લેફ્ટહેન્ડર્સ લાઈફ : ડાબા હાથનો ખેલ


હાથ હવા જો ના ઝાલે તો દઇ દે ડાબા હાથની એક.

સીધે રસ્તે ના ચાલે તો દઇ દે ડાબા હાથની એક.

દરિયાએ તો  ખોટેખોટો ઢંઢેરો પીટવ્યો છે ભાઇ,

નાચે નહિ ઝરણું તાલે તો દઇ દે ડાબા હાથની એક.

પૃથ્વીના હિસ્સાના તકડામાંથી મુઠ્ઠીભર તડકો પણ,

સૂરજ જો ગજવે ઘાલે તો દઇ દે ડાબા હાથની એક.

લોકને પૈસે રાજપાટની  રમતોમાં જે લીન થયા , 

મસ્ત બની ને  બહું મ્હાલે તો દઇ દે ડાબા હાથની એક.

-રમેશ ચૌહાણ

ડા બેરી નામ સાંભળતા જ કેટલાકના નાકનું ટેરવું ચડી જતું હોય છે. પણ ડાબેરીનું પ્રદાન ડાબા કાને કાઢી નાખવા જેવું નથી. ભારતીય સંસદમાં વ્યવસ્થા પ્રમાણે જે પક્ષ સત્તામાં હોય એ જમણી બાજુ બેસે અને જે વિપક્ષ હોય એ ડાબી બાજુ બેસે છે. વિશ્વના કેટલાક દેશોની સંસદમાં પણ આ વ્યવસ્થા પ્રવર્તમાન છે. આ રીતે વિરોધ પક્ષમાં બેસવાને કારણે ડાબેરી વિચારધારા ન હોવા છતાં પણ ડાબેરી તરીકે ઓળખાવું પડે છે. લાંબા જોડે ટૂંકો જાય, મરે નહીં તો માંદો થાય... જો કે જે દેશમાં વિરોધપક્ષ મજબૂત એટલી એની પ્રગતિ.. આપણે ત્યાં અત્યારે વિરોધપક્ષ જેવું છે જ નહીં... અવાજ વગર પડઘા ક્યાંથી પડે ? ડાબેરી અને જમણેરી શબ્દને વિરુધાર્થી ગણવામાં આવે છે પણ એકબીજાના પૂરક છે.

એક પગે ચાલી શકાતું નથી. ડાબા અને જમણા પગનું સાયુજ્ય રચાય તો જ ગતિ અને પ્રગતિ શક્ય બને છે. સામ્યવાદ સામે સંસ્કારવાદની લડાઈ નથી પણ બંને વિચારધારામાં જે ખામીઓ છે એને દૂર કરી શકીએ તો આદર્શ રાષ્ટ્રનું નિર્માણ થઇ શકે. 'જે જમણેરી નથી એ બધાની વિચારધારા ડાબેરી છે' એ તર્ક ખોટો છે. કેટલાક મધ્યસ્થ છે. ન આ કાંઠે કે ન પેલા કાંઠે... 'રાઈટિસ્ટ જે વાત કરે એનો વિરોધ કરે એ લેફ્ટિસ્ટ' એ વાત પણ ખોટી છે. 

આર્થિક સિદ્ધાંતોના અધપતિ અને ક્રાંતિકારી કલમકશ કાર્લ માર્ક્સથી આખી  ૨૦મી સદી પ્રભાવિત રહી છે. વર્ષો પહેલા એમણે કહ્યું હતું કે સરકાર અને ઉદ્યોગપતિ  સાંઠગાંઠ ન કરી લે એનું ધ્યાન પ્રજાએ રાખવાનું છે. ૧૭૮૯માં ફ્રાન્સની નેશનલ એસેમ્બલી બેઠકમાં કેટલાક લોકોએ લોકશાહીની માગણી કરી. રાજા લુઈ-૧૬મા એ કહ્યું કે જેમને રાજાશાહી સ્વીકાર્ય છે એ જમણી બાજુ બેસે અને જેમને લોકશાહી ગમે છે એ ડાબી બાજુ બેસે. આમ ડાબેરી શબ્દના બીજ વવાયા.

સૌ પ્રથમ ૧૯૭૬ માં લેફ્ટહેન્ડર્સ ઇન્ટરનેશનલ, ઇન્ક. ના સ્થાપક ડીન આર. કેમ્પબેલ દ્વારા આંતરરાષ્ટ્રીય લેફ્ટ હેન્ડર્સ ડે મનાવવામાં આવ્યો હતો. દર વર્ષે ૧૩ ઓગસ્ટના રોજ ડાબી બાજુના હાથની વિશિષ્ટતાના સન્માનમાં ઉજવવામાં આવે છે. વિશ્વમાં લગભગ ૭૦૮ મિલિયન ડાબોડી લોકો છે. લેફ્ટીઝ વિશ્વની વસ્તીના ૧૧ ટકા છે.

ડાબા-હાથમાં સ્કિઝોફ્રેનિઆ થવાની સંભાવના રહેલી છે એને દૂર કરવા વૈજ્ઞાાનિકો પ્રયત્નશીલ છે. પુરુષો ીઓ કરતાં ડાબોરી  રહેવાની સંભાવના વધારે છે. 'ડાબેરી હોય એ હોશિયાર હોય' એવી માન્યતાના પગલે કેટલીક માતાઓ બળજબરીપૂર્વક પોતાના દીકરાને ડાબેરી બનાવે ત્યારે કહેવાનું મન કે ભગવું પહેરે એ બધા સાધુ ન હોય. કેટલાક બેય હાથે લખી શકે છે.

પરીક્ષામાં બેય હાથે લખીને પ્રથમ ન આવી શકો એ જુદી વાત છે. કોઈ ડાબા ગાલે થપ્પડ મારે તો જમણો ગાલ નહીં ધરવાનો પણ સામેવાળાના બંને ગાલે મારવાની મુન્નાભાઇની માન્યતા છે. સરળ કામ હોય એને કહીએ છીએ કે 'ડાબા હાથનો ખેલ છે' તો ડાબેરીઓ સરળ કામને એમ કહેતા હશે કે 'જમના હાથનો ખેલ છે' ભૂતકાળમાં, લેફ્ટ હેન્ડરોને રાઈટ હેન્ડર્સ બનવાની ફરજ પાડવામાં આવતી હતી.

અમેરિકન ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ હેરી એસ ટમમેન બાળપણમાં ડાબોડી હતા પણ માતાપિતાએ તેમને જમણેરી કરવાની ફરજ પડી હતી. વિક્ટોરિન યુગના સમયમાં બ્રિટનનું બાળક જો ડાબેરી હોય તો તેને જમણેરી બનાવવાનો પ્રયત્ન થતો હતો. જો કે આજે તો બ્રિટનમાં 'એનિથિંગ લેફ્ટ હેન્ડેડ'  સ્ટોર્સ ઉપલબ્ધ છે. પહેલા લેફ્ટહેન્ડર્સની મજાક પણ ઉડાડવામાં આવતી હતી. અર્ધનારેશ્વરમાં ડાબું અંગ સ્ત્રીનું છે અર્થાત્ બંનેનું એટલું જ મહત્વ છે. 

તાજેતરમાં ધોનીએ ક્રિકેટને અલવિદા કહી તો ડાબા હાથને ઝટકો લાગ્યો હતો. વિશ્વના મહાન ખેલાડીઓમાં એમનું સ્થાન છે. એના ડાબા હાથે મારેલા ગગનચુંબી છક્કા લાગતા ત્યારે સામેની ટીમના છક્કા છૂટી જતા હતા. ક્રિકેટમાં જયારે સામસામે ખેલાડી ડાબોડી અને જમણેરી હોય ત્યારે ફિલ્ડર્સને મુશ્કેેલી પડતી હોય છે.

ડાબોડી ખેલાડી હંમેશા ડાબી (દિલ) સાઈડથી રમતા હોય છે એટલે શ્રે રમત રમે છે. ગયા વર્ષે મુંબઈમાં  ઇન્ટરનેશનલ લેફ્ટહેન્ડર્સની ઉજવણીના ભાગ રૂપે મુંબઈના યુવા લેફ્ટહેન્ડર્સ મળ્યા હતા અને એ કાર્યક્રમમાં સચિન તેંડુલકરની છબી મુકવામાં આવી હતી. સચિન ભલે જમણા હાથે બેટિંગ કરતો હોય પણ તે જમવામાં અને લખવામાં ડાબા હાથનો જ ઉપયોગ કરે છે. એ રીતે એ પણ ડાબોડી જ થયો ને.

રાઇડિંગ લેસન્સના બેસ્ટ સેલિંગ લેખક સારા ગુ્રએન 'વોટર ફોર એલિફન્સ'માં ડાબા હાથે લખનારનું સુંદર વર્ણન કરે છે...I scan the room. Catherine is writing quickly, her light brown hair falling over her face. She is left-handed, and because she writes in pencil her left arm is silver from wrist to elbow.  જયારે લેફ્ટહેન્ડર્સ ધાર્મિક ઉત્સવમાં પ્રસાદ લેવા માટે કે ડાબો હાથ લંબાવતા મળે છે ત્યારે એને ટપારવા અને ટોકવામાં આવ્યા છે. ડાબા હાથને અશુભ માનવામાં આવે છે. પણ એનો ડાબો હાથ જ એમના જમણા હાથનું કામ કરે છે એટલે એના માટે તો ડાબી સાઈડ શુભ. 

મોટાભાગની વસ્તુઓ જમણેરીને ધ્યાનમાં રાખીને બનાવેલી છે. ત્યારે લેફ્ટહેન્ડર્સને મુશ્કેલી પડતી હોય છે. કમ્પ્યૂટર કીબોર્ડથી કાતર સુધીની અનેક વસ્તુઓ જમણેરીને ધ્યાનમાં રાખ્યા છે. સામુદ્રિક શાસ્ત્ર અનુસાર ડાબોડીના ચંદ્રના ગ્રહ બળવાન હોવાને કારણે એનો ગ્રાસ્પિંગ પાવર શાર્પ હોય છે. પીટર કોલ સી કહે છે કે  ડાબા-હેંડન્ડર્સ અલગ નથી કારણ કે તે અનન્ય છેત તેઓ અનોખા છે કારણ કે તેઓ જુદા છે.'

આવજો...

ચારિત્ર્યથી બુદ્ધિ આવે છે, બુદ્ધિથી ચારિત્ર્ય નથી આવતું.  

- સ્વામી વિવેકાનંદ



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3gLP4l7
Previous
Next Post »