
ચં પકને કન્યા મળતી નહોતી. બહુ પ્રયત્ન કર્યા પછી એક શ્રીમંત કુટુંબમાં શેઠ હરિલાલને ત્યાં નક્કી થયું. શેઠની શરત એટલી કે એ ઘરજમાઈ બનીને રહે. મારી દીકરી મને બહુ વહાલી છે. એનાથી મારે છૂટા પડવું નથી.
દીકરાજી જમાઈરાજ બનવામાં હતા એટલે મમ્મીએ શિખામણ આપવા માંડી:
શકુન્તલાને વિદાય કરતાં કણ્વઋષિએ એને, સાસરે કેમ વર્તવું તેના પાઠ ભણાવ્યા હતા.
ચંપકની મમ્મીએ કહ્યું, 'જો ભઈ... હવે તું મોટા ઘરમાં ગયો. ઘરજમાઇ થયો. પણ વહુનો નોકર બનીને ના રહીશ. તને ભલે અમારે ત્યાં આવવાની મના હોય પણ સ્વમાનથી રહેજે. સાસુ જે કામ સોંપે તે સ્વમાનભેર કરવું.
વહુ અવારનવાર તને ખખડાવશે. એમ શેઠાણી વેડા કરશે. તારી પાસે ના કરવાનાં કામ કરાવશે.
પણ તારે હસતે મુખે સહુનાં કામ કરવાં, ભલે શાકભાજી લેવા જવું પડે કે બાબા-બેબીને હીંચોળવા પડે.
કોઇ કામમાં શરમ ના રાખે તે સાચા ઘરજમાઈ !
ઘરમાં કોઇ ના હોય ત્યારે ફોન કરજે, તારી હાલતના સમાચાર જણાવજે.'
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3i8f7Es
ConversionConversion EmoticonEmoticon