અભિનેતા બાદ ગાયક બનતો સિદ્ધાંત ચતુર્વેદી


કોવિદ-૧૯ અને લોકડાઉનથી લોકો ત્રાસી ગયા છે. એમાંય મુંબઈગરાની મુશ્કેલીઓનો અંત તો અત્યારે દેખાતો નથી. સંભવતથ આ લાંબું પણ ચાલે, પણ આમાં આપણને નવી આશા જગાવવાનો એક પ્રયાસ એક કલાકારે કર્યો છે. તેનો ઉદ્દેશ પણ સારો છે. આ કલાકારનું નામ છે સિદ્ધાંત ચતુર્વેદી, જેણે 'ગલીબોય' ફિલ્મમાં તેના અભિનયના રંગ દાખવ્યા હતા અને હવે બને છે એક ગાયક. તેણે એક ગીત લખ્યું છે અને ગાયું પણ છે. આ ગીત 'ધૂપ' તરીકે જાણીતું છે. સિદ્ધાંત ચતુર્વેદીની ઈચ્છા છે કે લોકડાઉનથી કંટાળેલી આમજનતા મારું ગીત સાંભળે અને આનંદિત થાય, તેમનામાં નવી આશા જાગે. જો આવું થશે તો હું જરૂર ખુશ થઈશ.

સિદ્ધાંતે ચોથી જૂને તેનું ગીત 'ધૂપ' યુ ટયૂબ પર રિલીઝ કર્યું. સિદ્ધાંત કહે છે, હું એક પ્રસ્થાપિત ગાયક છું એ દાખવવાની મને જરૂર નથી, પણ મારો ગોલ તો મારું આ વાદ્ય છે. મારો ટેસ્ટ સંગીત છે અથવા અન્ય કંઈ પણ હોઈ શકે, પણ એ જ મારી પર્સનાલિટી છે. આથી જ હું ઇચ્છું છું કે લોકો મને ઓળખે એક વ્યક્તિ તરીકે અને મારો ટેસ્ટ જે કંઈ પણ હોય તેનાથી જાણે. હું ઈચ્છું છું કે મારી સાથે મારા દર્શકો, ચાહકો અને પ્રશંસકોનો પણ વિકાસ થાય અને મારા ટેસ્ટને શેર કરે. આ બધું પ્રેરણા આપનારું હોવું જોઈએ. એટલું જ નહીં એ તેમના જીવનમાં કશુંક પ્રદાન કરે એવું પણ હોવું જોઈએ.

આ વિર્શ્વમાં અન્ય લોકો વસે છે. તેનાથી મારું કામ અલગ જ હોવું જોઈએ એવું હું માનું છું. તેનું કારણ એ છે કે હું હજુ અહીં છું અને એનું કારણ એ નથી કે મારે ફેમસ થવું છે-સારા દેખાતા લોકો એવું કરી રહ્યા છે. મને તેમના કામમાં કોઈ રસ નથી. લોકો મારું ગીત સાંભળશે, તો એ મને ગમશે અને આનંદિત થઈશ-આશાસ્પદ બનીશ, એમ તેણે જણાવ્યું હતું.

સિદ્ધાંતે પોતે આ ગીત લખ્યું છે અને ગાયું પણ છે. સંગીત કમ્પોઝ અને પ્રોડયુસ કર્યું છે. 'ડોગ્રીકે.' 'બન્ટી ઔર બબલી-૨'નું ઓડિયો સેશન ચાલુ હતું ત્યારે તેમની સાથે મુલાકાત થઈ. ગીતનો હેતુ ઘરે બેસીને તમે કંઈક કરી શકો એ હતું. હું બોર થઈ ગયો હતો. એવા ઘણા લોકો હોય છે, જેમને માનસિક મુદ્દા હોય છે. ઘણા લોકો એવા હોય છે, જેઓ આ મુદ્દાને ઓછા અનુભવે છે અને એનાથી પીછો છોડાવે છે. અરે હું પણ પ્રારંભમાં એવું કરતો હતો કેમકે એકાદ વર્ષ સુધી મેં એવું કર્યું અને તેની પાછળ દોડતો રહ્યો અને પછી ઓચિંતો અટકી ગયો, એમ તેણે ઉમેર્યું.

આ કેવી રીતે શરૂ થયું તેને યાદ કરતાં એ કહે છે, 'ડોગ્રીકે' મને જણાવ્યું હું તમને કંઈક મોકલું છું. માત્ર સાંભળો એને. તેમણે મને ચાર-પાંચ લાઈન મોકલી અને મેં તેના પરથી આ ગીતના મ્યુઝિકલ વર્ઝન લખીને મોકલી આપ્યા. માંડ ચાર-પાંચ લીટી અને એ પછી મેં આખું ગીત લખી નાખ્યું. પછી મેં તેના પર ટ્રાઈ કરી ગાવાની. મેં મારા ઘરે જ અત્યંત બેઝિક મિક-સેટ-અપ કરી આપ્યું અને મેં પહેલી વારા મારા અવાજને રેકોર્ડ કર્યો.

આમ છતાંય ગીતનું રેકોડગ ઘણાબધા પડકારો લઈને આવ્યું. સિદ્ધાંતે આ માટે બીજા સાઉન્ડનો ઉપયોગ કર્યો. જેમ કે ડિશોનો અવાજ આવતો હોય કે લોકો વાતો કરતા હોય, તેણે ઘરમાં 'કરફ્યુ' લાદી દીધો. 'મેં જુદા પ્રકારનો 'કરફ્ય' મારા ઘરમાં લાદી દીધો, જેને કારણે ઘણી બધી કોમેડી પણ સર્જાઈ-લગભગ અડધો કલાક મેં ઘરમાં કરફ્યુ લાદ્યો અને ગીત રેકોર્ડ કરી લીધું. પણ એ કેવી રીતે કર્યું એ તો મારું મન જાણે છે, એમ કહેતાં સિદ્ધાંત ઉમેરે છે, 'ધૂપ' એ ઝીરો-બજેટનું ગીત છે અને તેમાં માત્ર ત્રણ જણા સંકળાયેલા છે-ડોગ્રીક, તેના પિતા અને તે.



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3h4bzlu
Previous
Next Post »