
નડિયાદ, તા.31 ઓગષ્ટ 2020, સોમવાર
ખેડા જીલ્લામાં આજે તેર કોરોનાના પોઝીટીવ કેસ જાહેર થયા છે. નડિયાદ શહેરમાં આજે છ અને તાલુકામાં ત્રણ કોરોના પોઝીટીવ કેસોનો ઉમેરો થયો છે. આ ઉપરાંત વસો, ખેડા, મહુધા અને ઠાસરામાં એક-એક કોરોના પોઝીટીવ કેસ સામે આવ્યો છે. આથી જીલ્લામાં કુલ કોરોના પોઝીટીવ દર્દીનો આંક ૧૦૪૦ પહોંચ્યો છે.
નડિયાદ શહેરમાં કોરોનાની પેટર્ન બદલાઈ રહી છે. હવે અલગ અલગ વિસ્તારોની જગ્યાએ એક જ પરિવારના સભ્યોમાં સંક્રમણ થવા માંડયું છે. આજે નડિયાદના એક વિસ્તારમાં સૌથી વધુ કેસો જાહેર થતા તેઓ એક જ પરિવારના હોવાનું બહાર આવ્યું છે. જેથી જીલ્લાના વડા મથક નડિયાદની અન્ય સોસાયટીઓમાં પણ સંક્રમણ ફેલાવાની શરૂઆત થઈ હોવાનું શહેરના જાગૃત નાગરિકો જણાવી રહ્યાં છે. જો કે આરોગ્ય તંત્ર દ્વારા રેપીડ ટેસ્ટ અને એન્ટીજન ટેસ્ટ વધુ માત્રામાં કરતા આ સંખ્યા બહાર આવી હોવાનું પણ નાગરિકો જણાવી રહ્યાં છે. ખેડા જિલ્લામાં જિલ્લા વહીવટીતંત્ર દ્વારા નોવેલ કોરોના વાયરસ કોવિડ-૧૯ના સઘન અટકાયતી પગલાં લેવામાં આવી રહ્યાં છે. આરોગ્ય વિભાગ દ્વારા આજે કોરોના ટેસ્ટ માટેના કુલ-૧૨૧ સેમ્પલ લેવામાં આવ્યા છે.
નડિયાદ શહેરમાં નોંધાયેલા કેસ
મહિલા ઉં.વ. ૩૬ ગુજરાત હાઉસીંગ બોર્ડ, પુરૂષ ઉં.વ. ૬૭ ગુજરાત હાઉસીંગ બોર્ડ, મહિલા ઉં.વ. ૬૪ ગુજરાત હાઉસીંગ બોર્ડ, કિશોર ઉં.વ. ૧૩ ગુજરાત હાઉસીંગ બોર્ડ, બાળકી ઉં.વ. ૩ ગુજરાત હાઉસીંગ બોર્ડ, મહિલા ઉં.વ. ૨૫ ટીચર્સ કંપાઉન્ડ, મિશનરોડ, મહિલા ઉં.વ. ૬૦ ખ્રિસ્તી મહોલ્લો, ડભાણ, પુરૂષ ઉં.વ. ૩૦ ખ્રિસ્તી મહોલ્લો, ડભાણ, પુરૂષ ઉં.વ. ૭૬ ખ્રિસ્તી મહોલ્લો, ડભાણ
જિલ્લામાં અન્ય સ્થળે નોંધાયેલા કેસ
પુરૂષ ઉં.વ. ૬૫ નવાગામ, તા. વસો,આશાબહેન અશ્વિનભાઈ ભરવાડ ઉં.વ. ૨૮ ભરવાડ વાસ, કઠવાડા, તા. ખેડા,પુરૂષ ઉં.વ. ૩૮ ઈટાવા, ઉંદરા, તા. મહુધા,મહિલા ઉં.વ. ૬૦ ડાકોર મહાલક્ષ્મી માતાની ખડકી પાસે, વાંટા રોડ, ઠાસરા
from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3jrnlrm
ConversionConversion EmoticonEmoticon