
આ ખા જંગલમાં અદમ્ય ઉત્સાહ હતો. પશુ પંખીઓ સવારથી જ ન્હાઇ ધોઇ સ્વચ્છ કપડાં પહેરી તૈયાર થઇ બેઠા હતાં. જગત આખામાં કોરોના વાઇરસે હાહાકાર મચાવ્યો હતો ત્યારે જંગલના અબોલ પશુપંખીને તેનો શિકાર બનતો રોકવા શહેરમાં જઇ ભણીગણીને શિક્ષિત બનેલા મોન્ટુ સસ્સારાણાએ વગડાના અબોધ અજ્ઞાાની પશુ પંખીમાં કોરોના વાઇરસ અંગે સાવચેતીના શું પગલાં લેવા તે વિશે વિસ્તૃત સમજણ આપવા એક વિશાળ સભાનું આયોજન કર્યું હતું. એટલે જંગલના દરેક પશુ પંખીમાં આતુરતા હતી કે મોન્ટુ મહારાજ શું કહેશે ?
અને મોન્ટુએ પણ બેત્રણ દિવસ અગાઉથી ગભરૂ ઉંદર રાજ દ્વારા ગુફાએ ગુફાએ, બખોલે - બખોલે કીડીયારે કીડીયારે - વૃક્ષ પરના દરેક માળાવાસીઓને સમાચાર પહોંચાડી દીધા હતા કે આવતી કાલે જંગલના રાજા સિંહના મહેલની સામેના વિશાળ ચોગાનમાં આપણા જંગલમાં વસતા દરેક પશુ પંખી જાનવરની એક વિશાળ સભા રાખવામાં આવી છે. જેનાં પ્રમુખસ્થાન પર મહારાજ સિંહદેવ બિરાજશે, અને શહેરમાં ઉચ્ચ અભ્યાસ અર્થે જઇને આવેલા આપણા જંગલની શાન એવા મોન્ટુ સસ્સારાણા આપણને અત્યારે આખી દુનિયામાં હાહાકાર મચાવનાર કોરોના સમય થતો ગયો તેમ તેમ મેદાન પશુપંખીથી ભરાવા લાગ્યું. મંચ ઉપર વચ્ચોવચ ખુરશી સિંહરાજા માટે હતી. આજુબાજુની દિવાન વાઘજી માટે હતી - બાજુની ખુરશી લુચ્ચા મુનીમની શિયાળદેવ માટે હતી. એ સિવાયની ખુરશીમાં દોલતરાય હાથી, જબરૂ જરાફ, ગભરૂ રીંછ વગેરે બેઠા હતા.
જ્યારે શ્રોતાઓમાં વરૂ, શ્વાનો, જરખો અને જંગલી કુતરાઓની પાછળની લાઇનમાં, પંખીઓ પોતાના મોભા અને હોદ્દા પ્રમાણે બેસી ગયા હતા. ત્યાં અચાનક ઢોલ ત્રાંસાનો અવાજ સંભળાવા લાગ્યો. દરેકની નજરો એ બાજુ ખેંચાણી તો પોતાના માનીતા ભોલારામ રીંછ પર બેસીને મોન્ટુ સસ્સારાણા પોતાના સાથી સસ્સારાણાની ફૌજ સાથે આવતા દેખાયા - દરેક સસલાના હાથમાં બેનર હતું જેમાં અલગ અલગ કોરોના વિશેના લખાણો હતા - એક બેનરમાં લખ્યું હતું ''કોરોનાથી નથી ડરવું નથી ડરવું''. એક સસલાના બેનરમાં તો વળી હિન્દીમાં લખ્યું હતું - 'કોરોના સે ડરના નહીં હૈ - મુકાબલા કરના હૈ' બીજાના બેનરમાં લખ્યું હતું 'જો કોરોના સે ડર ગયા - સમઝો મર ગયા' તો વળી ત્રીજાએ એના બેનરમાં લખ્યું હતું 'આવો, કોરોના મુક્ત અભિયાનમાં જોડાવ' અવનવા બેનરો સાથે આખુ સરઘસ મેદાનમાં આવી ગયું એટલે આખી સભાએ મોન્ટુ સસલાનો જયઘોષ કર્યો અને પોતાના અંગત મિત્ર ભોલુરામ રીંછ સાથે મોન્ટુ સ્ટેજ ઉપર ચડયો. અને સિંહ રાજાની બાજુમાં અલાયદી રાખેલી ખુરશી ઉપર બેઠો. ભોલારામ રીંછ માટે અડિયલ ઉંટરામે પોતાની ખુરશી ખાલી કરી દીધી અને પોતે ઓડિયન્સમાં જઇ બેઠો. લુચ્ચા મુનીમ શિયાળદેવે મોન્ટુને આવેલો જોઇ સિંહરાજાને ખબર આપવા સિંહની ગુફામાં દોડયું. એટલે સિંહરાજા આળસ ખંખેરી ગુફામાંથી બહાર આવ્યા અને જેવા સ્ટેજ ઉપર ચડયા કે સઘળા પશુપંખીઓએ એમને ઊભા થઇ માન આપ્યું. દિવાન વાઘજી માનપૂર્વક સિંહદેવને રાજગાદી ઉપર બેસાર્યા - સભામાં તોલદાર શાંતિ છવાઇ ગઇ. પછી દિવાન વાઘજી ઊભા થઇ સિંહ રાજાને સલામ કરી બોલ્યા કે ''મહારાજ, અત્યારે આખી દુનિયા કોરોના વાઇરસની ઝપટમાં છે, માણસો ટપોટપ કીડી મંકોડાની માફક મરવા માંડયા છે, કુદરતની કૃપા છે કે કોરોના હજુ સુધી આપણાં જંગલમાં નથી ફેલાયો અને હવે પછી ફેલાય નહીં તે માટે આપણા હમદર્દ મોન્ટુ સસલાજી આપણને બે શબ્દો કહે તે માટે આ સભાનું આયોજન થયું છે. હવે હું આપણા મોન્ટુજીને વિનંતિ કરીશ કે તે કોરોના અવેરનેસ વિશે આપણને બે શબ્દો કહેશે: આખી સભા એક કાને થઇ મોન્ટુ સસ્સાજી શું કહે છે તે સાંભળવા તલપાપડ થઇ.
મોન્ટુ સસલો ઊભો થયો. પછી સિંહરાજાને નમન કરી બોલ્યો ''મહારાજ આજે આખી દુનિયામાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે ત્યારે સદભાગ્યે આપણે હજુ સંક્રમણથી બચી ગયા છીએ અને આગળ ઉપર પણ બચેલા રહીએ તે માટે જાગરૂકતાની સાવચેતીની જરૂર છે તો કોરોના વિશે મેં બનાવેલી એક કવિતા પહેલા સાંભળો:
કોરોનાથી ડરો ના, ડરો ના,
માંસાહાર કરો ના, કરો ના,
અફવા કાને ધરો ના, ધરો ના,
કારણ વગર ફરો ના, ફરો ના,
એકબીજાને કારણ વિના મળો ના, મળો ના,
ભીડ હોય ત્યાં ભળો ના ભળો ના,
કોરોનાથી ડરો ના, ડરો ના.
મોન્ટુ સસલાના ભાવવાહી અવાજ આટલી કવિતા સાંભળવા આખુ સ્ટેજ તાળીઓના ગડગડાટથી ગાજી ઊઠયું. મોન્ટુએ આગળ કહ્યું કે એ હકીકત છે કે માનવજાત પણ હજુ સુધી કોરોનાની રસી શોધી શકી નથી, આવા કટોકટીના સમયમાં તકેદારી જ એક એની દવા છે એવું માનવ જાત માનવા લાગી છે એટલે જ આપણા સર્વની પ્રાથમિક ફરજ બની રહે છે કે કાતિલ કોરાનાને જંગલમાં ઘૂસવા જ દેવો નહીં એ માટે મારી આપ સર્વને નમ્ર અરજ છે કે આપણે જો થોડીક સતર્કતા - તકેદારી રાખશું તો કોરોના આપણાથી દૂર રહેશે - હવે થોડીક તકેદારી - સતર્કતા કેવી રીતે રાખવી એ જોઇએ. આપણે એકબીજાનું અભિવાદન હાથ મિલાવીને કરીએ છીએ તે બંધ કરવું જોઇએ. જાહેર સભા કે ભીડથી દૂર રહેવું - ભગવાને આપણને ભરપુર નદી અને તળાવો આપ્યા છે તો આપણા અંગો અને ખાસ તો આપણા હાથ વારંવાર ધોવા જોઇએ.
મહારાજા સિંહદેવને મારી નમ્ર વિનંતિ કે બને તો એક મહિના માટે માંસાહારથી દૂર રહેવાય તો રહેવું. સિંહ ઘાસ ખાતો નથી એ ખરૂં પણ હું મારા જંગલવાસી ભાઇઓને વિનંતી કરું છું કે આપના માટે હરરોજ ફળફળાદિનો પ્રબંધ કરે. છેલ્લે, દોસ્તો, આપણે સંકલ્પ કરીએ કે આપણા જંગલમાં કોરોના પ્રવેશે તે પહેલા જ એને ભગાડીએ. કારણ કે સતર્કતા - તકેદારી એ જ એનો ઉપાય છે. અંતે મહારાજા સિંહ ઊભા થયા અને કહ્યું કે ''હું મોન્ટુની વાતથી સહમત છું અને માંસાહાર તજવાની પ્રતિજ્ઞાા કરું છું. મોન્ટુએ અંતમાં કહ્યું તો મિત્રો, મૌત પહેલા મરવું શું ? કોરોનાથી ડરવું શું ? આપણે કોરોનાને ભગાડીને જ જંપીશું ! પ્રાણીઓએ સિંહનો અને મોન્ટુનો જયઘોષ કર્યો !
- યુસુફ મીર
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/31AKly6
ConversionConversion EmoticonEmoticon