વરૂપ છે. પુષ્ટિમાર્ગ નમ્રતા દીનતાનો માર્ગ છે. બેઠકજીમાં ઝારીજી ભરતાં પ્રભુના સુખ અને પ્રસન્નતાને પ્રાધાન્ય આપવામાં આવે છે. ઝારીજી ભરતી વખતે નીચે મુજબ શ્લોક બોલવાનો હોય છે.
હવેલીઓમાં કે મંદિરમાં વૈષ્ણવોને શ્રી ઠાકોરજીની સેવા શ્રી અંગની કરવાનો અધિકાર નથી.
સામ્રગી સિદ્ધ કરવાનો અધિકાર નથી. વૈષ્ણવો દ્વવ્યનો વિનિયોગ જ કરી શકે છે. જ્યારે બેઠકજીમાં વૈષ્ણવોને શ્રી મહાપ્રભુજીના શ્રી અંગની સેવા કરવાનો અને દૂધ ધરવો, સામગ્રી સિદ્ધ કરી આરોગાવાનો અધિકાર છે. વૈષ્ણવો સર્વ પ્રકારની તનુજ અને વિત્તજા સેવા પોતાને હાથે અંગીકાર કરાવી શકે છે.
પુષ્ટિમાર્ગના વૈષ્ણવો જેમણે બ્રહ્મસબંધ લીધો હોય તેજ ઝારીજીની સેવા કરી શકે છે. શ્રી મહાપ્રભુજીએ પોતાના બાવન વર્ષના જીવનકાળ દરમ્યાન બાર વર્ષથી શરૂ કરી ૩૦ વર્ષ સુધી ખુલ્લા ચરણારવિંદથી ચાલીને ત્રણ-ત્રણ ભારત પરિક્રમાઓ કરી હતી. સતત ૧૮ વર્ષ સુધી બ્રદિકેદારથી કન્યાકુમારી અને જગન્નાથપુરીથી દ્વારકા સુધીના સમગ્ર ભારતમાં ભ્રમણ કર્યું હતું. આમાં બધે જ શ્રીમદ્ ભાગવત પારાયણ કર્યું. દ્વૈત બ્રહ્મવાદ સ્થાપવાનો પ્રચંડ પુરૂષાર્થ કર્યો.
બેઠકજી દર્શનથી પ્રભુના અને ગુરૂના ચરણનો લાભ મળે છે. મહાત્મ્ય જ્ઞાાન થાય છે. શ્રી વલ્લભ ઉપર પ્રીતી જાગે છે. વૈષ્ણવોના જીવનમાં દીનતા આવે છે.
- બંસીલાલ જી.શાહ
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/352uJ8K
ConversionConversion EmoticonEmoticon