
શ્રી મદ્ ભાગવત્નાં મહાત્મયમાં આત્મદેવ- ધન્ધુકારિ અને ગોકર્ણનું આખ્યાન રૂપે વર્ણન આવે છે. આત્મદેવ બ્રાહ્મણો અનેક તપ કર્યા પછી ઘન્ઘુકારીને સ્વરૂપે પુત્ર પ્રાપ્ત થયો તે ઘન્ઘુકારી પિતાની સામે થઈ પિતા- માતાને માર મારી પૈસા લઈ જતો હતો ત્યાર પછી તેમણે હાથ દઈને બોલ્યો કે આના કરતા છોકરા ન હોત તો સારૂં હતું ત્યારે આવું અપમાન થયા પછી ગાયનાં ઉદરમાંથી જન્મેલ ગોકર્ણ મહારાજ પાસે રડતા રડતા પોતાની વ્યથા વ્યકત કરી અને ગોકર્ણે એને સાંત્વન આપતા જે ઉપદેશ આપ્યો તે 'ગોકર્ણગીતા' તરીકે ઓળખાય છે.
ગોકર્ણ મહારાજે કહ્યું કે
' હે પિતાજી, આ શરીર જે હાડ, માંસ, ચામડાનું બનેલું છે. એની આશક્તિ છોડો, એમાં હું પણ રાખો નહિં, એ અજ્ઞાાન છે શરીર આપણું હોત તો મર્યા પછી આપણે આપણું શરીર સાથે લઈ શક્તા હોત, પણ આપણે સાથે લઈ શક્તા નથી. કોઈ કંઈ લઈને જન્મતું નથી અને મરણ સમયે કોઈ કાંઈ સાથે લઈ જતું નથી.
મનુષ્ય કેવળ પોતાનાં કર્મોને સાથે લઈ જાય છે. અને જે સાથે નથી આવવાનું એ મેળવવા માટે કેવા ખોટા ખોટા કામો કરે છે, મર્ખતા તો જૂઓ માટે કર્મો કરતા વિચારવું જોઈએ. માટે કર્મ કરતા સાવધાન રહેવું.
પિતાજી દેહાભિમાન જ બધું કરાવે છે. ગૌકર્ણ સમજાવતા કહે છે કે ' જગતને ક્ષણભંગુર સમજો, ભક્તિમાં મનને પરોવો, ધર્મનું આચરણ કરો. સેવાનું કથાઓનું પાન કરો, વૈરાગ્યનાં શસ્ત્રથી માયા-મમતાનાં બંધનને છેદી નાખો.
પુત્ર- દેહ-ગેહ- આ બધાની આસક્તિને છોડી, લોકધર્મને છોડો. હવે તમારી ઉમર હવે સાંસારિક અને વ્યવહારિક કામો કરવા માટેની નથી, કામતૃષ્ણા છોડો અને હવે સાધુપુરુષોનો સત્સંગ કરો અને બીજાનાં ગુણ દોષો જોવાની વૃત્તિ છોડો.
'ભાગવત મહાત્મય આ.૪-૮૦'
પિતાજી, બહોત ગઈ થોડી રહી. ગંગા કિનારે જઈને ઠાકોરજીની સેવા કરો. મનને ક્ષોભ થાય ત્યારે કૃષ્ણલીલા કથામાં તલ્લીન થાઓ. પરદોષ દર્શનએ સેવામાં, ભક્તિમાં અને સત્કર્મમાં વિઘ્નરૂપ છે માટે પરદોષ દર્શનનો ત્યાગ કરો. હવે તમે ભગવાનનો આશ્રય લઈ ભગવાન મય જીવન ગાળો.
આત્મદેવ આ ગૌકર્ણનાં જ્ઞાાનમય ઉપદેશ સાંભળી ગંગાકિનારે આવી માનસી સેવા કરવા લાગ્યા અને મુક્ત થયા.
આપણે પણ આવી કૌટુંબિક, સાંસારિક, વ્યવહારીક મુંજવણમાં હોઈએ ત્યારે આ ઉપદેશ જીવનમાં ઉતારી કૃષ્ણાશ્રય થઈ જીવનને સન્માર્ગે વાળીએ તેવી પ્રભુને પ્રાર્થના.
- ડો.ઉમાકાંત જે.જોષી
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2GhXhkg
ConversionConversion EmoticonEmoticon