
નડિયાદ, તા.31 ઓગષ્ટ 2020, સોમવાર
ખેડા જીલ્લાના કપડવંજ તાલુકામાં તાજેતરમાં પડેલા ભારે વરસાદે તારાજી સર્જી છે. તાલુકાના દસથી વધુ ગામોમાં કાચા અને જર્જરિત થયેલા મકાનો ધરાશાયી થયા હતા. જો કે આ બનાવોમાં કોઈ જાનહાનિ સર્જાઈ ન હોવાનું ગ્રામજનોએ જણાવ્યું હતું.
ખેડા જીલ્લાના કપડવંજ તાલુકામાં તાજેતરમાં પડેલા ભારે વરસાદે તારાજી સર્જી છે. સતત વરસી રહેલા વરસાદ અને ભેજવાળા વાતાવરણથી કાચા તેમજ જર્જરિત મકાનો ધરાશાયી થવાની ઘટનાઓ સર્જાઈ છે. જેમાં તાલુકાના દસથી વધુ ગામમાં ધરાશાયી થયા હોવાની ઘટના બની છે. કપડવંજ તાલુકાના વાઘજીપુર, ડોડીયાપુર, પથોડા, તોરણા, અબોચ, આબવેલ, વાઘાવત ધોળાકુવા, પુનાદરા, નિકોલ ગ્રામ પંચાયત તાબે આવેલા જોરાપુરા ગામમાં પણ એક મકાન ધરાશાયી થયું હતું.
from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3luKtY5
ConversionConversion EmoticonEmoticon