બ્રાડ પીટ્ટ એનાથી અડધી ઉમરની નિકોલ પોટુરાલ્સ્કી દિલ દઇ બેઠો


અમેરિકન એક્ટર અને ફિલ્મ પ્રોડયુસર બ્રાડ પીટ્ટ હવે સિંગલ નથી એ સમાચાર બની ગયા છે. એના નવા લેડી લવનું નામ છે નિકોલ પોટુરાલ્સ્કી જે એક જર્મન મોડેલ છે. 

૫૬ વરસના ઓસ્કાર વિજેતા બ્રાડ પીટ્ટ અને નિકોલે તાજેતરમાં ફ્રાન્સના દક્ષિણી તટ પર એક નાનુ વેકેશન માણ્યુ હતું. નિકોલની ઉંમર માગ ૨૭ છે.

જો કે આ ૨૯ વરસની મોડેલ પાંચ ભાષાઓ ઉપર પ્રભુત્વ ધરાવે છે અને સંખ્યાબંધ સામાજિક કામો સાથે જોડાયેલી છે. એટલે એમ કોઇ નથી માનતું કે બ્રાડ પીટ્ટની પર્સનાલિટીથી ફિદા થઇને એ રીલેશનશિપમાં રહેવાની ભૂલ કરી  બેઠી છે. એ ખાસ્સી ઇન્ટેલિજન્ટ છે. નિકોલ એક સંતાનની માતા પણ છે. જેના પિતા વિશે એમે હજી ફોડ નથી પાડયો.

ઉલ્લેખનીય છે કે બ્રાડ પીટ્ટ એક સમયે એન્જિલિના જોલીનો પતિ હતો. હોલીવુડની આ ઓલટાઇમ સોહામણી જોડીએ ચાર વરસ પહેલા ડાઇવોર્સ લીધા છે. જો કે નિકોલ અને બ્રાડએ સંબંધોની સત્તાવાર પુષ્ટિ નથી કરી.



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3lNKZjQ
Previous
Next Post »