ગર્ભવતી કરીના કપૂરની સેટ પર વિશેષ કાળજી લેવાઇ રહી છે


(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ,તા.02 સપ્ટેમ્બર 2020, બુધવાર

આમિર ખાન અને કરીના કપૂરે આવનારી  ફિલ્મ લાલસિંહ ચડ્ડાનું શૂટિંગ શરૂ કરી દીધું છે. પરંતુ આ વખતે આ શૂટિંગમાં એક ખાસ વાત એ છે કે, કરીનાની સેટ પર વિશેષ કાળજી લેવાઇ રહી છે. 

કરીના કપૂર બીજી વખત માતા બનવાની છે. તેથી તે પોતાના હિસ્સાના શૂટિંગ ઝડપથી પૂરા કરવા માંગે છે. તેની પ્રેગનન્સીને ધ્યાનમાં રાખીને ફિલ્મસર્જક  વધુ પડતી તકેદારી રાખી રહ્યા છે. કહેવાય છે કે, કરીનાના સીન શૂટ જલદી જલદી થઇ રહ્યા છે. તેમજ થોડા દ્રશ્યોમાં વીએપએક્સનો પણ ઉપયોગ  કરવામાં આવશે. આ ફિલ્મનું કરીનાના હિસ્સાનું શૂટિંગ એક મહિના સુધી ચાલે તેવી શક્યતા છે. 

સાથે જ આમિર ખાન કરીનાની સુરક્ષાની અંગત રીતે  કાળજી લઇ રહ્યો છે. કહેવાય છે કે, કરીનાની સુરક્ષાને ધ્યાનમાં રાખીને તેની પાસે જે વ્યક્તિ જશે તેની કોવિડ-૧૯ ટેસ્ટ કરવામાં આવશે. આ પછી જે તે વ્યક્તિને કરીના પાસે જવાની અનુમતિ આપવામાં આવશે. 



from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2QVlO0t
Previous
Next Post »