
ત મે સ્ત્રી હો કે પુરુષ અને તમારી ગમે તેટલી ઉમ્મર હોય ત્યારે પણ દિનચર્યાના સામાન્ય કામ સવારે બ્રશ કરવાનું, નહાવાનું કે ચા નાસ્તો કરવાનું તો રોજ કરતા જ હશો જ. તે ઉપરાંત તમે નીચે જણાવેલી વાતો અમલમાં મુકશો તો તમારો દિવસ સારો જશે.
૧. કોરોના વાઇરસનો નાશ કરવા લાફ્ટર વાઇરસનો ઉપયોગ કરો. લાફ્ટર વાઇરસ એટલે ખુલ્લા દિલેપેટ આગળ પાછળ જાય તેવી રીતે જોરથી ખડખડાટ હસવાની ક્રિયા અથવા બેલી લાફ્ટર કહેવાય. આ ક્રિયા કરો ત્યારે તમારા પેટની આગળ પાછળ જવાની ક્રિયાથી તમારા ફેફસા દબાશે અને ખુલશે. આને લીધે તમારા શરીરમાં પ્રાણ ભરનારો પ્રાણવાયુ અથવા ઓક્સીજન વધારે પ્રમાણમાં જશે. અને તેને કારણે તમારા શરીરની રોગ સામે લઢવાની શક્તિ અથવા ઇમ્યુનિટી વધશે. આને કારણે ફક્ત કોરોના નહીં પણ કોઈ પણ જાતના ચેપી રોગો ફેલાવનારા તત્ત્વોથી તમારું રક્ષણ થશે.
ટૂંકમાં લાફ્ટર વાઇરસ એટલે ફક્ત કોરોના વાઇરસને નહીં પણ બીજા સૂક્ષ્મ જીવાણુંબેક્ટેરિયા, વાઇરસ અને ફન્ગસનો પણ નાશ કરશે, તમારા શરીરમાં વધારે પ્રાણવાયુ (ઓક્સીજન) લેવાની ક્રિયાથી ઓક્સીજન તમારા શરીરમાં જેટલા વધારે પ્રમાણમાં જશે એટલી તમારા શરીરની ઇમ્યુનિટી એટલે કે રોગપ્રતિકારકશક્તિ વધશે અને તમને કોરોના વાઇરસનો કે બીજા કોઈ વાઇરસનો ડર રહેશે નહીં.
૨. કોરોના વાઇરસને કારણે બહાર ચાલવા જવાશે નહીં માટે તમારા ઘરના એક રૂમમાં બે ખુરશી સામસામી થોડી જગા રાખીને મૂકો અને પછી ચિત્રમાં બતાવ્યા...
૮ . પ્રમાણે અંગ્રેજી આઠડાની ડિઝાઈન પ્રમાણે તમે ચાલો. ચાલવાનો સમય ધીરે ધીરે વધારીને રોજ ૩૦ મીનીટ જેટલું ચાલો અને વિચિત્ર પરિસ્થિતિમાં ચાલવું પડે છે તેનો ખ્યાલ કરીને ચાલતી વખતે કારણ હોય કે ના હોય પણ ધીમેથી કે જોરથી હસો.
૩. આખો દિવસ સોફા કે પથારીમાં બેસીને કે સૂઈ જઇને મોબાઈલ કે ટી.વી. જોયા ના કરો થોડી સાંધા અને સ્નાયુની કસરત પણ કરી લો. ખુરશીમાં બેસો અને ઉભા થાઓ. પથારીમાં સૂતા હો ત્યાંથી બેઠા થાઓ. હાથ લાંબા કરીને પગની આંગળીઓને અરાડો. પથારીમાં આળોટો જે રીતે થાય તે રીતે શ્વાસ વધારે લેવો પડે તેવી શરીરના સાંધા ને વળવાની અને સ્નાયુ ને ખેંચવાની અને ઢીલા મૂકવાની કસરત કરો.
૪. કોરોનાના સમયમાં ઘરનો હોય કે બહારથી લાવ્યા હોય તેવો ગળ્યો, ખૂબ તીખો, ખૂબ તળેલો નાસ્તો વારે વારે ના ખાશો. વજન વધશે તો બ્લડ પ્રેશર અને ડાયાબિટીસ જેવા પ્રોબ્લેમ્સ થશે. આવું ના થાય અને તમારી તબિયત સારી રહે માટે શક્ય હોય તો બે કે ત્રણ વખત તાજા ફળો અને લીલા શાકભાજીનો પણ ખોરાકમાં ઉપયોગ કરો.
પોષાતું હોય તો રોજ ૧૦થી ૧૫ દાણા સૂકોમેવો ખાઓ અથવા મૂઠી ભરીને શેકેલા ચણા અને સિંગ ખાઓ. શેકેલી અળસી અને શેકેલા કાળા તલ સરખે ભાગે લઇને તેની એક ચમચીનો જમ્યા પછી મુખવાસ તરીકે ઉપયોગ કરો. જ્યારે નાસ્તો કરો અથવા જમો ત્યારે કુટુંબના બધા સભ્યો સાથે બેસીને આનંદ આવે તેવી હસવાની વાતો જોક્સ કરતાં કરતાં નાસ્તો કરવાનું અને જમવાનું તમને ગમશે. આનો સમય ચોક્કસ રાખશો.
૫. આખા દિવસમાં ચા કે કોફી પીવાને બદલે બે કે ત્રણ વાર લીલી ચા અથવા તમને પસંદ હોય તે વસ્તુ (આદું, તુલસી, ફૂદીનો, તજ, મરી, વગેરે)નો ઉકાળો પીઓ. આખા દિવસમાં ફળ, શાકભાજીના રસ, નાળિયેરનું પાણી અને ચોખ્ખું પાણી વગેરેને ગણતા બે થી ત્રણ લિટર જેટલું પ્રવાહી રોજ લો.
૬. દિવસમાં ઓછામાં ઓછું એક વાર કુટુંબના બધા સભ્યો સાથે કેરમ, સાપસીડી અને કાર્ડ રમો અને રમતી વખતે મઝા, મશ્કરી કરતાં તમે ખૂબ હસો અને બધાને હસાવો.
૭. આખા દિવસમાં એક વાર ૧૫થી ૩૦ મિનિટ એકલા બેસી અને પ્રાણાયામ, યોગાસન અને ધ્યાનની ક્રિયા (મેડિટેશન) કરો.
૮. ટી.વી.માં કોરોનાથી કયા દેશમાં કેટલા મરી ગયાના સમાચાર જોવાની અને એનાથી ગભરાવાની જરૂર નથી તમેપોતે વારે વારે હાથ ધોવાની ક્રિયા, મોં પર માસ્ક બાંધ્યો હોય અને ના છૂટકે બહાર જવું પડે ત્યારે સોસિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરતા હો તો તમારે કોરોના વાઇરસથી ડરવાની જરૂર નથી. મનને મજબૂત રાખો ચિંતા ના કરો. માનસિક તનાવ વધે એવું કાંઈપણ બોલો કે સાંભળો નહીં.
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2Di8jou
ConversionConversion EmoticonEmoticon