આયુર્વેદની એક આગવી ઉપચાર પદ્ધતિ : લેપ ચિકિત્સા


મૂઢમાર, સોજો, હાડકું ભાંગવું, ઘા પડવો, ગાંઠ થવી, દુખાવો થવો, ઈત્યાદિ રોગો પરતો લેપ લગાવવાની પરંપરા લોકો જાણે છે 

આ યુર્વેદની ઔષધ વ્યવસ્થા વિશાળ છે. જુદી જુદી અનેક રીતે આયુર્વેદમાં ઔષધોને યોજવામાં આવ્યા છે. અવલેહ, પાક, રસરસાયન, ચૂર્ણ, ગુટિકા, ધૃત(ઘી), તેલ, આસવ, અરિષ્ટ, ઉકાળા, ભસ્મ, મલમ, અંજન, ધૂમ્રપાન-આમ અનેક રીતે ઔષધોની યોજના થઈ છે. જુદા જુદા રોગો પર લેપ પણ એટલા બધા બતાવવામાં આવ્યા છે કે એન અભ્યાસ વખતે આયુર્વેદના એક ગૌરવશાળી ઈતિહાસની ઝાંખી થતી હોય એવું લાગે.

મૂઢમાર, સોજો, હાડકું ભાંગવું, ઘા પડવો, ગાંઠ થવી, દુખાવો થવો, ઈત્યાદિ રોગો પરતો લેપ લગાવવાની પરંપરા લોકો જાણે છે પરંતુ એ સિવાય પણ બીજા અનેક રોગો પર લેપ ચિકિત્સાનું આયોજન થયું છે જેમ કે કોઢ, સફેદદાગ, ખીલ, માથાનો દુખાવો, આધાશીશી, દાહ, માથા પરની ટાલ, ખરતા વાળ, ખોડો, ઉંદરી, ચહેરા પરની કાળાશ કે શરીર પરના કાળા દાગ, ગૂમડા, ખસ-ખરજવું, ખંજવાળ, હાથી પગું, સ્તન તથા લિંગની અલ્પતા, યા શુષ્કતા આ રીતે રોગોનું એક લાબું લિસ્ટ આપી શકાય એમ છે, અહીં આપણે કેટલાક અગતયના હોય અને રોજિંદા ઉપયોગમાં પણ આવી શકે એવા લેપ અંગે વિચારીશું.

મૂઢ માર, જોજો, અસ્થિભંગ (ફ્રેકચર) દુખાવો- એળીયો, હીરાબોળ, ગૂગળ, ઈસેસ (કુંદરું) ગૂજર (રુમી મસ્તકી) રેવંચીનો શીરો, મેંદા લાકડી, આંબા-હળદર, સાજીખાર, લોધર અને સરેસ આ અગિયાર વસ્તુ સરખા ભાગે લઈ ખાંડીને બારીક ચૂર્ણ બનાવી લેવું. થોડા પાણીમાં જરૂરી ચૂર્ણ મેળવી ધીમા તાપે ગરમ થવા દેવું, ઘટ્ટ બને ત્યારે ઉતારી હૂંફાળો હોય ત્યારે જે લેપ લગાવી દેવો.

મૂઢમારનું આ એક ઉત્તમ ઔષધ છે પડી જવાથી, જોરથી કશુંક વાગી જવાથી, કશુંક ભટકાવાથી કે અફળાવાથી મૂઢમાર થયો હોય, લોહી જામ થઈ ગયું, હાડકામાં નાની તિરાડ પડી હોય કે ભાંગી ગયું હોય તો આ લેપનો નિયમિત ઉપયોગ કરવાથી માનવામાં ન આવે એટલું સારું પરિણામ મળે છે. ઘા પડવાથી સ્નાયુ અને માંસ લગભગ છૂંદાઈ ગયેલ હોય તેવી સ્થિતિમાં પણ આ લેપ લાભ કરે છે. ત્રણ ચાર લેપમાં તો દુખાવો મટી જાય છે.

લેપ લગાડયા બાદ એ ભીનો હોય ત્યારે જ ઉપર રૂ લાગવી દેવું. હાડકું-ભાંગેલ હોય તો જાડા પુંઠા અથવા તો લાકડાની પટ્ટીઓ મૂકી ઉપર પાટો બાંધી શકાય. સાહસિક વૈદ્યોએ હવે મૂઢમાર, અસ્થિભંગ વગેરેના કેસમાં પણ કામ શરૂ કરી દેવું જોઈએ. અસ્થિભંગમાં અસરકારક હોવાથી જ  શાસ્ત્રોકારોએ આલેપને 'અસ્થિ સંધાનક' એવું સાર્થક નામ આ કારણે જ આપ્યું હશે ને ? લાઠીના મારથી સોજો આવે હોય અને દુખતું હોય તેમાં એકાદ બે લેપથી જ આશ્ચર્ય ઉપજાવે એટલો આરામ અનુભવાય છે.

સોજાના રામબાણ ઈલાજ બનતો એક લેપ-  શારંગઘર સહંતામાં આવો જ એક બીજો લેપ પણ આપવામાં આવ્યો છે જે સોજાને ઉતારવા માટે એક રામબાણ ઈલાજ છે.

સારોડીના મૂળ, સરગવાની છાલ, સૂંઠ, દેવદાર અને (સફેદ) સરસવ આ પાંચ ઔષધના ચૂર્ણને સરખા ભાગે લઈ ખાટી છાસમાં અથવા તો કાંજીમાં લસોટી ચટણી જેવું બની જાય ત્યારે લેપ લગાવી દેવો. વાયુથી અને કફથી આવેલા સોજામાં તથા શરીર પર ગાંઠો થઈ ગઈ હોય તેવી સ્થિતિમાં લગાવતા રહેવાથી ખૂબ સારું પરિણામ આપે છે. સોજો કોઈ ઝેરી જંતુ કરડી જવાથી આવ્યો હોય તો ઉપરોક્ત ચૂંણને ગૌમૂત્રમાં લસોટી લગાડવાથી ઝડપી પરિણામ મળશે.

સારંગધરે દશાંગલેપ નામનો ત્રીજો એક એવો લેપ આપ્યો છે જે દુષ્ટ વ્રણ, પાક સહિતનો સોજો, બળતરા, કોઈ ઝેરી જંતુના સંસગથી આવેલ સોજો કે ફોલ્લા વગેરેમાં લાભ કરે છે.

શિરીષ એટલ કે સરસડાની છાલ, જેઠીમધ, તગર, રતાંજલી, એેલચી, જટામાંસી, હળદર, દારૂહળદર, કઠ અને (સુગંધી) વાળો આ દસ વસ્તુ સરખા  ભાગે લઈ ચૂર્ણ બનાવી લેવું. એ પછી જરૂરી પ્રમાણમાં પાણી સાથે લસોટી તેમાં પાંચમા ભાગે ઘી મેળવી લેપ કે મલમ જેવું બનાવી લેવું. આ લેપ લગાડતા રહેવાથી વિસર્પ, વિસ્ફોટક, સોજા અને દાહ દૂર થાય છે. ચહેરા પર ખીલ પાકી જતાં હોય ત્યારે પણ આ લેપ લગાડવાથી ચહેરો સુંદર અને ખીલ વિનાનો બની શકે છે.

સફેદ દાગ - કોઢ- યોગ રત્નાકર નામના ગ્રંથમાં સફેદ દાગને દૂર કરવા માટેનો એક લેપ સૂચવેલો છે. આમાં હરડે, કરંજના બી, હળદર, ધોળી ચણોઠી, સરસવ, સિંધાલૂણ અને વાવડિંગ આ સાત વસ્તુ સરખા ભાગે લઈ ગૌમૂત્રમાં લસોટી મુલાયમ લેપ બનાવી સફેદ દાગ પર લગાવી દેવાનો હોય છે. પરેજીના પાલન સાથે નિયમિત આ લેપ લગાવતા રહેવાથી સફેદદાગ (કોઢ) મટી જાય છે. આ ઉપરાંત ખરજવું, દાદર (દરાજ) અને ખજવાળમાં પણ રાહત આપે છે.

રસોદ્વાર તંત્રમાં સફેદ દાગને દૂર કરવા માટે બીજો એક આ પ્રમાણેનો લેપ આવેલો છે જેમાં જેના દાડમના ફૂલ પચાસ ગ્રામ, લાવસી પચા ગ્રામ, ગંધક પચીસ ગ્રામ, સોનામેરૂ પચીસ ગ્રામ એન સફેદ અપરાજિતા પચાસ ગ્રામ આ બધું મેળવી બારીક ચૂર્ણ બનાવી એક કાચની બાટલીમાં ભરી રાખવું. જરૂરિયાત પ્રમાણે આ ચૂર્ણ પાણીમાં લસોટી સફેદ દાગ પર લગાવતા રહેવું. ચૂર્ણની જ ેમ જ આ ઔષધની સોગઠી પણ બનાવી શકાય છે.

સફેદ અપરાજિતા સિવાયના ચારે દ્રવ્યોનું બારીક ચૂર્ણ બનાવી તાજી લીલી અપરાજિતા લાવી તેના સ્વરસમાં ઘુંટીને સોગઠી બનાવી લેવી. સૂકાય ત્યારે એક કાચની બરણીમાં ભરી રાખવી. રોજ સવાર-સાંજ આ સોગઠી પાણીમાં ઘસી સફેદ દાગ પર લેપ લગાવતા રહેવો. ચિકિત્સકે સૂચવેલી રેજી અવસ્ય પાળવી. સાધ્ય કુષ્ઠ રોગ (સફેદ કોઢ) માં આ સોગઠીથી ધાર્યું પરિણામ મળે છે. 

ખીલ - લોધર, ધાણા અને ઘોડાવજ આ ત્રણેય વસ્તુ સરખા ભાગે લઈ બારીક ચૂર્ણ બનાવી જરૂર પ્રમાણે પાણીમાં લસોટી લેપ લગાવતા રહેવાથી મોં પરના ખીલ દૂર થાય છે. આજ રીતે સફેદ સરસવ, વજ, લોધર અને સિંધાલૂણ ચાર ઔષધ સરખા ભાગે લઈ એનું ચૂર્ણ બનાવી એક કાચની શીશીમાં ભરી રાખવું. આમાંથી જરૂરત પ્રમાણે ચૂર્ણ લઈ પાણીમાં લસોટી ખીલ પર લગાવતા રહેવાથી ખીલની તકલીફ દૂર થાય છે. સૂંઠ, મીંઢળ અને લોધરનું સરખા ભાગે ચૂર્ણ બનાવી પાણીમાં લસોટી ખીલ પર લગાવતા રહેવાથી તારુણ્ય પિટિકા એટલે કે ખીલ મટે છે.

ચહેરાની સુંદરતા (કાંતિ) વધારવા માટેનો લેપ - લાલચંદન, મજીઠ, લોધર, ઉપલેટ, ઘઉંલા, વડના અંકુર અને મસૂરની દાળ આ સાત દ્રવ્ય રસખા ભાગે લઈ પાણીમાં લસોટી તેનો લેપમાં મોં પર લગાવતા રહેવાથી ચહેરાની ક્રાંતિ-સુંદરતા વધે છે. અને મોં પર ખીલની ફોલ્લીઓ થતી હોય કે કાળા દાગ પડી જતાં હોય તે પ દૂર થાય છે.

વડના પાકા પાન, જાઈના પાન, રતાંજલી, ઉપલેટ, દારૂ હળદર અને પઠાણી લોધર આ છ ઔષધ સરખા ભાગે લઈ પાણીની અંદર લસોટીને લેપ કરવાથી મોં પર દાગ, ખીલ તથા ખાડા દૂર થાય છે.



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3lDAmjJ
Previous
Next Post »