
આણંદ, તા.31 ઓગષ્ટ 2020, સોમવાર
આણંદ જિલ્લામાં છેલ્લા એક સપ્તાહથી કોરોના વાઇરસે હાહાકાર મચાવ્યા બાદ આજે જિલ્લાના પેટલાદ તથા સોજીત્રા તાલુકામાંથી એક-એક મળી કુલ માત્ર ૨ કેસ નોંધાતા જિલ્લાવાસીઓ એ રાહતનો શ્વાસ લીધો છે.
ગત્ સપ્તાહ દરમ્યાન આણંદ જિલ્લામાં કોરોના નું સંક્રમણ વધવા પામ્યુ હતું તેમાંય જિલ્લા આરોગ્યતંત્ર ધ્વારા શહેરના રેપિડ ટેસ્ટની કામગીરી તેજ કરવામાં આવતા શહેરના વિવિધ શોપિંગ મોલ, બેન્કો તથા હોસ્પિટલો માંથી શંકાસ્પદ કોરોના ના લક્ષ્ણો ધરાવતા દર્દીંઓ મળી આવ્યા હતા. દરમ્યાન રવિવારના રોજ પણ આણંદ જિલ્લામાંથી કોરોનાના ૧૧ પોઝિટીવ કેસ પ્રકાશમાં આવ્યા હતા. જોકે આજે કોરાનાના કેસોમાં ધટાડો નોંધાતા જિલ્લામાંથી માત્ર ૨ પોઝિટીવ કેસ મળી આવ્યા છે. જેમાં તાલુકા મથક પેટલાદના ગાંધીચોક વિસ્તારમાં રહેતા ૭૩ વર્ષીય પુરુષ અને સોજીતા તાલુકાના પીપળાવ ગામે ગંગાનગર સોસાયટી માં રહેતી ૪૩ વર્ષીય મહિલા નો કોરોના ટેસ્ટ પોઝિટીવ આવ્યો હોવાના અહેવાલ સાંપડયા છે. આજે નોંધાયેલ બન્ને દર્દીઓ ની હાલત સ્થીર હોવાનું જાણવા મળ્યું છે.
આ સાથે રવિવાર સુધીમાં જિલ્લામાં કુલ ૭૪૪ પોઝિટીવ કેસ નોંધાયેલ છે.
from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2QFJcz1
ConversionConversion EmoticonEmoticon