
કથામાં કહેવાયું છે કે બ્રહ્માના નિદ્રાકાળ નિમિત્તે પ્રલય થતાં, સમગ્રસૃષ્ટિ 'સમૃદ્ધ' બની ગઈ. તે વખતે એક બળવાન અસૂરે નિદ્રાધીન બ્રહ્માના મુખમાંથી વેદો લઇ લીધા તે સમુદ્રમાં જતો રહ્યો. એ વેદોને પાછા લાવવા ભગવાને માછલાનું રૂપધારણ કર્યું. સમુદ્રમાં પ્રવેશી તે રાક્ષસને મારી વેદો પાછા લાવી બ્રહ્માને સોંપી, સમુદ્રમાં વિહાર કરવા લાગ્યા.
ધ ર્મનું પુનઃસ્થાપન કરવા અને જીવોના ઉદ્ધાર માટે પરમાત્મા અવતાર ધારણ કરે છે. આપણાં ધર્મશાસ્ત્રોમાં ૨૪ અવતારોની કથા છે. ભગવાનના અવતારોની કથા સાંભળી જીવન સુધરે છે. અવતાર શ્રેષ્ઠોએ જે 'જીવનધર્મ' બતાવ્યો તે જીવનમાં ઊતારવો જોઇએ. શ્રીમદ્ ભાગવતના અષ્ટમસ્કંધના અધ્યાય-૨૪માં ૨૪ અવતારોની કથા છે. 'પરમાત્મા' શબ્દનો એક એક અક્ષર જુદી જુદી સંખ્યા બતાવે છે ને તેનો કુલ આંકડો ૨૪ થાય છે. ૫ = પાંચ, ૨ = બે, મા = સાડાચાર ૮ = આઠ, છેલ્લે મા = સાડાચાર તેનો સરવાળો ૨૪ થાય.
દસમો અવતાર 'મત્સ્યનારાયણનો' ગણાય છે. આ અવતાર ક્ષાત્રધર્મનો આદર્શ બતાવવા માટે થયેલો છે. અલ્પકાળ તથા અલ્પજીવના ઉદ્ધાર માટે અવતાર થાય છે તે અંશાવતાર ગણાય છે.
સૃષ્ટિના રક્ષણ માટે પરમેશ્વર જાતજાતનાં અવનવા શરીર ધારણ કરે છે. પ્રભુની અદ્બુત... ન સમજાય તેવી લીલા છે. જેમ વાયુ ઉચ્ચ-નીચ સર્વ પ્રાણીઓમાં ફરે છે છતાં તે 'અલિપ્ત' રહે છે. તેમ સર્વ પ્રાણીઓમાં ઇશ્વર નિયંતા તરીકે રહે છે. પોતે નિર્ગુણી હોવાથી ઉચ્ચ-નીચપણાને પામવાનું હોતું નથી.
કથામાં કહેવાયું છે કે બ્રહ્માના નિદ્રાકાળ નિમિત્તે પ્રલય થતાં, સમગ્રસૃષ્ટિ 'સમૃદ્ધ' બની ગઈ. તે વખતે એક બળવાન અસૂરે નિદ્રાધીન બ્રહ્માના મુખમાંથી વેદો લઇ લીધા તે સમુદ્રમાં જતો રહ્યો. એ વેદોને પાછા લાવવા ભગવાને માછલાનું રૂપધારણ કર્યું. સમુદ્રમાં પ્રવેશી તે રાક્ષસને મારી વેદો પાછા લાવી બ્રહ્માને સોંપી, સમુદ્રમાં વિહાર કરવા લાગ્યા.
તે વેળા 'સત્યવ્રત' મહાન રાજર્ષિ થઇ ગયા. આ સત્યવ્રત, સૂર્યપુત્ર શ્રાદ્ધેય તરીકે પ્રક્યાત થયા. પરમાત્મા શ્રી હરિએ તેમને 'મનુ' બનાવ્યા.
આ સત્યવ્રત રાજા કૃતમાલા નદીમાં જળતર્પણ કરતા હતા. તેમના ખોબાના પાણીમાં એક મત્સ્ય (માછલું) આવી ગયું. રાજાએ માછલાને પાણીમાં નાખી દીધું ત્યારે પેલા મતસ્યે કહ્યું, હે રાજન ! મને આ જળમાં ન નાખો.
દયાળુ રાજાએ તેને કમંડળમાં નાખ્યું. માછલું તો એકદમ મોટું થઇ ગયું.એમ કરતાં કરતાં મોટા અખૂટ જળાશયમાં નાખ્યું. રાજાને થઇ ગયું કે આ તો સાક્ષાત્ ભગવાન જ હોવા જોઇએ. તેથી તેણે ભગવાનની સ્તુતિ કરી. ત્યારે મત્સ્યસ્વરૂપે રહેલા ભગવાને કહ્યું, 'હે રાજન્ ! ત્રણએ લોક હજુ વધુ પાણીમાં ડૂબવામાં છે. તે વખતે તારી પાસે એક મોટી નૌકા આવશે.
એ વખતે તું ઉચ્ચ-નીચ સમસ્ત પ્રાણીઓને, સૂક્ષ્મ શરીરોને, ધાન્ય, વનસ્પતિ, વિવિધ બીજને, તતા સપ્તર્ષિઓને તે નૌકમાં લઇને પ્રલયના પાણીના મહાસાગરમાં ઋષિોના તેજથી નિર્ભય બની ફરજે. જ્યારે ભયંકર વાયુથી તારી નૌકાને મારી સાથે બાંધઝે. હું સૌનું રક્ષણ કરીશ.' એ પ્રલયકાળમાં સૃષ્ટિના પ્રત્યેક જીવનું રક્ષણ ભગવાને કર્યું ... ને પાછી સૃષ્ટિની નવરચના થઈ.
ઇશ્વર જેવો કોઈ અન્ય રક્ષક નથી. એવી ઇશ્વર ઉપર પ્રબળ શ્રધ્ધા રાખી પુરુષાર્થ વધારી, પ્રભુને ગમે તેવું જીવન જીવવું. આત્મબળ વધારવું જગન્નિયંતા કોઈપણ સ્વરૂપે આવે છે તેથી ભેદભાવ વિના સર્વમાં ઇશ્વરનાં દર્શન કરવાં.
જે ભગવાને બ્રહ્માને વેદો પાછા આપ્યા, સત્યવ્રત રાજાને તથા સપ્તર્ષિઓને બ્રહ્મજ્ઞાાાનનો ઉપદેશ કર્યો, પ્રલયકાળમાં સૃષ્ટિ બચાવી એવા સમગ્ર જગતના કારણ અને લીલાથી મત્સ્ય બનેલા ભગવાનને પ્રણામ હો.
- લાભુભાઈ ર. પંડયા
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/32OyjAE
ConversionConversion EmoticonEmoticon