
ફિલ્મસર્જકો વ્યસ્ત છે શુટીંગમાં મુંબઈથી દૂર!
કો વિદ-૧૯ની મહામારીને પગલે અગણિત લોકો લોકડાઉનથી ત્રાસી ગયા છે અને આ લોકડાઉનનો ક્યારે અંત આવે એની રાહ જોઈ રહ્યા છે. અમેરિકા સહિત અનેક દેશોમાં આ અંગે વિરોધ-તોફાનો પણ થયા છે, પણ લોકડાઉનને સ્વીકારવું અને સોશિયલ ડિસ્ટિન્સિંગ પાળવી આપણા જ હિતમાં છે એવું જાણ્યા પછી ઘણાં દેશોમાં આ વિરોધ શાંત પડયો છે. આપણા દેશમાં પણ છેલ્લાં ત્રણ મહિનાથીય વધુ સમયથી લોકડાઉન અમલી છે તેથી લોકો કંટાળી ગયા છે. આટલું ઓછું કોય તેમ રેલવે સેવા ૧૨ ઓગસ્ટ સુધી બંધ કરવાની જાહેરાત થઈ છે. એટલે ઘરમાં ભરાયેલી વ્યક્તિને વધુ ઉકળાટ થવાનો છે.
જો કે આ બધા વચ્ચે બોલીવુડના છ જેટલા ફિલ્મસર્જકો છેલ્લાં કેટલાંય મહનાથી મુંબઈની બહાર છે, એની જાણ ઘણાં ઓછાને હશે. જો કે આ ફિલ્મસર્જકોને પૂછવામાં આવ્યું ત્યારે કબૂલ્યું સુધ્ધા કે અમે અમારા કામના સ્થળોથી ઘણાં સમયથી દૂર છીએ અને અત્યારે સર્જનાત્મક કામોમાં ગળાડૂબ છીએ અને ઇમોશનલી અત્યંત સંતૃષ્ઠ થઈ રહ્યા છીએ. આ ફિલ્મસર્જકોમાં શૂજિત સરકાર, અભિરાજ મીનાવાલા, અનીસ બાઝમી, સંજય ગુપ્તા, અલી અબ્બાસ ઝફર અને હંસલ મહેતાનો સમાવેશ થાય છે. જોઈએ તેઓ શું કરે છે અને અત્યાર સુધીમાં કેટલું કામ કરી ચૂૂક્યા છે.
અત્યંત સરળ છે, જીવન કામથી ભરપૂર છે : સુજિત સરકાર
લોકડાઉનનો અમલ શરૂ થયો તેના ઘણા સમય પહેલાંથી હું કોલકાતા આવી ગયો હતો. બસ, ત્યારથી અત્યંત સરળ રીતે જીવન વીતી રહ્યું છે. આ સાથે જ, વ્યસ્ત, શિસ્તબધ્ધ જીવન, રોજંદા કામથી જીવન અત્યંત વ્યસ્તતા છે. હા, કેટલાંક કલાકો મળે છે ત્યારે વાંચું છું, ડોક્યુમેન્ટરી જોઈ લઉં છું અને પ્રાંગણમાં ગાર્ડન છે, એમાં પણ કામ કરી લઉ છું. સૌથી મોટી થ્રિલ તો એ છે કે મારે મારી બાળકીઓ માટે વહેલા નથી ઉઠવાનું, તેમનું ટિફિન નથી તૈયાર કરવાનું અને આખો દિવસ તેમના ફરતે આંટા નથી મારવાના.
આ સિટી ઓફ જોયમાં મારી છેલ્લી ફિલ્મ 'ગુલાબો-સિતાબો' રિલિઝ થઈ અને અત્યારે કરી રહ્યો છું આગામી ફિલ્મ 'સરદાર ઉત્તમસિંહ'ના પોસ્ટ ્રોડક્શનનું કામ. અમે છેક ગયા ડિસેમ્બરે આ બાયોપિકનું શુટિંગ પૂૂરું કરી નાખ્યું હતું અને આઠ જૂને મારા એડિટર અને એક માત્ર આસિસ્ટન્ટે તેનું કામ શરૂ કર્યું છે. અમે બંને વીડિયો કોલ, ટેકસ્ટ અને એપથી જોડાયેલા રહીએ છીએ જેનાથી હું એડિટેડ થયેલા કન્ટેન્ટને જોઉં છું - ફ્રેમ બાય ફ્રેમ અને જરૂર જણાય ત્યાં કોમેન્ટ આપું છું.
મારો કમ્પોઝર શુતાંષુ મોઈત્રા તેના ઘરથી મારી સાથે સંપર્કમાં રહે છે તેના મ્યુઝિશિયનો અને એરેન્જરોની ટીમ સાથે. દરમિયાન વિજ્યુઅલ ઇફેક્ટનું કામ પણ શરૂ થઈ ગયું છે અને કોલકોતા ટેક્નિશિયનો તથા યુરોપના નિષ્ણાતો સાથે આવતે મહિને અથવા એ પછીના મહિના સાઉન્ડ જિઢાઈનનું કામ શરૂ થશે. મારા પેમિલી સાથે કોલકાતામાં આનંદિત છું મારી ફિલ્મોનું કામકાજ હજુ ચાલુ જ છે ત્યારે આત્મમંથન અને રિફલેક્શન માટેનો સમય ખૂબ સારી રીતે વીતી રહ્યો છે.
લોનાવલામાં હું ઘણો કાર્યક્ષમ રહું છું : હંસલ મહેતા
લોકડાઉન શરૂ થવા પહેલા જ હું મારા પરિવારજનો સાથે લોનાવલાની ભાગોળે આવેલા મારા બીજા ઘરે આવી પહોંચ્યો હતો અને ત્યારથી અત્યાર સુધી અહીં જ છું. અમે ચાર જણાએ ઘરની જવાબદારીઓ સરખેભાગે વહેંચી લીધી છે. મારે દિવસમાં ત્રણવાર રસોઈ બનાવવાની છે અને કીચન સાફ કરવાનું છે. હું તાજી શાકભાજી અને વસ્તુઓ અહીની માર્કેટમાંથી જ લઈ આવું છે અને વિકએન્ડમાં અમે પુલાવ, બટર ચીકન, નિહારી અને લાલ માંસની વાનગી બનાવીએ છીએ. મને ઘરેથી કામ કરવાનું ઘણં ગમે છે. જેમાં મારો સર્જનાત્મક રસ વધુ ઝરે છું. હું વીકલી કેચ-અપ મિટિંગો મારા શો અને આગામી ફિલ્મ 'છલાંગ' માટે રાખું છું. આ સાથે જ લેખકો અને આગામી ફિલ્મ જેનું દિગ્દર્શન હું કરવાનો છું તેના કલાકારો સાથે મિટિંગ રાખું છું. જેું કામકાજ એપ્રિલથી શરૂ થવાનું હતું. આ પ્રોડ ક્ટિવ ટાઈમ છે. મેં બે સ્ક્રીપ્ટ તૈયાર કરી નાખી છે. મને મુંબઈ પાછા ફરવાની બહું ઉતાવળ નથી. કેમ કે હું અહીં ઘણો કાર્યક્ષમ બની જાઉં છું. પણ શક્ય એટલે વહેલોય ફરવા માગું છું કેમ કે મારે બધાની તૈયારી કરવાની છે. હું પાછો ફરીશ.'
અમે શુટિંગ શરૂ કરીશું એટલે લોનાવલાથી પાછો ફરીશ : અનીસ બાઝમી
સામાન્ય રીતે અમે વિક-એન્ડ લોનાવલામાં અમારા બંગલામાં ગાળીએ છીએ. ૧૫ માર્ચે હું મારા ફેમિલી સાથે અહીં આવી ગયો હતો. મુંબઈમાં કોઈ કામ નહીં હોવાથી અહીં આવ્યો હતો અને થોડા દિવસ વધુ રોકાવાનું નક્કી કર્યું હતું. હું માત્ર ત્રણ-ચાર દિવસના કપડાં લઈને જ આવ્યો હતો. આ પચી લોકડાઉન જાહેર કરાયો અને ત્યારથી અહીં જ છું. હવે મને આ જ કપડાં વારંવાર પહેરવામાં કશો વાંધો નથી આવતો.
મને મુંબઈ સાથે સ્પેશિયલ કનેકશન છે, પણ લખવા માટે હું વારંવરા અહીં આવું છું. રહેવા માટે આ સારું સ્થળ છે અને મારા બાળકો સાથે અહીં ક્વોલિટી સમય પસાર કરું છું મારા પુત્રને ફિટનેશની ઘેલચા છે અને પુત્રીને યોગાની. તેઓ બંને મને તેમની સાથે જોઈન્ટ કરે છે. કુટુંબજીનો સાથે જમવામાં કેટલો સંતોષ મળે છે, તેનો અનુભવ મેં અહીં કર્યો.
મારી પાસે ઘણાબધા પ્રોજેક્ટ હતા, જેના પર મેં કામ કર્યું અને અહીં રહેવાથી સારુંએવું કામ પૂરું પણ થઈ ગયું. મુંબઈ પાછા પરવાની મને કોઈ ઉતાવળ નથી. મેં મારા 'ભૂલ ભૂલેયા-૨' ફિલ્મના નિર્માતાઓને કહી દીધું છે કે તમે શુટિંગની શરૂઆત કરો ત્યારે મને બોલાવાનો છું પાછો ફરીશ આમ છતાં મને નથી લાગતું કે એકાદ મહનામાં બધું ફરી શરૂ થશે. આથી અમારે ફરી લખનઉ જવું પડશે અને શુટિંગનું કામ પુરું કરવું પડશે. હું અમારા ભવિષ્યની કામગીરી અંગે વીડિયો કોલ પર વાતચીત કરી લઉં છું.
'99 પછી મેં દહેરાદૂનમાં આટલો લાંબો સમય વિતાવ્યો નથી : અલી અબ્બાસ ઝફર
હું નસીબદાર છું કે મુંબઈથી વહેલો નીકળી ગયો. '૯૯માં કોલેજ જવા મેં દહેરાદૂન છોડયું. આ પછી હું કદીય આટલો લાંબો સમય દહેરાદૂનમાં રોકાયો નથી. જો કે આ મારા માટે આશીર્વાદ છે કે આટલો સમય હું નવા ઘરમાં રહી શક્યો, જેને મેં મારા માતાપિતાને ભેટ આપ્યું છે. તેઓ પણ આ જ શહેરમાં મોટા થયા છે અને આ નગર મારા હૃદયથી પણ વધુ નિકટ છે. આપણાં માટે નાના ફેરફાર માટે આ નગર ઉત્તમ છે કેમ કે તેની આસપાસ પહાડીઓ અને નિસર્ગ છે.
મને ઘણ ઉંઘની જરૂર છે અને તાજી હવા અને લખવા માટે ઘણા બધા સમયની જરૂર છે. મેં મારી બધી ફિલ્મો દહેરાદૂન અથવા તો મસરીમાં જ લખી છે. મુંબઈથી થોડા દિવસ બહાર જવા આ નગરની જ પસંદગી કરું છું. આ વખતે હું કેટરિના કેફને સુપરહીરો તરીકે રજૂ કરતી ફિલ્મની સ્ક્રીપ્ટ અહીં જ લકી છે. લોકડાઉનનો અંત આવશે એ પછી આ ફિલ્મ ફ્લોર પર જશે. આ ફિલ્મ મારે ઘણી બધી તૈયારી કરવાની છે કેમ કે તેમાં એક્શન એવા પ્રકારની છે અને હું ન્ટિરનેશનલ ટીમ સાથે વીડિયો ફોન પર ટચમાં રહું છું. હું મારા કલાકારો અને પ્રોડકશન ડિઝાઈનરો સાથે સ્ક્રીપ્ટ વાંચન કરતો રહું છું. 'મિ. ઇન્ડિયા' શિર્ષક ધરાવતી આ સુપરહીરો સીરિઝની આગામી ફિલ્મનો પ્રથમ ડ્રાફ્ટ પણ મેં પૂરો કરી નાખ્યો છે. આશા રાખું છે કે અમે મુંબઈ પાછા ફરીએ તે પહેલાં સ્ક્રીપ્ટનુ ંબધું જ કામકાજ પૂરું થઈ જાય.'
ખંડાલામાં મેં શૂટઆઉટ-3ની સ્ક્રીપ્ટ તૈયાર કરી : સંજય ગુપ્તા
સ્કૂલો બંધ કરવામાં આવી અને ઇન્ડસ્ટ્રીનું કામજ ઠપ થઈ ગયું ત્યાં હં મારા પરિવાર સાથે ખંડાલા બંગાલમાં આવતો રહ્યો અને ત્યારથી હું અહીં જ રહું છું. શહેર કરતાં તો આ કંઈ કેટલુંય સારું સ્થળ છે.
હું અત્યંત ઉત્સુક વાચક છું, પણ આ સમયે એવું વાતાવરણ છે કે હું એક પુસ્તક પણ પકડી સકતો નથી. આથી મેં 'મુંબઈ-સાગા' ફિલ્મનું પોસ્ટ-પ્રોડક્શનનું કામ હાથ ધર્યં. અને એ પણ મારા એડિટર બન્ટી નેગી સાથે જે મુંબઈમાં છે. અમે બંને છેલ્લાં ૨૦ વર્ષથી સાથે કામ કરીએ છીએ. મને શું જોઈએ છે, તેની એને બરાબર જાણ છે. આથી કામમાં ભાગ્યે જ થોડા સુધારા-વધારાની જરૂર પડે છે.
અમે હૈદરાબાદના રામોજી રાવ ફિલ્મ સિટીમાં ટૂંકમાં જ શુટિંગ શરૂ કરવાના છીએ. કલાકારો સાથે બે ગીતો પણ પૂરા કરવાના છે. 'મુંબઈ સાગા' એ બિગ સ્ક્રીન માટે બનાવાયેલી ફિલ્મ છે. આથી હું થિયેટર શરૂ થાય ત્યાં સુધી રિલિઝની રાહ જોઈશ. દરમિયાન હું શૂટઆઉટ સીરિઝની આગામી ફિલ્મ માટે પકકથા તૈયાર કરવાના કામે લાગી ગયા. આ ફિલ્મ અમે રજત અરોરા અને એકતા કપૂર સાથે બનાવવાના ચીએ. અત્યારે તો અમે એ ફિલ્મને શૂટઆઉટ - ૩ કહીએ છીએ. ફોન પર ફિલ્મનું નરેશન શક્ય નથી એટલે હું પ્રતિબંધો દૂર થાય તેની રાહ જોઈ રહ્યો છું અને કલાકારોની પસંદગી શરૂ કરીશ. એ મારી આગામી ફિલ્મ છે, ક્યાં સુધી રોગચાળો ચાલે છે તેના પર એ ફિલ્મ ફ્લોર પર જાય તેનો આધાર રાખે છે.'
સલમાન સર સાથે જીમમાં ઘણો સમય વિતાવ્યો : અભિરાજ મીનાવાલા
વિકએન્ડમાં અમે સલમાન સર (ખાન)ના ફાર્મ હાઉસમાં ગયા. જનતા કફર્યુની ઘોષણા થઈ. એના એક દવસ પહેલા સ્ક્રીપ્ટ નરેશન માટેની યોજના બનાવી. જો અમને લાગ્યું હોત તો અમે પાછા મુંબઈ ફર્યા હોત, પણ અમે ત્યાં રોકાઈ ગયા કે લોકડાઉન બે અઠવાડિયાથી વધુ ખેંચાશે નહીં, મને મારા લેખકો સાથે કામ કરવા મળશે અને મારી આગામી સ્ક્રીપ્ટને પણ પોલિસ કરી શકાશે એવી તક મળી છે, એમ મેં વિચાર્યું. આ પછી તો અમે લોક થઈ ગયા અને સામાન્ય પરિસ્થિતિ ફરી સર્જાસે એની રાહ જોવા લાગ્યા.
મેં સલમાન સર સાથે તેમના જીમમાં ઘણો એવો સમય વિતાવ્યો. મેં મારી સ્ક્રીપ્ટ પર પણ કામ કર્યું જેને હું અને મારો-લેખક મિત્ર વેબસીરિઝ માટે તૈયાર કરી રહ્યા છે. તે સ્થળે મને લાગ્યું કે કેવા પ્રકારનું કન્ટેન્ટ જોએ અને દર્શકોને સું જોઈએ એ પણ વિચારી શક્યા. લગભગ એકાદ મહિના પહેલાં સરકારે આતંકરાજ્ય પરિવહનની પરવાનગી આપી ત્યારે હું મુંબઈમાં મારા ઘરે પાછો ફર્યો.
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3bo2rH7
ConversionConversion EmoticonEmoticon