આણંદ, તા. 31 ઓગષ્ટ 2020, સોમવાર
સાત હજાર કરોડથી વધુ ટર્ન ઓવર ધરાવતી આણંદની સુવિખ્યાત અમૂલ ડેરીના નિયામક મંડળની ચૂંટણીના આજે પરિણામ જાહેર થતાં ઉમેદવારોના ટેકેદારોમાં પરિણામ જાણવા ભારે ઉત્તેજના જોવા મળી હતી. વિજેતા ઉમેદવારોએ લોકોનું અભિવાદન ઝીલ્યું હતું. હાલનાં ચેરમેન રામસિંહ પરમારની પેનલનો ભવ્ય વિજય થતાં સમર્થકોએ અમૂલ ડેરી ખાતે ફટાકડા ફોડી વિજયોત્સવ મનાવ્યો હતો.
ધી ખેડા જીલ્લ સહકારી દૂાધ ઉત્પાદક સંઘ લિ, આણંદ અમૂલના નિયામક મંડળની ચૂંટણી ગત તા. ૨૯ ઓગષ્ટના રોજ યોજાઇ હતી જેમાં ૯૯.૭૧ ટકા મતદાન થયું હતું. આજે સવારના ૯.૦૦ કલાકે અમૂલ ડેરી ખાતે ચૂંટણી અધકારીના અધ્યક્ષ સૃથાને મત ગણતરી હાથ ધરવામાં આવીહતી. જેમાં આણંદ બેઠક ઉપર સૌથી વધુ પાંચ ઉમેદવારો સાથે ભાજપ તથા કોંગ્રેસના ધારાસભ્યો વચ્ચે ચૂંટણી જંગ ખેલાયો હતો અને કોંગ્રેસનાં ધારાસભ્ય કાંતિભાઈ સોઢા પરમાને ૪૧ મત જ્યારે ભાજપના ધારાસભ્ય ગોવિંદભાઈ પરમારને ૩૭ મત મળતાં કોંગ્રેસના કાંતિભાઈ સોઢા પરમારે બાજી મારી હતી. પેટલાદ બેઠક ઉપર તેજસકુમાર પટેલ અને વિપુલકુમાર પટેલ વચ્ચે કાંટે કી ટક્કર જોવા મળી હતી અને માત્ર બે મતની સરસાઈ સાથે વિપુલભાઈ પટેલ વિજેતા ાૃથયા હતા. ખંભાત બેઠક ઉપર સીતાબેન ચંદુભાઈ પરમારને ૭૩ મત, બાલાસીનોર બેઠક ઉપર રાજેશભાઈ પાઠકને ૬૨ મત, કઠલાલ બેઠક ઉપર ઘેલાભાઈ ઝાલાને ૪૮ મત, કપડવંજ બેઠક ઉપર શારદબેન પટેલને ૫૨ મત, મહેમદાવાદ બેઠક ઉપર જુવાનસિંહ ચૌહાણને ૫૦ મત, માતર બેઠક ઉપર સંજયભાઈ પટેલને ૪૦ મત, નડીયાદ બેઠક ઉપર વિપુલભાઈ કાંતિભાઈ પટેલને ૫૮ મત અને વિરપુર બેઠક ઉપર શાભેસિંહ પરમારને ૪૧ મત મળતા તેઓનો વિજય થયો હતો. વિજેતા ઉમેદવારો દ્વારા અમૂલ ડેરી ખાતે વિજયોત્સવ મનાવાયો હતો અને વિજેતા ઉમેદવારોએ સભાસદોનો આભાન્ય માની આગામી દિવસોમાં અમૂલને વધુ ઉંચા સ્તરે લઇ જવાનો આશાવાદ વ્યક્ત કર્યો હતો.
હરીફે ટેકો જાહેર કરતા રાજેન્દ્રસિંહ પરમારને તમામ ૯૩ મત મળ્યા
અમૂલના નિયામક મંડળની ચૂંટણીમાં બોરસદ બેઠક ઉપર રાજેન્દ્રસિંહ પરમારના હરીફ ઉમદેવારે તેઓને અગાઉથી જ ટેકો જાહેર કરતા ૯૩ મત સાથે રાજેન્દ્રસિંહ વિજયી બન્યા હતા. પેટલાદ બેઠક ઉપર તેજસકુમાર પટેલને ૪૩ મત અને વિપુલભાઈ પટેલને ૪૫ મત મળતાં વિપુલભાઈ વિજયી થયા હતાં.
ભીડનો લાભ લઈ ખિસ્સાકાતરુઓએ કેટલાક લોકોનાં પાકિટ તફડાવી લીધા
ભીડનો લાભ લઇ કેટલાક ખીસ્સાંકાતરૃ તત્વો પણ ભીડમાં ઘૂસી જઈ ૧૫ થી ૨૦ જેટલા વ્યકિતઓનાં પાકીટ સરકાવી લીધા હતાં. તેમાંય ખંભાત બેઠકના વિજેતા મહિલા ઉમેદવારના પતિ પણ પાકીટમાર તત્વોનો શિકાર બન્યા હોવાના અહેવાલ છે.
પોલીસની હાજરી છતાં ટેકેદારોએ સોશિયલ ડિસ્ટન્સિંગના ધજાગરા ઉડાડયા
અમૂલ ડેરી ખાતે પોલીસની હાજરીમાં વહેલી સવારથી જ અમૂલ ડેરી ખાતે ઉમટી પડયા હતા અને અમૂલના મુખ્ય ગેટ બહાર પોલીસની હાજરીમાં ટેકેદારોની ભારે ભીડ જોવા મળી હતી તેમજ વિજેતા ઉમેદવારો અમૂલમાંથી બહાર નીકળતાં તેમનાં સમર્થકો ગાઇડલાઇનનો ભંગ કરતાં પણ જોવા મળ્યા હતા.
from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3bbQLqC
ConversionConversion EmoticonEmoticon