નરગીસ ફખ્રીની લાઇફમાં ત્રીજા પ્રેમીની એન્ટ્રી


(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ,તા.02 સપ્ટેમ્બર 2020, બુધવાર

નરગિસ ફખ્રી અભિનય કરતા પોતાના ડાન્સ માટે વધુ જાણીતી છે. તે પોતાના લુક્સને લઇને પણ ચર્ચામાં રહે છે. જોકે તે લાંબા સમયથી બોલીવૂડની કોઇ ફિલ્મનો હિસ્સો બની નથી. આ વખતે તે પોતાના અંગત જીવનને કારણે ચર્ચામાં છે. નરગિસના જીવનમાં એક નવા પ્રેમીની એન્ટ્રી થઇ છે જેની તસવીર તેણે તાજેતરમાં શેર કરી છે. 

નરગિસના જીવનમાં જસ્ટિન સેંન્ટો નામના એક અમેરિકન શેફની એન્ટ્રી થઇ છે. જેની સાથે તે તસવીર અને વીડિયોમાં ખુશખુશાલ જોવા મળી રહી છે. તેણે એક કેપ્શન પણ સાથે લખ્યું છે. 

વીડિયોમાં નરગિસ બંદૂક ચલાવતી જોવા મળે છે અને તેની સાથે તેનો બોયફ્રેન્ડ પણ છે. સાથે તેણે પોસ્ટ કર્યું છે કે, તે મને શૂટિંગ માટે લઇ ગયો છે અને હું ગન ચલાવતા શીખી રહી છું. એ ગન વજનમાં બહુ ભારી છે. 

ઉલ્લેખનીય છે કે, નરગિસના જીવનમાં આ ત્રીજો પ્રેમી આવ્યો છે. સોથી પહેલા તે ઉદય ચોપરા સાથે પ્રેમમાં હતી લાંબા સમય પછી તેમનું બ્રેકઅપ થઇ ગયું હતું અને નરગિસ ડિપ્રેશનમાં સરી ગઇ હતી. એ પછી  તેનું નામ હોલીવૂડના ફિલ્મ નિર્માતા મેટ અલોંજો સાથે જોડાયું હતું જોકે તે સંબંધ લાંબો ચાલ્યો નહોતો. 



from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3jDQIHc
Previous
Next Post »