
ન્યૂયોર્ક,1,સપ્ટેમ્બર,2020,મંગળવાર
એચઆઇવી વાયરસથી થતા એઇડઝની દુનિયામાં કોઇ જ સારવાર શોધાઇ નથી. કેટલીક દવાની મદદથી જીવન દોર લંબાવી શકે છે પરંતુ ઇમ્યૂન સિસ્ટમ નબળી પાડતા વાયરસનો નાશ થતો નથી. જો કે કોઇ પણ સારવાર વિના એચઆઇવી દર્દી સાજો થતા વૈજ્ઞાાનિકો અને તબીબોને નવાઇ લાગી છે. અગાઉ બે વાર એવી ઘટના બની હતી જેમાં બોનમેરો ટ્રાન્સફર કર્યા પછી વાયરસ ફરી શરીરમાં આવ્યો ન હતો પરંતુ કોઇ જ સારવાર વીના એની જાતે જ એચઆઇવી વાયરસે એકઝિટ કરી હોય તેવું પ્રથમ વાર બન્યું છે કદાંચ ઇમ્યૂન સિસ્ટમે જ તેનો નાશ કરી દીધો છે.

સાયન્સ પત્રિકા નેચરમાં પ્રકાશિત માહિતી મુજબ તબીબોએ શરીરમાં રહેલી ૧૫૦ કરોડ કોશિકાઓની તપાસ કરી હતી. ત્યાર પછી એઇડઝના દર્દીને ઇસીટુ નામ આપવામાં આવ્યું હતું. આ દર્દનું શરીર એચઆઇવી વાયરસ મુકત હતું તેનો અર્થ એ થયો કે શરીરે જ તેને ખતમ કરી નાખ્યો છે. આ ઉપરાંત બીજા એક એઇડઝના દર્દીની ૧૦૦ કરોડ કોશિકાઓની તપાસ કરવામાં આવી જેમાં તબીબોને માત્ર એક વાયરસ સક્રિય જોવા મળ્યો હતો. જો કે સક્રિય લાગતો આ વાયરસ પણ જેનિટકલી નિષ્ક્રિય જણાતો હતો.આનો અર્થ એવો પણ થયો કે એઇડઝના બંને દર્દીઓની જીનેટિક એવા છે કે એચઆઇવી સંક્રમણ આપમેળ જ દૂર થયું હતું.

આ તપાસ પછી વૈજ્ઞાાનિકોએ આ બંનેને એલિટ કંટ્રોલરનું નામ આપ્યું હતું. આ એવા લોકો છે જેમના શરીરમાં વાયરસ છે પરંતુ નિષ્ક્રિય છે અથવા તો એટલા ઓછા પ્રમાણમાં છે તેની શરીર પર કોઇ જ અસર થતી નથી. આનો અર્થ કે ઇમ્યૂન સિસ્ટમ ખૂબજ ઝડપથી વિકસિત થઇ શકે છે. વિશ્વમાં ૩.૫૦ કરોડ લોકો એચઆઇવી વાયરસથી સંક્રમિત છે.
જેમાંના મોટા ભાગના એવા છે જેમને એન્ટીરેટ્રો વાયરલ એટલે કે એચઆઇવીની દવાથી રાહત થાય છે પરંતુ દવા વિના રોગ મટી તે તો સાવ અશકય જેવું જણાય છે. કેલિફોર્નિયામાં વૈજ્ઞાાનિકોએ ૬૪ જેટલા એલિટ કંટ્રોલરના શરીરમાં એચઆઇવી સંક્રમણનો સ્ટડી કર્યો હતો જેમાંના ૪૧ રોજ એન્ટી રેટ્રો વાયરલ દવા લેતા હતા પરંતુ જેને ઇસીટુ નામ આપવામાં આવ્યું હતું તે દર્દીએ કોઇ જ દવા લેતો ન હતો તેમ છતાં તેનામાં એચઆઇવી વાયરસ જોવા મળ્યો ન હતો.
from Science technology News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3bf7vgG
ConversionConversion EmoticonEmoticon