ગાંડીતૂર બનેલી મહાસાગર નદીના કારણે આણંદ જિલ્લાનાં 26 ગામોને એલર્ટ કરાયા


આણંદ, તા. 31 ઓગષ્ટ 2020, સોમવાર

ઉપરવાસમાં થયેલ ભારે વરસાદને પગલે કડાણા ડેમમાં પાણીની આવક વધતા કડાણા ડેમમાંથી ગતરોજ ૪.૫૦લાખ ક્યુસેક પાણી છાડવામાં આવતા મહીસાગર નદી ગાંડીતુર બની છે. મહીસાગર નદીમાં ધોડાપુર જવી પરિસ્થીતી સર્જાતા આણંદ જિલ્લામાં મહીકાંઠાના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. તો બીજી તરફ ગતરોજ આંકલાવ તાલુકાના ઉમેટા ગામમાં મહી નદીના પાણી ફરી વળતા સ્થાનિકોને  અનેક તકલીફોના સામનો કરવો પડયો હતો. મહી નદીએ સાગર જેવું સાગર જેવુ્ સ્વરુપ ધારણ કરતા તેનો અદ્ભૂત નજારો જોવા લોકો વિવિધ ઓવર બ્રિજ ખાતે ઉમટી પડયા હતા.

કડાણા ડેમમાંથી મહિસાગર નદીમાં પાણી છોડવામાં આવતા આણંદ જિલ્લામાંથી પસાર થતી મહિનદીના કાંઠે આવેલ આણંદ તાલુકાના ચાર, ઉમરેઠ તાલુકાના બે, બોરસદ તાલુકાના આઠ અને આંકલાવ તાલુકાના બાર મળી કુલ ૨૬ જેટલા નીચાણવાળા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. મહિસાગર નદીમાં ધોડાપૂર આવતા જિલ્લા કલેક્ટર ધ્વારા મહિકાંઠા વિસ્તારમાં રહેતા નાગરીકોને સુરક્ષિત જગ્યાએ ખસી જવા તાકિદ કરાઇ હતી. દરમ્યાન મહિસાગર નદીના કાંઠાગાળા ના કેટલાક ગામોના સીમ વિસ્તારમાં મહિનદીના પાણી ફરી વળ્યા હતા. ઉમેટા-ખડોલ માર્ગ ઉપર મહિસાગર નદીના પાણી ફરી વળતા વાહન-વ્યવહાર બંધ કરાયો હતો. જ્યારે બોરસદ તાલુકાના કોઠીયાખાડ વિસ્તારમાં નદીના પાણી ખેતરોમાં ધુસી જતા ખેતી પાકને નુકશાન પહોંચયું છે. આણંદ, ઉમરેઠ, બોરસદ અને આંકલાવ તાલુકામાં આવેલ સીમ વિસ્તારના ખેતરોમાં મહિ નદીના નીર ફરી વળતા ખેતી પાકને નુકશાન પહોંચયું હોવાના અહેવાલ સાંપડયા છે. જો ઉપરવાસમાં હજી વરસાદ ચાલુ રહેતો  મહિ નદીમાં પાણી છોડવાની શક્યતાને લઇ આણંદ જિલ્લાના મહિકાંઠાની લોકોને ખાસ સાવચેત રહેવા જિલ્લા વહિવટીતંત્ર ધ્વારા અનુરોધ કરાયો છે.



from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2YRpTqY
Previous
Next Post »