
એક્ટર- પ્રોડયુસર લીયોનાર્ડો ડિકેપ્રીઓ જેનિફર ડેવિસન સાથે ભાગીદારીમાં પોતાનું નિર્માણગૃહ ચલાવે છે. હવે બંનેએ ટેક-જાયન્ટ એપલ કંપની સાથે કરાર કર્યો છે. વેબ સીરિઝ, શો અને ફિલ્મ બનાવવાનો.
બંનેની કંપનીએ અગાઉ હોલીવુડના એક નિર્માણગૃહ સાથે ત્રણ ફિલ્મો બનાવવાનું કરાર કર્યો હતો. જો કે કેપ્રિઓએ ટેલીવિઝન શો બનાવવાના કરાર માટે કોઇ સાથે ભાગીદારી નથી કરી.
લીઓનાર્ડો અગાઉ એપલ માટે ફ્લાવર મૂન નામની ફિલ્મ અને શાઇનિંગ ગર્લ નામની ટીવી સિરિઝ બનાવી ચૂક્યો છે. ફ્લાવર મૂનના નિર્માણ માટે એપલએ લિયોનાર્ડોને ૨૦૦ મિલિયન ડોલર જેટલી જંગી રકમ ચૂકવી હતી. એપલ આ ફિલ્મ સ્ટ્રીમ કરશે તો અન્ય પ્રોડક્શન હાઉસ વિશ્વભરમાં વિતરણ કરશે.
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/34YCI6S
ConversionConversion EmoticonEmoticon