દિલીપ કુમારના વધુ એક ભાઇનો ઇંતેકાલ


-તેર દિવસ પહેલાં અસલમ ખાનનું નિધન થયું હતું 

-હવે અહેસાન ખાને અંતિમ શ્વાસ લીધા

મુંબઇ તા.3 સપ્ટેંબર 2020 ગુરૂવાર 

વીતેલા જમાનાના અભિનય સમ્રાટ દિલીપ કુમારના વધુ એક ભાઇએ અંતિમ શ્વાસ લીધા હતા. હજુ તો તેર દિવસ પહેલાં અસલમ ખાન નામના ભાઇનું અવસાન થયું હતું. આજે ગુરૂવારે એમના વધુ એક નાના ભાઇ અહેસાન ખાને અંતિમ શ્વાસ લીધા હતા.

અહેસાન ખાન 92 વર્ષના હતા. દિલીપ કુમારના એકાઉન્ટન્ટે આપેલી માહિતી મુજબ થોડા કલાકો પહેલાં દિલીપ કુમારના નાનાભાઇ અહેસાન ખાનનું અવસાન થયું હતું. હજુ તો તેર દિવસ પહેલાં એમના ઔર એક નાના ભાઇ અસલમ ખાને વિદાય લીધી હતી. એમના નિધનના સમાચાર હજુ તાજા છે ત્યાં આજે સવારે અહેસાન ખાનના ઇંતેકાલના સમાચાર આવ્યા હતા. 

દિલીપ કુમારના એકાઉન્ટન્ટે ટ્વીટર પર આ સમાચાર મૂક્યા હતા. વીતેલા જમાનાના અભિનય સમ્રાટ પોતે હાલ વેજિટેબલ જેવી અવસ્થામાં જીવી રહ્યા હતા. એક અહેવાલ મુજબ એ પોતાની પત્ની અભિનેત્રી સાયરાબાનુને પણ ઓળખી શકતા નથી. છેલ્લાં થોડાં વરસોથી એમની પોતાની તબિયત નાજુક રહે છે. 

અસલમ ખાન કોરોનાગ્રસ્ત હતા અને મુંબઇની લીલાવતી હૉસ્પિટલમાં એમની સારવાર ચાલુ હતી. એજ રીતે અહેસાન ખાન પણ લીલાવતી હૉસ્પિટલમાં સારવાર હેઠળ હતા. અસલમ અને અહેસાન બંને ભાઇને બ્લડ પ્રેસરની તકલીફ હતી અને એક ભાઇ તો પાર્કિન્સનથી પીડિત હતા. બંને ભાઇ ઇન્ટેન્સિવ કેર યુનિટમાં હતા એમ ડૉક્ટર જાલિલ પાર્કરે કહ્યું હતું. કોરોના વાયરસથી બચવા દિલીપ કુમાર પોતે પણ આઇસોલેશન અને ક્વોરંટાઇનમાં હતા. સાયરાબાનુંએ ટ્વીટર પર દિલીપ કુમાર આઇસોલેશનમાં હોવાની માહિતી આપી હતી.




from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2QQHmLW
Previous
Next Post »