મેડિસિનનો શ્રેષ્ઠ વિકલ્પ - આપણો પ્રાણાયામ


જુ દાં જુદાં શારીરિક આસનો સાથે પ્રાણાયામનો ગાઢ સંબંધ માનવામાં આવે છે. આ જગત પાંચ તત્ત્વોનું બનેલું છે. પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ અને આકાશ.

આમાંનું ચોથું તત્ત્વ વાયુ એ સૂક્ષ્મ છે. અને તેને આપણે હવાના નામે ઓળખીયે છીએ. આ હવામાં પ્રાણ નામનું તત્ત્વ હોય છે. એ તત્ત્વ જીવમાત્રનો આધાર છે.

ક્રમબદ્ધ જોતાં પૃથ્વી તત્ત્વનું મુખ્યકાર્ય જીવ જગત માટે ખોરાકનું છે. અગ્નિ તત્ત્વનું મુખ્ય કાર્ય દૂષિત થયેલ પંચત્વની શુદ્ધિનું છે. જળનું કાર્ય વૃષ્ટિસ્વરૂપે જીવના વિકાસ માટેનું છે. આકાશનું કાર્ય આ પંચત્ત્વની રખેવાળીનું છે. રખેવાળી એટલે એ જથ્થાને યોગ્ય સ્થિતિમાં જાળવવાનું છે. પૃથ્વી ગ્રહ છોડીને આ પંચત્વ બીજા કોઈ ગ્રહ ઉપર ભાગી ના જાય તે માટેના ગુરૂત્ત્વકર્ષણ બળની યોગ્ય જાળવણી પણ આકાશ તત્ત્વ જ કરે છે.

હવે આ રહ્યું આપણું પ્રાણાયામી વાયુતત્ત્વ... ઓહો..હો...હો.. અધ્...અધ.. કેટલું બધું ભરતખંડના લેખિત અને બિનગ્રંથસ્થ અનુભવી પ્રાણાયામીઓના દિમાગમાં સંગ્રહાયેલું છે.

પ્રાણીયામી તો એટલે સુધી જાહેર કરે છે. બીજા બધા સજીવો વાસીશ્વાસી છે. જ્યારે પ્રાણાયામીની પદ્ધતિઓ જ એવી છે કે તે જેમ, ગરણીથી ગાળવાની જેમ શ્વાસને ગાળીને જ ઉપયોગ કરે છે.

- પુરૂષોત્તમ દેલવાડાકર



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3hUotnc
Previous
Next Post »