
મા નવજીવનમાં અભિવ્યક્તિનું સ્થાન મહત્ત્વનું છે. અભિવ્યક્તિ આપણાં જીવનમાં ખુબ જ મહત્ત્વનો ભાગ ભજવે છે. આપણાં મનમાં કંઇને કંઇ ગડમથલ કે ઉથલપાથલ ચાલતી હોય છે. કેટલીક વાર તો 'મનમાં પરણવું ને મનમાં રાંડવું' જેવો ઘાટ પણ થતો હોય છે. મનમાં જે કંઇ ભાવ, ઇચ્છા, અભિલાષા કે મનિષા છે તેનો આવિર્ભાવ વ્યક્ત કરવો જરૂરી છે. મનમાં ને મનમાં જ જો વાત રાખીશું તો અભિવ્યક્તિ થવાની નથી. આપણા માનનીય વડાપ્રધાન શ્રી પણ રેડિયો પર દર મહિને 'મનકી બાત' કહે જ છે ને ? આપણાં મગજમાં જે કંઇ વિચારો ચાલ્યા કરે છે તેની અભિવ્યક્તિ આવશ્યક છે. અભિવ્યક્તિ માટે અભિનય કરવો પડે તો પણ કશો વાંધો નહીં.
કોઈ પણ ઓફિસ કે સંસ્થાના 'બોસ' કે અધિકારી સંસ્થાના નિયમો અભિવ્યક્ત કરે તે સંસ્થાના હિતમાં હોય છે. સંસ્થાના નિયમો કર્મચારીઓને ન બતાવ તો શું થાય ? યુવાન પણ યુવતીને પોતાનાં હૈયાંની વાત અભિવ્યક્ત કરે તો જ યુવતીને ખબર પડે ઘણા યુવકો કે યુવતીઓ પોતાના પ્રેમીને 'પ્રપોઝ' કરતા હોય છે તે પ્રેમની અભિવ્યક્તિ છે. ઘણીવાર માણસને અભિવ્યક્તિનો ભય સતાવતો હોય છે. પોતે પોતાના વિચાર રજુ કરશે તેનો પ્રત્યાઘાત શું હશે તે વિચાર મુંઝવી દે છે.
અભિવ્યક્તિ માટે સમય એ પણ મહત્ત્વનું પરિબળ છે. જો સમયસર વાત કહેવામાં આવે તો પરિણામ પણ સકારાત્મક આવે છે. જો સમય વીતી જાય તો ફાયદો થતો નથી. સમયસરની અભિવ્યક્તિ સારૂં પરિણામ લાવી શકે છે.
અભિવ્યક્તિમાં શેહશરમ રાખવામાં પણ નુકશાન છે. આપણું વ્યક્તિત્વ ખીલવવામાં પણ અભિવ્યક્તિ ભાગ ભજવે છે. અભિવ્યક્તિમાં માનવીય સંબંધોનું સમીકરણ રજુ થાય છે. અચ્છા કલાકારો પોતાની કલાની સુંદર અભિવ્યક્તિ કે રજુઆતથી દાદ કે પ્રશંસા મેળવી શકે છે. વેપારી કે દુકાનદાર અભિવ્યક્તિથી જ પોતાનો માલ વેચી શકે છે.
વિદ્યાર્થીઓ પણ પેપરમાં પોતાનાં મંતવ્યો કે જવાબ યોગ્ય રીતે રજુ કરી શકે તો પરિણામ સારૂં મળે છે.
જ્ઞાાાન અને અભિવ્યક્તિ જીવનનાં મહત્ત્વનાં પરિબળ છે. માનવ જીવનની નૈયા અભિવ્યક્તિ રૂપી હલેસાંને લીધે હાલક ડોલક થતી નથી. અભિવ્યક્તિનો આવિર્ભાવ તેને ડુબતી બચાવે છે.
અભિવ્યક્તિનો અભ્યુદય અલખની આરાધના થકી ઇશ્વરની પ્રાપ્તિ કરાવે છે. અભિવ્યક્તિનો અભાવ જીવનમાં મુશ્કેલીઓ લાવી શકે છે. અભિવ્યક્તિ અવલંબન બને છે તેથી તે આશીર્વાદરૂપ નીવડે છે. અભિવ્યક્તિથી અહમ ઓગળે છે. અભિવ્યક્તિનો અંબર આભાસી ન હોવો જોઇએ.
આપણે ઇશ્વર પાસે આપણી પ્રાર્થના કે માગણી અભિવ્યક્ત કરીએ છીએ. અભિવ્યક્ત કરનારનો ભાર હળવો થાય છે. અભિવ્યક્તની આરસીમાં મનોભાવનું પ્રતીબીંબ હોય છે. અભિવ્યક્તિની અનોખી દુનિયાને અમારા અમુલ્ય આશાવાદ.
- ભરત અંજારિયા
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3i03788
ConversionConversion EmoticonEmoticon