ખંભાતમાં મોહરમનું જુલૂસ કાઢનારા 500 થી 700ના ટોળાં સામે ફરિયાદ


આણંદ, તા.31 ઓગષ્ટ 2020, સોમવાર

ગતરોજ મહોરમ પર્વ હોઇ ખંભાત શહેરના કેટલાંક મુસ્લીમોએ એકત્ર થઈ શહેરનાં દરબારગઢથી પાંચ હાટડી તથા આમન-સામનનો મહોલ્લો થઈ ચુડીવાલ ચકલા થઈ પીર અંસારની દરગાહ સુધી પરવાનગી વિના મહોરમનું જુલુસ કાઢ્યું હતું. 

સોશિયલ ડિસ્ટન્સ અને જાહેરનામાનું ઉલ્લંઘન થતાં ખંભાત શહેર પોલીસ ૫૦૦ થી ૭૦૦ માણસોના ટોળાં સામે ગુનો નોંધી કાયદાનો ભંગ કરનારની ઓળખ કરવાની કામગીરી હાથ ધરતાં ઇરફાન ઉર્ફે લોઈડ સાઉન્ડવાળો શેખ (રહે. પાંચ હાટડી) જાવેદભાઈ અમનશા દિવાન (મદારી) (રહે. શક્કરપુર) રજ્જાકભાઈ ઐયુબભાઈ પટેલ (રહે. શક્કરપુર) જુબેર ચાંદભાઈ ભઠીયારો (રહે. પીર અન્સારબાબાની દરગાહ), સમીરભાઈ મુનાફભાઈ મલેક (રહે. શક્કરપુર), સબદર હુસેન જહીરહુસેન શેખ (રહે. દડીલા વિસ્તાર), તાહીરભાઈ સફીભાઈ મલેક (રહે. શક્કરપુર), અપુ ચાંદમીયા શેખ (રહે. શક્કરપુર) મહંમદજાફર અબ્દુલમજીદ શેખ (રહે.ત્રણ લીમડી), જુબેર ઉર્ફે અછમ કાણીયો જમીલભાઈ શેખ (રહે. કડીવાલ ચકલા) અશફાકભાઈ બાબુભાઈ મલેક (રહે. કડીવાલ ચકલા) મતીન મુજીમભાઈ શેખ (રહે. ચુડીવાલ ચકલા), ઇરફાનભાઈ પાનવાલા (રહે. પાનપોળ ત્રણ લીમડી) જુનેદ ઇનાયત હુસેન સૈયદ (રહે.નાયબ મહોલ્લો) મોઈનખાન યુસુફખાન પઠાણ (રહે.ત્રણ લીમડી) અહેસાન શેખ, ગુલઝાર બેકરીવાળો, સાહીલ શેખ (રહે. જૂની મંડાઈવાળા) નઈમ ગેરેજવાળો, મખદુમ ખલીફા (રહે.પાંચહાટડી), સબ્બીરભાઈ શાહે ગુલઝાર બેકરીવાળો, અહેમદભાઈ ટેમ્પાવાળો (રહે. ત્રણ દરવાજા) સહિત ૫૦૦ થી ૭૦૦ માણસોનાં ટોળા સામે ગુનો નોંધી અન્ય વ્યકિતઓ અંગે વધુ તપાસ હાથ ધરી છે.



from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3hJN1PO
Previous
Next Post »