
(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ,તા.02 સપ્ટેમ્બર 2020, બુધવાર
સંજય લીલા ભણશાલીની આવનારી ફિલ્મ બૈજુ બાવરાની રીમેક હશે. રણવીર સિંહ આ ફિલ્મમાં લીડ રોલ કરવાનો છે તેવી ચર્ચા છે. જોકે સાથેસાથે રણબીર કપૂરનું નામ પણ લેવાઇ રહ્યું છે. લેટેસ્ટ ડેવલપમેન્ટના અનુસાર ભણશાલી રણવીર સાથે ભવિષ્યમાં કામ કરશે પરંતુ બૈજુ બાવરાની રીમેક માટે રણવીરનું નામ ક્યાંય આવતું નથી.
ભણશાલી આ ફિલ્મનું પ્લાનિંગ ગયા વરસથી કરી રહ્યા છે. આ પ્રોજેક્ટના લેટેસ્ટ ડેવલપમેન્ટની વાત કરીએ તો બૈજુ બાવરાનો રોલ રણબીર કપૂરને મળે તેવી પૂરી શક્યતા છે. સોશિયલ મીડિયાના એક પોર્ટલના અનુસાર, બૈજુ બાવરાની રીમેકમાં રણબીર કપૂરને લવામાં આવ્યો છે અને ડાયરેકટર અને અભિનેતાનું વર્બલ એગ્રીમેન્ટ પણ થઇ ગયું છે.
ફિલ્મ સાથે જોડાયેલા સોર્સે જણાવ્યું હતું કે, ફિલ્મમાં મહત્વના રોલ માટે બે અભિનેતા જરૂરી છે. જેમાંનો એક બૈજુ અને બીજું તાનસેનનું પાત્ર હશે. રણબીર કપૂર બૈજુના રોલમાં હશે. તાજેતરમાં અભિનેતા ભણશાલીની ઓફિસમાં વર્બલ એગ્રીમેન્ટ માટે ગયો હતો.
રિપોર્ટના અનુસાર, ભણશાલી પહેલા ગંગુબાઇ ફિલ્મ પૂરી કરશે આ પછી બૈજુ બાવરાનું પ્રી-પ્રોડકશન કામ શરૂ કરશે. થોડા દિવસો પહેલા જ રણબીર અને આલિયાને ભણશાલીની ઓફિસની બહાર જોવા મળ્યા હતા.
from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2Gq7T0H
ConversionConversion EmoticonEmoticon