
-પપ્પા સાજાસારા છે, પુત્રે રદિયો આપ્યો
-રેડિયો સિલોને કરોડો લોકોને ઘેલા કર્યા હતા
મુંબઇ તા.1 સપ્ટેંબર 2020 મંગળવાર
1950 અને ’60ના દાયકામાં રેડિયો સિલોન પર આવતા બિનાકા ગીતમાલા કાર્યક્રમોની વિશિષ્ટ રીતે પ્રસ્તુતિ કરનારા એનાઉન્સર અમીન સયાની મુંબઇમાં મૃત્યુ પામ્યા હોવાની અફવાએ સયાનીના લાખો ચાહકોને શોકાતુર કરી મૂક્યા હતા. ઘણા લોકોએ તો સયાનીને શ્રદ્ધાંજલિ પણ અર્પણ કરવા માંડી હતી.
જો કે સયાનીના પુત્રે તરત આ સમાચારને રદિયો આઐપ્યો હતો અને કહ્યું હતું કે મારા પપ્પા સાજાસારા છે. એમને કશું થયું નથી. ખરજના ઘુંટાયેલા કંઠ દ્વારા અને પોતાની આગવી રજૂઆત દ્વારા અમીન સયાનીએ રેડિયો સિલોનના કાર્યક્રમોને જબરદસ્ત લોકપ્રિય બનાવ્યા હતા. હિન્દી ફિલ્મોના સુવર્ણયુગના હજારો ગીતોના દુનિયાભરમાં ફેલાયેલા ચાહકો અમીન સયાની દ્વારા રજૂ થતા કાર્યક્રમો માણવા કાગને ડોળે વાટ જોતાં હતાં.
સયાનીના પુત્ર રાજિલ સયાનીએ સોશ્યલ મિડ઼િયા પર મૂકેલી પોસ્ટમાં જણાવ્યું હતું કે ઑગષ્ટની 31મીની રાત્રે દસ વાગ્યે મારા પપ્પા સાજાસારા હતા અને ટેલિવિઝનની મોજ માણી રહ્યા હતા. રાજિલે વધુમાં કહ્યું હતું કે ચાલુ વર્ષના માર્ચની 16મી પછી મારા પપ્પા ઘરની બહાર નીકળ્યા નથી. અમીન સયાની રેડિયોની દુનિયાના જાદુગર ગણાયા હતા. ખાસ કરીને દર બુધવારે રાત્રે આઠ વાગ્યે રજૂ થતો બિનાકા ગીતમાલા પ્રોગ્રામ તો દુનિયાભરના સંગીતપ્રેમીઓ માટે ભગવાનની ભક્તિ જેવો અતૂટ બની રહ્યો હતો.
from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/34PYc5K
ConversionConversion EmoticonEmoticon