
નડિયાદ, તા.5 સપ્ટેમ્બર 2020, શનિવાર
ખેડા જીલ્લામાં આજે વધુ દશ કોરાનાના કેસો નોધાયા છે.નડિયાદ શહેરમાં આજે ચાર અને તાલુકામાં એક કોરોના પોઝીટીવ કેસો સામે આવ્યા છે. આ ઉપરાંત માતરમાં બે નવા કોરોના પોઝીટીવ કેસો ઉમેરાયા છે.જ્યારે વસો,ખેડા અને ઠાસરામાં એક-એક કોરોના પોઝીટીવ કેસો નોંધાયા છે. આથી જીલ્લામાં કુલ કોરોના પોઝીટીવ દર્દીઓનો આંકડો ૧૦૯૩ પહોંચ્યો છે.
ખેડા જિલ્લાના વડા મથક નડિયાદમાં આજે વધુ પાંચ કોરોનાના કેસોમાં વઘારો નોધાયો છે.જ્યારે તાલુકામાં એક કોરોના કેસમાં વધારો નોધાયો છે.કોરોનાનો કહેર અવિરત જોવા મળી રહ્યો છે.જ્યારે મોટા શહેરોથી હવે કોરોનાની એન્ટ્રી ગ્રામ્ય વિસ્તારોમાં પણ જોવા મળી રહી છે.તેનુ મુખ્યકારણ આરોગ્ય તંત્ર દ્વારા ધનવંતરી રથના માધ્યમથી છેવાડા લોકોને આરોગ્ય સુવિધા મળી રહે તે માટે રેપીડ ટેસ્ટ શરૂ કર્યા છે.આ ઉપરાંત વિવિધ કંપનીઓમાં પણ આરોગ્ય તંત્ર દ્વારા તપાસ હાથ ધરી છે.આરોગ્ય વિભાગની ટીમ કોરોનાની મહામારીથી જિલ્લાવાસીઓ બચાવવા અને તકેદારી રાખવા અંગે વિવિધ કાર્યક્રમો હાથ ધરવામાં આવી રહ્યા છે.
નડિયાદ શહેરમાં નોંધાયેલા કેસ
પુરુષ ઉં.વ ૩૧ રવિકિરણ કણજરી તા.નડિયાદ, પુરુષ ઉં.વ ૬૨ મોટી ખડિયાવાડ નડિયાદ, મહિલા ઉં.વ ૬૪ ગાયત્રી રો હાઉસિંગ નડિયાદ, પુરુષ ઉં.વ ૫૪ સરદાર પોળ,નડિયાદ, પુરુષ ઉં.વ ૪૧ જ્ઞાનજ્યોત હાઇસ્કુલ નજીક નડિયાદ
જીલ્લામાં અન્ય સ્થળે નોંધાયેલા કેસ
મહિલા ઉં.વ ૨૭ પટેલ ખડકી કોશિયાલ તા.માતર, કિશોર ઉં.વ ૧૫ પટેલ ખડકી કોશિયાલ તા.માતર, પુરુષ ઉં.વ ૪૮ પ્રજાપતિ ફળીયુ,વનીપુરા તા.વસો, પુરુષ ઉં.વ ૭૦ ભોઇવાસ,નાયકા તા.ખેડા, પુરુષ ઉં.વ ૬૫ સિપાઇવાડા ડાકોર તા.ઠાસરા
from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2Z5KQyH
ConversionConversion EmoticonEmoticon